દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત, મેક ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા પર ભાર મુકી રહ્યા છે જેથી ભારત એક મજબુત રાષ્ટ્ર બની શકે. પણ સુરતના એક યુવાન ઉદ્યોગકારે તો આત્મનિર્ભરની પહેલ વર્ષો પહેલાં કરી હતી અને આજે તેમના પ્રયાસને કારણે એક એવો ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને પ્રગતિના પંથ પર છે અને આગામી દિવસોમાં આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરીપાડવાનો છે, કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણની કમાણી કરવાનો છે અને સાથે સુરતને દુનિયાના નકશામાં એક નવી ઉંચાઇ પૂરીપાડવાનો છે.લેબગ્રોન ડાયમંડ માર્કેટની હરણફાળને કારણે માત્ર સુરતને ફાયદો થવાનો નથી, પરંતુ ગુજરાતના શહેરો અને સૌરાષ્ટ્રના નાના નાના ગામડાંઓની પણ આ ઉદ્યોગને કારણે કાયાકલ્પ થવાની છે.લેબગ્રોન ડાયમંડ યુવાનો માટેનો એક ફ્યૂચર બિઝનેશ છે.
તો અમે તમને લેબગ્રોન ડાયમંડ દુનિયાના ટોપ લીડરોમાં જેમની ગણના થાય છે અને લેબ ગ્રોન ડાયમંડમાં ભારતના લીડર ગણાતા ભંડેરી લેબ ગ્રોન ડાયમંડના ઘનશ્યામ ભંડેરી વિશે વાત કરીશું. ડાયમંડ સિટીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં તેમણે લેબગ્રોન ડાયમંડ વિશે વિગતે વાત કરી હતી. સુરત નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં વિશ્વનું સેન્ટર છે પણ હવે લેબગ્રોન ડાયમંડનો ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને સુરત પણ લેબગ્રોન ડાયમંડ માર્કેટનું લીડર બની ગયું છે. આજે દુનિયામાં લેબગ્રોન ડાયમંડમાં ત્રણ- ચાર મોટા ઉદ્યોગકારો છે, જેમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડના યુવાન ઉદ્યોગકાર ઘનશ્યામ ભંડેરીનું પ્રોડકશન અને કવોલીટીમાં નામ છે. ભારતમાં લેબગ્રોન ડાયમંડમાં તેમનું સ્થાન નંબર વન પર છે.
ઘનશ્યામ ભંડેરી, લેબગ્રોન ડાયમંડમાં આટલી ઉંચાઇએ કેવી રીતે પહોંચી શક્યા તો તેનું કારણ એવું છે કે માત્ર 17વર્ષની ઉંમરથી તેમણે ટેકનોલોજીમાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું હતું. એમ કહી શકાય કે યુવાન વયે તેમને ટેક્નોલોજીમાં કઇંક નવું કરવાની ધૂન ચઢી હતી, સપનાઓ જોયા હતા. આ સપનાંને સાકાર કરવા અને ધૂન સાથે તેમણે દુનિયાના 40 દેશોનું ખેડાણ કર્યું, ટેકનોલોજી વિશે જાણકારી મેળવી, ટેકનોલોજીમાં શું રિસર્ચ થઇ રહ્યા છે તે સમજવાની કોશિશ કરી. આમ તો ઘનશ્યામ ભંડેરી 1998થી ડાયમંડ પાવડર અને એવા બધા કામથી હીરાઉદ્યોગ સાથે જોડાયેલા જ હતા, પરંતુ લેબગ્રોન ડાયમંડની શરૂઆત તેમણે વર્ષ 2012થી કરી અને આજે 10 વર્ષના ટુંકાગાળામાં તેમણે જે સફળતા હાસંલ કરી છે તે અકલ્પનિય છે. તેઓ લેબગ્રોન ડાયમંડને ઉંચાઇએ પહોંચાડવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોતે સપ્તાહમાં માત્ર 5 કલાકનું જ વેકેશન લે છે એ સિવાયના દિવસોમાં પુરુ કામ પર તેમનું ફોકસ રહે છે.
ઘનશ્યામ ભંડેરીની એક વાત સમજવા જેવી છે કે સફળતા રાતોરાત કે વાતો કરવાથી મળતી નથી, તેમણે અત્યારથી 20 વર્ષથી 50 વર્ષ સુધીમાં કંપની કયાં જશે અને લેબગ્રોન ડાયમંડનું કેટલું ડેવલપમેન્ટ થશે તેનું લોંગ વિઝન તૈયાર કર્યું છે અને તેની પર દિવસ રાત કામ કરે છે.
અત્યાર સુધી લોકોને નેચરલ ડાયમંડ એટલે કે કુદરતી હીરા વિશે જ જાણકારી હતી, પરંતુ આજે લેબગ્રોન ડાયમંડ શબ્દ લોકજીભ પર રમતો થઇ ગયો છે તો તેનું શ્રેય ઘનશ્યામ ભંડેરીને આપી શકાય તેમ છે. નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં માત્ર એટલો જ ફરક છે કે કુદરતી હીરા જમીનમાં બને છે જયારે લેબગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર થાય છે. એ સિવાયની નેચરલ ડાયમંડની જે પ્રોસેસ છે તે બધી લેબગ્રોન ડાયમંડમાં પણ થાય છે.
ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે, આગામી વર્ષોમાં લેબગ્રોન હીરાની માંગ હજુ પણ વધવાની છે. જેને કારણે લેબગ્રોન ડાયમંડની કવોલિટીમાં પણ ઉત્તરોત્તર સુધારો થશે. વિશ્વના માત્ર એક ટકા જેટલા ધનિક લોકો જ નેચરલ ડાયમંડની ખરીદી કરી રહ્યા છે. નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન હીરા 60 ટકા સુધી સસ્તા હોય છે. જેથી અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમાં આર્થિક રીતે મધ્યમ વર્ગમાં લેબગ્રોન હીરાની ખુબ જ માંગ છે.
એલાઇડ માર્કેટ રિસર્ચના એક અહેવાલ મુજબ લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ આખી દુનિયામાં વર્ષ 2030 સુધીમાં 49.9 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. દર વર્ષે લેબગ્રોન ડાયમંડ બિઝનેસ 9.4 ટકાના દરે વુદ્ધિ પામશે.
ભંડેરી લેબગ્રોન ડાયમંડની સુરતમા કતારગામ વિસ્તારમાં એકદમ આધુનિક ફેકટરી છે ઉપરાંત દુબઇ, હોંગકોંગ, ન્યુયોર્ક, બેલ્જિયમ અને મુંબઇમાં પણ તેમનો બિઝનેસ પથરાયેલો છે. આજે ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપની જાપાન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, કોરિયા અને ચીનના જાણીતી એકેડમીક ઇન્સ્ટિયૂટ પાસે રિસર્ચ કરાવે છે. આ વાતથી તમે સમજી શકો કે લેબગ્રોનની ક્વોિલટીમાં ભંડેરી કેટલું બધુ ધ્યાન રાખી રહ્યા છે.
ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે
લેબગ્રોન ડાયમંડ એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે કે પટાવાળાથી માંડીને, ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ કરનાર, ગ્રેડીંગ કરનાર, જવેલરી મેન્યુફેકચરીંગ અને સેલ્સ એવા માઇન્સથી માર્કેટ સુધીમાં આગામી વર્ષોમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડનો હજારો લોકોને રોજગારી પુરી પાડવાનો લક્ષ્યાંક છે. ભંડેરીની યોજનાથી એક વાત સમજવા જેવી છે કે જો તેઓ હજારો લોકોને રોજગારી પુરી પાડશે તો ગુજરાતને કેટલો મોટો આર્થિક ફાયદો થશે. લોકો કમાણી કરતા થશે તો અર્થતંત્રને પણ વેગ મળશે. જેમ એન્ડ જવેલરી સેક્ટરમાં લેબગ્રોન ડાયમંડનું યોગદાન એ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022-23 માટે 52 બિલિયન ડોલરની નિકાસનો અંદાજ રાખ્યો છે, જેને પુરો કરવા માટે લેબગ્રોન ડાયમંડ સેક્ટર ખુબ મદદરૂપ બનશે. ભંડેરી લેબગ્રોન ડાયમંડ આખી દુનિયામાં આત્મનિર્ભર ભારત માટે સતત પ્રયત્નશીલ છે.
ડાયમંડ સિટી મેગેઝીને તેમને લેબગ્રોન ડાયમંડના SWOT એનાલીસીસ વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે SWOT એનાલીસીસમાં S એટલે સ્ટ્રેન્થની વાત કરીએ તો ક્વોલિટી અને પ્રાઇસ તેની સ્ટ્રેન્થ છે. W મતલબ કે વીકનેસ એટલી જ છે કે હજુ લેબગ્રોન ડાયમંડની અવેરનેશ ઓછી છે. O મીન્સ ઓર્પોચ્યૂનીટીની વાત કરીએ તો એમ કહી શકાય કે ખુલ્લું મેદાન છે એટલી વિશાળ તક છે. T મતલબ કે થ્રેટ્સની વાત કરીએ તો હજુ સુધી કોઇ થ્રેટ્સ દેખાતા નથી.
ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે નેચરલ ડાયમંડએ હાઇવેલ્યુ સેગમેન્ટ છે મતલબ કે તેને ખરીદનારો વર્ગ મોટેભાગે અમીર વર્ગ છે જયારે લેબગ્રોન ડાયમંડ હવે નાના લોકો, મધ્યમ વર્ગના લોકો પણ ખરીદી શકે છે. ખાસ કરીને યંગ જનરેશન તેને સ્ટેટસ સિમ્બોલ ગણીને ખુબ પસંદ કરે છે.
ઘનશ્યામ ભંડેરીની એક વાત સમજવા જેવી છે કે
સફળતા રાતોરાત કે વાતો કરવાથી મળતી નથી, તેમણે અત્યારથી 20 વર્ષથી 50 વર્ષ સુધીમાં કંપની કયાં જશે અને લેબગ્રોન ડાયમંડનું કેટલું ડેવલપમેન્ટ થશે તેનું લોંગ વિઝન તૈયાર કર્યું છે અને તેની પર દિવસ રાત કામ કરે છે.
ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે અમારું માનવું છે કે આ બિઝનેસથી અમે દેશનું વિદેશી હુંડિયામણ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડના આત્મનિર્ભર બિઝનેસથી ભારતનું વિદેશી હુંડિયામણ બહાર જતું ઓછું થશે. ટેકનોલોજી બાબતે પણ વિદેશ પર નિર્ભર ન રહેવું પડે એવા કામ ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપની કરી રહી છે. લેબગ્રોન ડાયમંડની ટેક્નોલોજી પણ તેમણે જાતે જ વિકસાવી છે.
ઘનશ્યામ ભંડેરી લેબગ્રોન ડાયમંડના ભવિષ્ય વિશે જે વાત કરી તે આખી દુનિયાએ સાંભળવા જેવી છે. તેમણે કહ્યું કે આગામી 25 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ મોટા પાયે વધશે અને દુનિયા લેવલે ગુજરાતનું નામ ચમકશે. તેમણે કહ્યું કે સુરતમાં તો ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગનું કામ થાય જ છે, પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અમરેલી જિલ્લાના નાના-નાના ગામોમાં પણ લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ ડેવલપ થવાનો છે.
અમે ઘનશ્યામ ભાઇને પુછ્યું કે તમે લોંગ વિઝનથી આટલી ઉંચાઇએ પહોંચ્યા છો તો, આજના યુવાનોને શું સંદેશો આપશો?
મારે યુવાનોને એટલું જ કહેવું છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તેનો વાંધો નહી, પણ તમને ઉપયોગી થાય તે રીતે કરજો. તમારો સમય વેસ્ટ કરતા નહી. માત્ર તમારી એનર્જિનો ઉપયોગ તમારા ડેવલપમેન્ટ માટે કરજો. આખી દુનિયામાં તકનો ભંડાર છે તેને ઓળખીને તેને પ્રાપ્ત કરવા, બસ મંડી પંડો.
લેબગ્રોન ડાયમંડની શરૂઆઈ થઇ ત્યારે ઘણા લોકો તેને સ્વીકારવા તૈયાર નહોતા. પણ અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન (FTC) લેબગ્રોન ડાયમંડને પરવાનગી આપી પછી આ બિઝનેસ સડસડાટ આગળ વધી રહ્યો છે. ફેડરલ ટ્રેડ કમિશને તેની જવેલરી માર્ગદર્શિકામાં કેટલાંક ફેરફારો કર્યો છે અને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા હીરાને ડાયમંડની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે.
ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે
નેચરલ ડાયમંડએ હાઇવેલ્યુ સેગમેન્ટ છે મતલબ કે તેને ખરીદનારો વર્ગ મોટેભાગે અમીર વર્ગ છે જયારે લેબગ્રોન ડાયમંડ હવે નાના લોકો, મધ્યમ વર્ગના લોકો પણ ખરીદી શકે છે. ખાસ કરીને યંગ જનરેશન તેને સ્ટેટસ સિમ્બોલ ગણીને ખુબ પસંદ કરે છે.
ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ તેની જ્વેલરી માર્ગદર્શિકામાં કેટલાંક ફેરફારોના ભાગરૂપે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાને સમાવવા માટે તેની “ડાયમંડ”ની વ્યાખ્યાનો વિસ્તાર કર્યો છે. FTCએ જણાવ્યું છે કે જયારે કમિશને 1956માં પ્રથમ વખત ડાયમંડ શબ્દનો ઉપયોગ કર્યો હતો તે વખતે બજારમાં માત્ર એક જ પ્રકારના હીરાની પેદાશ હતી. જમીનમાંથી કાઢવામાં આવેલા નેચરલ ડાયમંડ. પરંતુ હવે ટેકનોલોજીની પ્રગતિએ લેબોરેટરીમાં હીરાનું ઉત્પાદન શક્ય બન્યું છે અને તે નેચરલ ડાયમંડ જેવા જ પ્રકાશીય, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવે છે.
FTCએ કહ્યું છે કે લેબોરેટરીમાં તૈયાર થયેલા ડાયમંડને લેબગ્રોન ડાયમંડ કે મેન મેઇડ ડાયમંડ એવો શબ્દ વાપરી શકાશે, પરંતુ સિન્થેટીક ડાયમંડ એવો શબ્દ વાપરવો નહીં કારણકે સિન્થેટીક શબ્દને કારણે લોકોમાં મુંઝવણ પેદા થાય છે અને તેઓ ડાયમંડને ફેક સમજે છે.