DIAMOND CITY NEWS, SURAT
વરાછા પોલીસ પાસે મળતી માહિતી પ્રમાણે વિજયભાઈ ઘનશ્યામભાઈ સુતરીયા (ઉ. 34, રહે. ગ્રીન પાર્ક સોસાયટી, વડોદ ગામ, ઓલપાડ, સુરત) જે છેલ્લા બે વર્ષથી વરાછાના શ્રેયસ બિલ્ડિંગમાં હીરા વેચવાનું કામ કાજ કરે છે. વિજયભાઈ ઘણા સમયથી બિપીન નારાયણભાઈ સાકરીયા (રહે. માધવ પાર્ક સોસાયટી, સિંગણપોર, સુરત) સાથે હીરા લે વેચનું કામ કરતા હોય તેમના પરિચયમાં હતા. વિજયભાઈએ બિપીનભાઇને કેટલાક હીરા વેચવાના હોવાની વાત કરી હતી.
ગત 1 માર્ચે 2024મીએ બિપીનભાઈ અને તેમના પરિચીત હીરા દલાલ જયદીપ કાલું ધોરાજીયા (રહે. પટેલ પાર્ક, નાના વરાછા, સુરત) હસ્તે હીરા વેપારી જગદીશ બાબુ પોલાર (રહે. રાજહંસ ટાવર, નાના વરાછા, સુરત) મુલાકાત કરી હતી. જેમને વિજય ભાઈને હીરા લઈ મીની બજારની ઓફિસે બોલાવ્યા હતા. વિજયભાઈએ તેમની પાસે 904.96 કેરેટનાં 50 લાખના હીરા વેચાણ માટે બતાવ્યા હતા. બાદમાં વિજય પાસે જગદીશ ભાઈએ 30 દિવસનો વાયદો આપી 50 લાખના હીરા લીધા હતા.
હીરાના પેમેન્ટનો સમય વીત્યા બાદ પેમેન્ટ માટે જગદીશભાઈને વિજયભાઈએ ફોન કર્યો તો તેનો ફોન બંધ આવતો હતો. વિજયભાઈને ઓળખીતા બિપીનભાઈ અને તેમનો દલાલ જયદીપનો સંપર્ક કરતા તેઓ પણ વાયદાઓ કરતા હતા. બજારમાં જાણ કરતા જગદીશે બજારમાં કેટલાય લોકોનું ફુલેકું ફેરવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.
જગદીશે અન્ય જગ્યાએ ઓફિસ ખોલી હોવાની જાણ વિજયને થતા તે ત્યાં જતા જગદીશે વિજયને પૈસા નહીં આપવાનું કહ્યું હતું. જગદીશે વિજયને ફરી આ ઓફિસે આવશે તો ટાંટીયા તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી વિજયભાઈ સાથે છેતરપિંડી થતી હોવાનું જણાતા ત્રણે વિરૂદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વરાછા પોલીસે વેપારી જગદીશ, બિપીન અને દલાલ જયદીપ વિરૂદ્ધ આઈપીસી કલમ 409, 420, 506 (2) અને 120 (બી) હેઠળ છેતરપિંડી અને ફોજદારી ધમકીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube