એલન કોહને રાજીનામું આપતા લંડન બુર્સમાં નવા પ્રમુખની વરણી થઇ

અમારી વર્તમાન કમિટીના સભ્યોના સમૃદ્ધ અનુભવ સાથે, અમારી પાસે વ્યાવસાયિકોની એક અદભૂત ટીમ છે. : ડેવિડ ટ્રસ્ટવિક - પ્રમુખ, LDB

New president elected at London Bourse as Alan Cohn resigned
ફોટો : (ડાબેથી જમણે) લેવિસ મલ્કા, ચાર્લોટ રોઝ, ડેવિડ ટ્રોસ્ટવિક અને પોલ કોપેલમેન (સૌજન્ય : લંડન ડાયમંડ બુર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લંડન ડાયમંડ બુર્સ (LDB) એ એલન કોહેનની જગ્યાએ ડેવિડ ટ્રસ્ટવિકને ચૅરમૅન તરીકે વરણી કરી છે. એલન કોહેન કે જેમણે ઘણી મુદત પછી રાજીનામું આપ્યું છે.

LDBએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલી લંડન ડાયમંડ બુર્સની વાર્ષિક સામાન્ય સભામાં નિયુક્ત કરવામાં આવેલ ટ્રસ્ટવિક, 2022થી સંસ્થાના વાઈસ-ચૅરમૅન છે, પરંતુ કોહેન સાથે સહ-અધ્યક્ષ તરીકે છેલ્લા છ મહિના વિતાવ્યા છે, આ દરમિયાન ડેવિડ જોફ 30 વર્ષ પછી ખજાનચી પદ છોડી દેશે અને છેલ્લા 10 વર્ષથી કમિટીમાં રહેલા ટ્રેવર સિગ્સવર્થ પણ પદ છોડી દેશે.

LDBનું પ્રમુખ પદ સંભાળ્યા પછી ટ્રસ્ટવિકે જણાવ્યું હતું કે, અમારી વર્તમાન કમિટીના સભ્યોના સમૃદ્ધ અનુભવ સાથે, અમારી પાસે વ્યાવસાયિકોની એક અદભૂત ટીમ છે જેઓ મહત્વાકાંક્ષી એજન્ડા અમલમાં મૂકવા માટે તૈયાર છે જે અમારા સભ્યો અને વ્યાપક UK હીરા અને જ્વેલરી ઉદ્યોગને લાભ કરશે, નોંધપાત્ર રીતે, LDBના ઇતિહાસમાં પ્રથમ વખત, અમે મહિલા કમિટીના સભ્યોનું સમાન પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું છે.

LDBની નવી ટીમ આ મુજબ છે : David Troostwyk, પ્રમુખ, Charlotte Rose, ઉપપ્રમુખ, Lewis Malka, ખજાનચી. Paul Koppelman, એક્ઝિક્યુટીવ ઓફિસર, ઉપરાંત કમિટીમાં Kathy Chappell, James Heath, Jacqui Larsson, Howard Levine, Lisa Levinson, Deborah Smooklerનો સમાવેશ થાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS