રોલેક્સે ઘડિયાળો માટે ટ્રેસબિલિટી સૉલ્યુશન લૉન્ચ કર્યું

રોલેક્સે ટાઇમપીસમાં એક ચિપને એમ્બેડ કરવા માટે ગયા મહિને પેટન્ટ અરજી દાખલ કરી હતી જે તેમની અધિકૃતતા અને માલિકી સાબિત કરશે.

Rolex launches traceability solution for watches
ફોટો સૌજન્ય : રોલેક્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રોલેક્સ તેની ઘડિયાળો માટે ટ્રેસબિલિટી સોલ્યુશન લઈને આવ્યું છે.

તેણે તેના ટાઇમપીસમાં એક ચિપને એમ્બેડ કરવા માટે ગયા મહિને પેટન્ટ અરજી દાખલ કરી હતી જે તેમની અધિકૃતતા અને માલિકી સાબિત કરશે.

ધ વૉચ રજિસ્ટર મુજબ, રોલેક્સ ઘડિયાળો ખાસ કરીને ડેટોના, GMT અને ઓયસ્ટર પર્પેચ્યુઅલ જેને ચોરો વધારે શોધતાં હોય છે, તે તમામ લક્ઝરી ઘડિયાળની ચોરીઓમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. જેનો સૌથી વધુ વેપાર થાય છે અને તેની બજારમાં સૌથી વધુ નકલો પણ જોવા મળે છે.

વૉચપ્રો વેબસાઇટ પરના અહેવાલ મુજબ, રોલેક્સે એક સંકલિત ઉકેલ વિકસાવ્યો છે જેમાં NFT ચિપ અને સ્માર્ટફોન ઍપ્લિકેશનનો સમાવેશ થાય છે જે માલિક, ઘડિયાળ અને સુરક્ષા કી વિશેનો ડેટા સ્ટોર કરે છે.

તે ચિપમાં ઘડિયાળની સર્વિસના ઇતિહાસની માહિતી પણ હોઈ શકે છે, જે બ્લોકચેન પર પણ સંગ્રહિત કરવામાં આવશે.

ગયા મહિને બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિ, સર જીમ રેટક્લિફે કહ્યું હતું કે તેઓ કહેવાતા “રોલેક્સ રીપર્સ” દ્વારા હિંસક હુમલા પછી લંડનમાં ઘડિયાળ પહેરશે નહીં.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS