બોત્સ્વાના સરકારનો મહત્ત્વનો નિર્ણય, સ્થાનિકોને ફાયદો થશે

સરકાર પાસે હાલમાં કોઈપણ લાઈસન્સ પ્રાપ્ત ખાણકામ કામગીરીમાં 15 ટકા હિસ્સો ખરીદવાનો અધિકાર છે, પરંતુ સામાન્ય રીતે આ અધિકારનો ઉપયોગ કરતી નથી

Important decision by government of Botswana locals will be benefited
ફોટો સૌજન્ય : ઓરાપા ખાણ, બોત્સ્વાના
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બિન પ્રતિબંધિત ડાયમંડનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક બોત્સ્વાનાએ એક કાયદાની દરખાસ્ત કરી રહ્યું છે જે મુજબ તમામ માઇનીંગ કંપનીઓએ તેમના ઉત્પાદનનો 24 ટકા હિસ્સો સ્થાનિક નાગરીકોને વેચવો પડશે.

સરકાર પાસે હાલમાં કોઈપણ લાઈસન્સ પ્રાપ્ત ખાણકામ કામગીરીમાં 15 ટકા હિસ્સો ખરીદવાનો અધિકાર છે, પરંતુ સામાન્ય રીતે આ અધિકારનો ઉપયોગ કરતી નથી. આવા કિસ્સાઓમાં સરકારનું કહેવું છે કે 24 ટકા હિસ્સો લોકોને ઉપલબ્ધ કરાવવો જોઈએ.

બોત્સ્વાના સરકાર હાલના ખાણ અને ખનિજ અધિનિયમમાં સુધારો કરવાની યોજના ધરાવે છે, જે જણાવે છે કે ,જ્યાં સરકાર ખાણકામ લાઈસન્સ આપતી વખતે 15 ટકા કાર્યકારી હિસ્સો મેળવવાના તેના વિકલ્પનો ઉપયોગ કરતી નથી, તો ધારક 24 ટકા હિસ્સો મેળવવા માટે હકદાર રહેશે. નાગરિકોના હાથમાં અથવા નાગરિકોની માલિકીની કંપનીઓને વેચવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ.

1967માં બોત્સ્વાનામાં હીરાની શોધે ત્રીજી દુનિયાના દેશનું નસીબ બદલી નાખ્યું અને રફ હીરાનું વેચાણ હવે તેની વિદેશી હૂંડિયામણની કમાણીનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે, જો કે તાજેતરમાં દેશના મધ્યસ્થ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર વર્ષના પ્રથમ છ મહિનામાં વેચાણ લગભગ અડધા ભાગમાં (1.287 બિલિયન ડોલર) થઈ ગયું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS