LVMHએ સ્વિસ હરીફ રિચમોન્ટનો નાનો હિસ્સો ખરીદી લીધો, બર્નાર્ડ આર્નૌલ્ટે જાહેરાત કરી

ન્યૂઝ ચેનલ CNBC સાથેની એક મુલાકાતમાં આર્નોલ્ટે એવી અટકળોને શાંત કરવાનો પ્રયાસ કર્યો કે તે સંભવિત ટેકઓવર બિડનું આયોજન કરી શકે છે.

LVMH bought small stake in Swiss rival Richemont
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લક્ઝરી ગ્રુપ LVMHના ચૅરમૅન અને CEO બિલિયોનેર બર્નાર્ડ આર્નોલ્ટે ગયા મહિને એવા અહેવાલોને સમર્થન આપ્યું હતું કે તેમણે સ્વિસ હરીફ રિચેમોન્ટમાં ખૂબ જ નાનો હિસ્સો ખરીદ્યો છે.

અમેરિકાની બિઝનેસ ન્યૂઝ ચેનલ CNBC સાથેની એક મુલાકાતમાં તેમણે એવી અટકળોને શાંત કરવાનો પ્રયાસ કર્યો કે તે સંભવિત ટેકઓવર બિડનું આયોજન કરી શકે છે.

રિચેમોન્ટના ચૅરમૅન જોહાન રુપર્ટ કે જેઓ Chloe, Montblanc, IWC, A. Lange & Sohne, Van Cleef & Arpels, Jaeger-LeCoultre, Panerai, Piaget and Vacheron Constantin સહિત 26 હાઉસોને કંટ્રોલ કરે છે તેમણે વારંવાર કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે કંપની સ્વતંત્ર રહે.

આર્નોલ્ટે કહ્યું, તેમણે રિચેમોન્ટ સાથે, કાર્ટિયર સાથે, વેન ક્લીફ સાથે કંઈક અદભુત કર્યું છે અને મને લાગે છે કે તે સ્વતંત્ર છે, તે સ્વતંત્ર રહેવા માંગે છે અને હું તેની સાથે સંપૂર્ણપણે સંમત છું.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ આર્નોલ્ટ $185 બિલિયન ડોલરની સંપત્તિ સાથે હાલમાં વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.

લાંબી વાટાઘાટો અને બંને પક્ષે કાનૂની કાર્યવાહીની ધમકીઓ પછી, આર્નોલ્ટે 2021માં Tiffany & Co.ને 15.8 બિલિયન ડોલરમાં ખરીદી હતી. તેમણે કહ્યું કે, કાર્ટિયર માટે બિડ કરવાની તેમની કોઈ યોજના નથી, જોકે તેને LVMH પોર્ટફોલિયોમાં ઉમેરવાથી જ્વેલરી સેક્ટરમાં તેનું વર્ચસ્વ વધુ વિસ્તરણ થશે.

બ્લૂમબર્ગ ન્યૂઝે એક મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે આર્નોલ્ટે રિચેમોન્ટમાં નાનો હિસ્સો ખરીદ્યો છે. હિસ્સો પરિવારની માલિકીના રોકાણના વિશાળ પોર્ટફોલિયોનો એક ભાગ છે અને જાહેર રજિસ્ટરમાં જાહેર કરી શકાય તેટલો નાનો છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS