તાજેતરમાં ભોપાલમાં IIJS પ્રિમિયર 2024નો ભવ્ય રોડ શો યોજાયો હતો. આઈઆઈજેએસ પ્રિમિયરના આગામી એક્ઝિબિશનની વિશેષતાઓ અને લાભોનો ડિસ્પ્લે આ રોડ શોમાં દર્શાવવામાં આવ્યો હતો.
રોડ શોમાં જીજેઈપીસીની રિજનલ એક્ઝિબિશન સબ કમિટીના મેમ્બર મનસુખ કોઠારીએ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં જેમાં નવા સ્થળ, ડિજિટલ પ્લેટફોર્મ, ઉન્નત ઉત્પાદનની ગુણવત્તા અને વિવિધતા અને મુલાકાતીઓ માટે આશાસ્પદ વ્યવસાય તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે રિટેલરોને નોંધણી કરવા અને ઓગસ્ટમાં યોજાનારી ઇવેન્ટમાં હાજરી આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત જીજેઈપીસીના જયપુર ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર નીતિન ખંડેલવાલ દ્વારા વિવિધ સેવાઓ ઓફર કરાઈ હતી. જેમાં સભ્યપદ લાભો, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને ઈ-કોમર્સ તકોનો સમાવેશ થાય છે તેના પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ રોડ શોમાં ભોપાના 600 જ્વેલર્સે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના સંસદ સભ્ય પ્રવીણ ખંડેલવાલે હાજરી આપી હતી. જ્વેલર્સ ડેવલપમેન્ટ વેલ્ફેર એસોસિએશનના મજબૂત સમર્થન સાથે મધ્ય પ્રદેશના 42 જિલ્લાના 600થી વધુ જ્વેલરી રિટેલર્સે ભાગ લીધો હતો.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube