યુરોપિયન યુનિયને 0.50 કેરેટનાં રશિયન હીરા પરનો પ્રતિબંધ 6 મહિના સ્થગિત કરતાં હીરા ઉદ્યોગને હાશ

આ નિર્ણય ભારત અને બોત્સવાનાના વિરોધ વચ્ચે EUએ લીધો હોવાની ચર્ચા છે. આ નિર્ણયથી નેચરલ ડાયમંડના વેપારને મોટી રાહત મળશે.

EU suspends ban on Russian diamonds for 6 months
ફોટો : રશિયન રફ ડાયમંડ. (સૌજન્ય : અલરોસા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુરોપિયન યુનિયને 0.50 કેરેટનાં રશિયન હીરા પરનો પ્રતિબંધ 6 મહિના સ્થગિત કર્યો છે. EUએ રફ અને પોલિશ્ડ હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ હવે 1 સપ્ટેમ્બર 2024 થી લંબાવી 1 માર્ચ 2025 કર્યો છે એટલે કે આગામી પ્રતિબંધના અમલને છ મહિના લંબાવ્યો છે.

નવા નિર્ણય મુજબ રફ અને પોલિશ્ડ હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજ ફરજિયાત બનશે. એ દિવસથી 0.50 કેરેટથી વધુના હીરા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત કરાશે.

આ નિર્ણય ભારત અને બોત્સવાનાના વિરોધ વચ્ચે EUએ લીધો હોવાની ચર્ચા છે. આ નિર્ણયથી નેચરલ ડાયમંડના વેપારને મોટી રાહત મળશે. વિશેષ કરીને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ સુરત અને મુંબઈમાં ગતિવિધિ તેજ બનશે. યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રફ અને પોલિશ્ડ કુદરતી હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનશે.

ત્યારબાદ યુરોપિયન યુનિયનમાં આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલા EU અથવા રશિયા સિવાયના અન્ય દેશોમાં ઉત્પાદિત હીરાને મુક્તિ આપવા માટે ‘ગ્રાન્ડફાધરિંગ’ કલમ પણ ઉમેરી છે.

જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન અથવા ડાયમંડ રિપેરીંગ જેવી પરિસ્થિતિઓ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત અથવા નિકાસને પણ મંજૂરી આપી છે. જૂન મહિનાની શરૂઆતમાં ડિબિયર્સે રશિયન હીરા પરના G7 જુથ દેશોના પ્રતિબંધોના ‘સનરાઇઝ પિરિયડ’ સમયગાળાના અમલને એક વર્ષ લંબાવવાની માંગ કરી હતી જેને ભારતે સમર્થન આપ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS