જીજેઈપીસીના પ્રતિનિધિમંડળે મોદી 3.0 સરકારના નવા કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી

GJEPCનું પ્રતિનિધમંડળ નાણામંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તેમજ શ્રમ મંત્રીને મળ્યું, જ્વેલરી ઉદ્યોગને અસર કરતા મહત્ત્વના મુદ્દાઓ અને પડકારો મામલે ચર્ચા કરી

GJEPC delegation met and greeted the new Union Ministers of the Modi 30 government-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સતત ત્રીજીવાર એનડીએની સરકાર બની છે. આ સાથે જ મોદીના નવા મંત્રીમંડળની ઘોષણા કરી દેવાઈ છે, ત્યારે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જીજેઈપીસીનું એક પ્રતિનિધિમંડળ ગઈ તા. 13મી જૂનના રોજ કેન્દ્રીય મંત્રીઓને નવી દિલ્હી ખાતે તેમની કચેરીમાં રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી.

GJEPCના ચૅરમૅન શ્રી વિપુલ શાહ, ઉપાધ્યક્ષ શ્રી કિરીટ ભણસાલી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સબ્યસાચી રે સહિતનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી જિતિન પ્રસાદા તેમજ લેબર મિનિસ્ટર શ્રી મનસુખ માંડવિયાને મળ્યું હતું.

સૌ પ્રથમ આ પ્રતિનિધિમંડળ નીતિ સલાહકાર સુશ્રી મોનિકા મોહતા સાથે તા. 13મી જૂનના રોજ માનનીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે બેઠક યોજી હતી. GJEPCના પ્રતિનિધિમંડળે નાણામંત્રીને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને હાલમાં જેમ અને જ્વેલરી ઉદ્યોગને અસર કરતા મહત્ત્વના મુદ્દાઓ અને પડકારોની ચર્ચા કરી હતી.

GJEPC delegation met and greeted the new Union Ministers of the Modi 30 government-2

ત્યાર બાદ GJEPCનું પ્રતિનિધિમંડળ માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદા સાથે મુલાકાત કરી હતી. કાઉન્સિલના નેતૃત્વે વર્તમાન લેન્ડસ્કેપ અને વૃદ્ધિની સંભવિતતાની રૂપરેખા આપતા જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર વ્યાપક સંક્ષિપ્ત માહિતી મંત્રીને આપી હતી. મંત્રીએ પ્રતિનિધિમંડળને ધીરજપૂર્વક સાંભળ્યું અને ભારતના અર્થતંત્રમાં ઉદ્યોગના વ્યૂહાત્મક મહત્વને સ્વીકાર્યું હતું. આ સાથે જ જીજેઈપીસીના ચેરમેન શ્રી વિપુલ શાહે આગામી IIJS પ્રિમિયર પ્રદર્શનમાં હાજરી આપવા માટે શ્રી પ્રસાદને આમંત્રણ આપ્યું હતું.

જીજેઇપીસીના ચૅરમૅન શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમે નાણા મંત્રીના સમય અને અમારા ઉદ્યોગને જે અનોખા પડકારોનો સામનો કરવો પડે છે તેની તેમની સમજ માટે અમે આભારી છીએ. અમે આ મુદ્દાઓને ઉકેલવા અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં ઉદ્યોગના યોગદાનને પ્રોત્સાહન આપવા સરકાર સાથે મળીને કામ કરવા આતુર છીએ.

GJEPC delegation met and greeted the new Union Ministers of the Modi 30 government-3

છેલ્લે GJEPCનું પ્રતિનિધિમંડળ કેન્દ્રના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાની નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી.  જેઇપીસીના નેતાઓએ મંત્રીને જેમ અને જ્વેલરી ઉદ્યોગની હાલની સમસ્યાઓથી માહિતગાર કર્યા હતા. તેઓએ આ પડકારોનો સામનો કરવા અને ક્ષેત્રના વિકાસને ટેકો આપવા માટે જરૂરી સુધારાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS