IPLની ટિમો શીખવે છે બ્રાન્ડ વેલ્યુએશનના પાઠ

આપણે ઘણીવાર વિચારતાં હશું કે IPL ટીમના માલિકો અથવા ટીમ કઈ રીતે કમાતી હશે. આનું ગણિત ઘણીવાર સમજવું અઘરું હોય છે.

IPL team teaches lessons of brand valuation sameer joshi Diamond City 412
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

એક સમય હતો જ્યારે બ્રાન્ડના માર્કેટિંગ પ્લાનમાં દિવાળી માટે ખાસ અલગથી બજેટ રાખવામાં આવતું. બ્રાન્ડ માટે આવી જ બીજી એક મોટી તક છેલ્લા ૧૫ વર્ષોથી ઊભી થઇ છે જેના માટે બ્રાન્ડ અલગથી સારું એવું બજેટ પ્લાન કરે છે, અને તે એટલે IPL (ઇન્ડિયન પ્રિમિયર લીગ).

ક્રિકેટની અને સ્પોર્ટ્સ જગતની મોટી લિગોમાંની એક આ લીગ કહી શકાય. આપણે ઘણીવાર વિચારતાં હશું કે IPL ટીમના માલિકો અથવા ટીમ કઈ રીતે કમાતી હશે. આનું ગણિત ઘણીવાર સમજવું અઘરું હોય છે. આનું કારણ તેઓ કોઈ પ્રોડક્ટ કે સર્વિસ નથી વેચતા.

આજે આને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેના કારણો જાણીએ. ટીમની વાત કરતા પહેલા અમુક આંકડા IPLના જોઈએ તો; આ ઇવેન્ટ 2 મહિના જેટલી ચાલે છે. વિચારો 12 મહિનામાંથી 2 મહિના લોકો આની સાથે જોડાયેલા હોય છે. કઈ ઇવેન્ટ આટલી લાંબી ચાલતી હશે!

15 વર્ષથી સતત આ ક્રમ ચાલુ છે. 10 શહેરોમાં રમાઈ અને સમય પણ બાળકોના વૅકેશનનો. આજે IPL ફક્ત એક સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી પણ એક મોટી કોર્પોરેટ કંપની હોય તેવું સ્વરૂપ લઇ ચુકી છે. આજે તેનું વેલ્યુએશન 10.7 બિલિયન ડોલરને પાર કરી ગયું છે.

2008 માં શરુ થઇ આજે 2023 સુધી વિચારીયે તો લગભગ 433%નો ગ્રોથ છે. આપણને લાગશે કે આ તો કમાલ થઇ ગઈ કે આવો કોઈ વેપાર જેની પ્રોડક્ટ કે સર્વિસ નથી તે આટલું મોટું વૅલ્યુએશન મેળવે અને તે પણ 15 વર્ષોમાં! તમને નવાઈ લાગશે કે આપણી આ IPL લીગ દુનિયાની રમતગમતની લીગોમાં ઘણી પાછળ છે. રમતગમતમાં લીગ અને કલબનો વેપાર બહુ મોટો છે.

આ તો થઇ લીગની વાતો, હવે આ લીગમાં જોડાયેલી ક્લબ અથવા ટીમની વાત કરીએ તો; IPLમાં સૌથી વધુ વૅલ્યુએશન ધરાવતી ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ. આપણને લાગશે કે તે સ્વાભાવિક છે કારણ તેઓ 5 વાર કપ જીતેલા છે.

આ વાત સાચી પણ પૂર્ણ સત્ય નથી કારણ 15 વર્ષોમાં એકપણ વાર ન જીતેલી રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ચોથા સ્થાને છે. લીગ અને ક્લબનો પૂર્ણ મદાર તેઓના ફેન ફોલોઇંગ પર છે. હાર જીત આ આખી રમતના વિવિધ પાસાઓમાંનું એક પાસું છે.

સ્વાભાવિક છે કે બ્રાન્ડ જ્યારે આ ઇવેન્ટ માટે અલગથી બજેટ રાખે છે ત્યારે તેઓ ટીમ સાથે કઇ રીતે જોડાઈ શકાય તે પણ વિચારે છે. આ સમયે બ્રાન્ડ હાર જીત નહિ પણ કોનું કેટલું ફેન ફોલોઇંગ છે, કઈ ટીમ પૂર્ણ વર્ષ દરમિયાન કેટલી એક્ટિવ છે, કોણ તેની સાથે સંકળાયેલું છે વગેરે બાબતોને સમજી તેઓ સાથે જોડાશે.

IPLની ટિમો કઇ રીતે કમાણી કરે છે અને કઇ રીતે પોતાનું વેલ્યુએશન બનાવે છે તેને જાણવાનો પ્રયત્ન કરીએ. આને સમજવા આપણે બેંગ્લોર ટીમનું ઉદાહરણ જોઈએ કારણ તેઓ એક પણ વાર આ લીગ જીત્યા નથી છતાં તેઓનું વેલ્યુએશન તગડું છે.

તે પહેલા ટિમો કઇ રીતે કમાય છે તે જોઈએ. ટિમ માટે કમાવવાના મુખ્યત્વે 5 તરીકાઓ છે. પહેલો, BCCI મીડિયા અને સ્પોન્સરશિપ રાઈટ્સ વેચે છે. કોઈપણ લીગ માટે આ સૌથી મોટું રેવેન્યુ કમાવવાનું સાધન છે.

રાઈટ્સથી જે રેવેન્યુ ઊભું થાય તેના 50% BCCI પોતાની પાસે રાખે અને 45% ટીમોમાં સરખે ભાગે વેચી દે, બચેલા 5% જીતનારી ટીમને મળે. બીજો તરીકો, તમે લીગ ફાઇનલમાં જીતી પ્રાઈઝ મની મેળવો.

ત્રીજો તરીકો જેના માટે ટીમે પોતે મહેનત કરવાની હોય છે તે એટલે પોતાની ટિમ માટે સ્પોન્સર લાવવા, આપણે જર્સી, હેલ્મેટ, બેટ વગેરે પર વિવિધ બ્રાન્ડના લોગો જોતા હશું. ટિમ આ લોકો પાસેથી સ્પોન્સરશિપ લઇ રેવેન્યુ ઊભું કરે છે.

ચોથી વાત એટલે સ્ટેડિયમની ટિકિટ અને મેર્ચેન્ડાઇસમાંથી જે કમાણી થાય તેના 20% BCCI લઇ જાય અને 80% ટિમ લઇ જાય. અને પાંચમી વાત એટલે રોયલ્ટી, લાઈસન્સ, ટ્રાન્સફર જેવી વાતોથી રેવેન્યુ કમાવવું. 

હવે આમાં પહેલો મુદ્દો છોડી બાકીના ચાર મુદ્દા ટીમ કઇ રીતે પોતાને લોકો સમક્ષ મૂકે છે અને કેટલું ફેન ફોલોઇંગ લાવે છે તેના થાકી રેવેન્યુ ઉભું કરશે. બધી ટિમો આ વાત જાણે છે પણ બેંગ્લોરે અમુક રીતે પોતાને આ વાતોમાં આગળ રાખી છે.

માર્કેટિંગનું એક પાસું એટલે તમે કોની સાથે જોડાયેલા છો જેને એસોસિએશન કહે છે. બેંગ્લોર પાસે પહેલેથી મોટા નામો છે જેમ કે વિરાટ, ગેલ, ડિવિલિયર્સ. વાત ફક્ત તેમને લેવાની નથી પણ વર્ષો સુધી પોતાની સાથે જોડી રાખવાની છે.

વિરાટ આજે દુનિયાનો ત્રીજો સૌથી વધારે ફોલો થતો સ્પોર્ટ્સમેન છે. વિચારો આનો કેટલો મોટો ફાયદો બેંગ્લોરની ટીમને મળી શકે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન તે લોકો પોતાને, વિવિધ વાતોથી લોકો સાથે જોડાયેલા રાખે છે.

તે પછી ટુર્નામેન્ટ પહેલાની અનબોક્સ પાર્ટી હોય, સ્ટેડિયમમાં લોકોને અપાતો અનુભવ હોય કે પછી પોતે શરુ કરેલા કૅફે હોય અથવા જે લેજેન્ડ પ્લેયર નિવૃત્ત થાય તેમની સાથે થતી પ્રવૃત્તિઓ હોય. આ બધી વાતો તેમને લોકો સાથે જોડી રાખે છે અને તેના થકી આજે તેઓ રમતગમત જગતની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થતી છઠ્ઠી બ્રાન્ડ છે.

આ શક્ય ત્યારે થયું જ્યારે બેંગ્લોરે પોતાને એક સ્પોર્ટ્સ ટિમ કે ક્લબ ન ગણતા એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે પોઝિશન કરી. આ તેઓનો માસ્ટર સ્ટ્રોક હતો. આજે તે એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને નહિ કે ફક્ત સ્પોર્ટ્સ બ્રાન્ડ. કહેવાનું તાત્પર્ય તે છે કે સમજી વિચારી વ્યૂહરચના બનાવવામાં આવે છે ત્યારે તમે હાર જીત થી પરે, માર્કેટ લીડરથી પરે, નફાની પરે એક વેલ્યુએબલ બ્રાન્ડ બનો છો. ખરા અર્થમાં જેને માર્કેટિંગની ભાષામાં કહેવાય છે તેમ લવ બ્રાન્ડ, લોકોની ચાહિતી બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થાવ છો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS