હેકર્સે ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસના ડેટા ચોરી લીધા

અમારી અનુગામી તપાસમાં નિર્ધારિત કરવામાં આવ્યું કે ક્રિસ્ટીના નેટવર્કના ભાગોમાં થર્ડ પાર્ટી દ્વારા અનધિકૃત ઍક્સેસ હતું. : ગિલાઉમ સેરુટી CEO, ક્રિસ્ટીઝ

Hackers stole data from Christies auction house-1
ફોટો સૌજન્ય : ક્રિસ્ટીઝ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હેકર્સે સુરક્ષા ભંગ દરમિયાન ગ્રાહકોની “મર્યાદિત” વ્યક્તિગત માહિતીની ચોરી કરી હતી જેના કારણે ક્રિસ્ટીઝ ખાતે ઘડિયાળની હરાજીમાં વિલંબ થયો હતો.

CEO ગિલાઉમ સેરુટીએ LinkedIn પર જણાવ્યું હતું કે, અમારી અનુગામી તપાસમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે કે ક્રિસ્ટીના નેટવર્કના ભાગોમાં થર્ડ પાર્ટી દ્વારા અનધિકૃત ઍક્સેસ હતું. તપાસમાં એ પણ ઓળખવામાં આવ્યું કે આ ઘટના પાછળના જૂથે ક્રિસ્ટીના નેટવર્કમાંથી કેટલાક ડેટા લીધા હતા, જેમાં અમારા કેટલાક ક્લાયન્ટ્સ સંબંધિત મર્યાદિત માત્રામાં વ્યક્તિગત ડેટાનો સમાવેશ થાય છે.

ઓક્શન હાઉસને કોઈ પુરાવા મળ્યા નથી કે સાયબર હુમલાખોરોએ તેના ગ્રાહકોની કોઈપણ નાણાકીય અથવા વ્યવહારની માહિતી મેળવી અથવા તેની નકલ કરી છે. કંપનીએ કહ્યું કે તે 48 કલાકની અંદર અસરગ્રસ્ત ગ્રાહકો સાથે વાત કરશે અને તે તમામ નિયમનકારી અને સરકારી સંસ્થાઓનું પાલન કરી રહી છે.

સિક્યિટીરી બ્રીચને કારણે ક્રિસ્ટીઝે તેની મુખ્ય વેબસાઇટ ઑફલાઇન કરી દીધી હતી,પરંતુ તે ક્રિયાએ માત્ર એક જ વેચાણને અસર કરી હતી. ઓક્શન હાઉસે દુર્લભ ઘડિયાળોનું જીનીવા વેચાણ એક દિવસ માટે મુલતવી રાખ્યું. અન્ય તમામ હરાજી સામાન્ય રીતે આગળ વધી હતી.

ગિલાઉમ સેરુટીએ જણાવ્યું હતું કે, તે દરમિયાન, અમારી વેબસાઇટ અને ઓનલાઈન ક્ષમતાઓ સંપૂર્ણ અને સુરક્ષિત રીતે કાર્યરત હોવા સાથે અમારી હરાજીનું વેચાણ હંમેશની જેમ ચાલુ રહેશે.

તાજેતરમાં, ક્રિસ્ટીઝે સોમવારે હોંગકોંગ મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સની હરાજી યોજી હતી. વેચાણથી કુલ 60.5 મિલિયન ડોલરની આવક થઈ હતી, જેમાં લગભગ 90 ટકા વસ્તુઓ ખરીદદારોને મળી ગયા હતા. સૌથી વધુ વેચાતો ભાગ કાર્ટિયરનો ઇન્ડિયા Tutti Frutti નેકલેસ હતો, જેણે તેના 8.7 મિલિયન ડોલરના ઊંચા અંદાજને લગભગ બમણો કર્યો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS