- Advertisement -
આપણે પોતે પોતાની જાતને વખતો વખત અમુક પ્રશ્નો પૂછતા રહેવા જોઈએ, જો આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કરવું હોય તો..! જો આપણુ રિ-ચાર્જ કરવું હોય તો!
તમારી પાસે શું-શું અને કેવી કેવી સંપદાઓ હતી બાળપણમાં, જે હવે વધારે સુખ વચ્ચે પણ ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે? બાળપણની કઈ વાતો, વસ્તુઓ કે વ્યક્તિઓને તમે મીસ કરો છો?
જેમ કે,
- તમારું ડ્રાઈવીંગ ફોર્સ કોણ છે, કઈ રીતે તમે કામકાજ માટે શક્તિ મેળવો છો?
- હું એકદંરે કેવી વ્યક્તિ છું, એ વિશે મારે લખવું હોય તો હું ક્યા શબ્દોમાં મારું આલેખન કે વર્ણન કરીશ.
- તમે જ્યાં છો ત્યાં શા માટે છો, કોના માટે છો? ક્યા કારણોસર છો?
- ‘મારી નજરમાં હું સમ્માનિત વ્યક્તિ છું? એવી સમ્માનિત જેનું સમ્માન કરવાનુ મને પોતાને ગમે?’ એવું તમને ફીલ થાય છે?
- તમારી આદતો, વિચારો અને કલ્પનાઓથી કોને-કોને લાભ મળે છે?
- તમારા વર્તન-વ્યવહારો તમને અને અન્યોને સુખદ લાગે કે દુ:ખદ કે નક્કી નહીં?
- એવું કોઈ પાત્ર છે જેના માટે તમે સર્વસ્વ છો?
- એવુ કોઈ છે જેના હોવા માત્રથી તમે જીવી ઉઠો છો, તમારામાં નવો પ્રાણ ફૂંકાય છે?
- એવા કોઈ છે, જેના હોવાથી તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો ?
- એવા કેટલા લોકો તમારી નજીક છે જે તમને હકારાત્મક બનાવી રાખે છે?
- એવા કેટલા માણસો છે જેમનો વિચાર પણ તમારામાં નકારાત્મકતા સર્જી દે છે?
- એવી કોઈ વ્યક્તિ છે, જેની હાજરીમાં તમે તમારી જાતને બિલ્કુલ સહજપણે વ્યક્ત કરી શકો? (પાપ ધોઈ શકો)
- એવું કોઈ છે જેની યાદ પણ મનને ઠંડક પહોંચાડે છે?
- તમારી ફોન-બૂકમાં એવા કેટલા જેને તમે ગમે ત્યારે કોલ કરી શકો, મદદ માટે ?
- તમે પ્રતિકૂળ સ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપી શકો છો?
- એવા કેટલા લોકો આ ધરતી પર છે જેમને તમે તમારી અંગત વાતો કરી શકો, પોતાની જાતને જરાય ધડકા વગર શેયર કરી શકો?
- સાચ્ચે જ એવી વ્યક્તિ કેટલી જે તે મારે દુ:ખે દુ:ખી થાય? તમારી ખુશીએ ખુશી અને તમને ખુશ રાખવા જહેમત ઉઠાવે?
- કોઈ નિંદા કે અપમાન વખતે તમે સ્થિર રહી શકો?
- તમારા સપનાઓ, કલ્પનાઓ, અરમાનો, ઈચ્છાઓ, ચાહતો વગેરે માટે કોણ તમને એનર્જી આપે છે?
- જે લક્ષ્ય તમે સાધવા માંગો છો, તેનો અંત કેવો હશે તે જાણો છો?
- તમારી મહત્વાકાંક્ષા શું છે?
- તમારી સમગ્ર મહત્વાકાંક્ષાઓ કઈ વ્યક્તિ, વસ્તુ, ઘટના કે સમયથી પ્રેરિત છે? પ્રેરણાસ્ત્રોત કોણ-કોણ? શા માટે?
- તમને ભગવાન પૂછે કે અત્યારે તારે માટે બે વરદાન છે, તો તત્ક્ષણ તમે માંગી શકો તેવું કાંઈ છે, કહેવા માટે?
- તમે લોકોને સમજો છો અને તમારી જાતને પણ સમજો છો તે કેટલું સાચું?
- તમારી પાસે શું-શું અને કેવી કેવી સંપદાઓ હતી બાળપણમાં, જે હવે વધારે સુખ વચ્ચે પણ ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે? બાળપણની કઈ વાતો, વસ્તુઓ કે વ્યક્તિઓને તમે મીસ કરો છો?
- તમારી પાસે એવું શું-શું છે કે જે ખરીદી શકાય તેમ નથી પરંતુ દાનમાં આપી શકાય તેમ છે?
- તમે તમારા લોકો સાથે જે રીતે વર્તો છો તે ખરેખર યોગ્ય છે?
- તમારા જીવનમાં સમયનું શું મૂલ્ય છે?
- તમે અનુશાસિત જીવન જીવો છો કે…?
- માનવતા માટે તમે સો માંથી તમારી જાતને કેટલાં માર્ક્સ આપી શકો?
- ‘હું ખુશી અને ગમ વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખું છું?’ તે જણાવો.
- તમે દિલ અને દિમાગ વચ્ચે કઈ રીતે તાલમેલ બેસાડો છો. વિશેષ કરીને સંઘર્ષ કાળમાં અથવા વિપત્તિ આવી ચડે ત્યારે?
- ‘પરિવર્તન’ નો અર્થ તમારે માટે શું છે? પરિવર્તનને તમે કઈ રીતે ટેકલ કરો છો?
- તમે તમારી ‘વર્ક-હેબીટ્સ’ ડેવલપ કરવા મહેનત કરો છો?
- તમે તમારી જાતને ચાહો છો?
- ‘મારી જાત કરતાં પણ વધારે પ્રેમ હું કોને કરું છું? શા માટે? કહેશો.
- દુ:ખદ, ગમગીન, લાચાર સ્થિતિમાં તમે શું વિચારો છો અને શું અનુભવો છો?
- તમારે માટે સૌથી મૂલ્યવાન લાગણી કઈ છે? તે કોના માટે છે?
- ત્રણ શબ્દોમાં તમારે તમારા જીવનના સિદ્ધાંતો વર્ણવવા હોય તો ક્યા છે, ત્રણ શબ્દો? દૃષ્ટાંત જુઓ (દા.ત. મોરારી બાપૂ- સત્ય, પ્રેમ, કરુણા / મહાત્મા ગાંધી- સત્ય,અહિંસા)
- તમારે માટે સગવડિયું અને લાંબુ જીવન વધારે મહત્વપૂર્ણ છે કે સગવડ મેળવવા માટે જીદ્દી થઈ, કામ ઉપાડી લઈ, પરસેવો પાડી જે નવસર્જન કરવું વધારે મહત્ત્વપૂર્ણ છે, પછી જિંદગી ભલે ટૂંકાઈ જાય?
- ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિના બે ભાગલા પાડવામાં આવ્યા છે, તેમાંથી તમારા જીવન-લક્ષણો મુજબ હું કઈ-કઈ બાબતોને દૈવી સંપત્તિમાં મુકીશો અને કઈ-કઈ વાતોને આસુરી સંપત્તિ ગણશો?
- ગીતા અનુસાર સમગ્ર બ્રહ્માંડ ત્રિ-ગુણી છે – સત્વ, રજસ, તમસ. એમાં તમારી પ્રકૃતિમાં ક્યા ગુણ કેટલા ટકા ધરાવે છે.
- કામકાજની ‘ટાઈમ લાઈન’ને સાચવવા તમે શું કરો છો?
- તમારે માટે વધારે મહત્ત્વપૂર્ણ કઈ બાબત છે- પૈસા, પાવર, પ્રેમ, પ્રતિષ્ઠા, પદવીઓ કે અન્ય કંઈ?
- તમે ડિસ્ટર્બ હોવ ત્યારે ફરી સેટલ થવા શું કરો છો?
- તમને મારા અવગુણો ચલવે છે, કે સદ્ ગુણો?
- તમે શ્રેય અને પ્રિય વચ્ચે કઈ રીતે તાલ મિલાવો છો?
- તમારા મનોરંજનના સાધનો વિશે તમે શું વિચારો છો?
- ‘શું હું સારી વ્યક્તિ છું જે પતિ/પત્નિ, ભાઈ/બહેન, માતા-પિતા, સંતાનો વગેરે માટે પર્યાપ્ત છે?’ તેનો જવાબ શું હોઈ શકે?
- તમે એવી જગ્યાએ ચૂપ રહી શકો છો, જ્યાં ચૂપ રહેવાથી મામલો બગડતો અટકાવી શકો?
ક્રમશ:
વિસામો
તમારી ‘લાઈફ-બુક’ પરથી મુવી બને તો તેનું નામ શું હશે?!
- Advertisement -