કિંમતી ધાતુઓ અને કિંમતી સ્ટોનના ડીલરોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ વિશે માહિતી આપવામાં આવી

ઈવેન્ટનો ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ નિયમો, 2005 તેમજ PMLA એક્ટ 2002ની જોગવાઈઓ વિશે જાગૃતિ અને મહત્વપૂર્ણ માહિતીનો પ્રસાર કરવાનો હતો

Dealers of precious metals and stones informed about Prevention of Money Laundering Act
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દિલ્હીમાં GJEPC પ્રાદેશિક કાર્યાલયે તાજેતરમાં કિંમતી ધાતુઓ અને કિંમતી સ્ટોનના ડીલરો માટે આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ઈવેન્ટનો ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ (મેઈન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ) નિયમો, 2005 તેમજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) એક્ટ 2002ની જોગવાઈઓ વિશે જાગૃતિ અને મહત્વપૂર્ણ માહિતીનો પ્રસાર કરવાનો હતો. લગભગ 20 સહભાગીઓએ રૂબરૂ અને 30 વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

GJEPC, દિલ્હીના રિજિયોનલ ચેરમેન અશોક સેઠ અને COA સભ્ય અનિલ સાંખવાલે તમામ ઉપસ્થિતોનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. વિશેષ અતિથિ વક્તાઓમાં એડિશનલ ડિરેક્ટર દીનબંધુ દિવાકર, આસિસ્ટન્ટ ડિરેક્ટર  રાજ કુમાર સિંઘ, એડિશનલ આસિસ્ટન્ટ ડિરેક્ટર બ્રિજેશ ગુપ્તા, ઇન્સપેક્ટર અભિમન્યુ મેહરા સામેલ હતા. આ બધા અધિકારીઓ  ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઓડિટ, દિલ્હી ઝોનલ યુનિટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) તરફથી આવ્યા હતા.

સત્રની શરૂઆત Northern Regionના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજીવ ભાટિયા અને GJEPCના ડિરેક્ટર (પોલીસી) કે.કે. દુગ્ગલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.

રાજ કુમાર સિંઘે PMLA એક્ટ 2002 અને તેની સંબંધિત માર્ગદર્શિકાઓ પર વ્યાપક રજૂઆત કરી હતી. પ્રેઝન્ટેશન પછી, ઉપસ્થિત ફિઝિકલ અને વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા તેમણે પ્રશ્નો પૂછ્યા, જેને CBIC ટીમ દ્વારા ઊંડાણપૂર્વક સંબોધવામાં આવ્યા. ટીમે GJEPC અધિકારીઓને સભ્યોને માર્ગદર્શિકા વિતરિત કરવા અને પછીના નિરાકરણ માટે વધુ પ્રશ્નો એકત્રિત કરવા વિનંતી કરી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS