મહાન વ્યક્તિઓની પ્રેરણાત્મક વાતો સફળતાની રાહને આસાન બનાવી દે છે…

જ્યારે સફળ વ્યક્તિ એમ કહે કે મને ક્યાં તકલીફો આવી અને કેવી રીતે આવી! તકલિફોમાંથી હું કેવી રીતે પસાર થયો? અને છેવટે મેં સફળતા કેવી રીતે મેળવી...

Dr Sharad Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

આપણા જીવનમાં કોઈને કોઈ આદર્શ હોય છે. કોઈને કોઈ પ્રેરણાસ્ત્રોત હોય છે. જો આદર્શ કે પ્રેરણાસ્ત્રોત કે ગુરૂતુલ્ય વ્યક્તિઓ જીવનમાં મળી જાય છે તો જીવનને સફળ બનાવવામાં આસાની રહે છે. મોટાભાગના સફળ વ્યક્તિઓએ તેનાથી પણ વધું સફળ વ્યક્તિઓના જીવનમાંથી કંઈને કઈ પ્રેરણા લીધી હોય છે.

જે વ્યક્તિઓ અતિ સંઘર્ષ પૂર્ણ જીવન જીવીને સફળતા હાંસલ કરી છે તેવી વ્યક્તિઓની વાણી તેના અનુભવોને રજૂ કરે છે ત્યારે એ અનુભવો મેળવવાની લાંબી કષ્ટદાયક સફરમાંથી આપણે બચી શકીએ છીએ. જ્યારે સફળ વ્યક્તિ એમ કહે કે મને ક્યાં તકલીફો આવી અને કેવી રીતે આવી! તકલિફોમાંથી હું કેવી રીતે પસાર થયો? અને છેવટે મેં સફળતા કેવી રીતે મેળવી…

આ બધી બાબતો જાણવાથી આપણે જે કંઈ કાર્યમાં પ્રવૃત હોઈએ તેમાં ઘણોબધો સમય બચાવી શકીએ છીએ. ઉચ્ચ સફળતા મેળવનાર વ્યક્તિઓના તો એક-એક વાક્ય પણ આપણા જીવનને પરિવર્તન કરી દેવામાં સક્ષમ હોય છે. તેમના પ્રેરણાત્મક વાક્યોને ખૂબ ઉંડાણપૂર્વક તપાસીને પોતાના કાર્યમાં તે કઈરીતે બંધબેસતા છે અમને તેને માટે શું કરવું જોઈએ તેવું ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તો સફળ થવું અસાન થઈ જાય છે.

Inspirational stories from great people make the path to success easier

ફેઈસબુકના માલિક માર્ક જકરબર્ગ કહે છે કે,

“જીવનની લડાઈમાં શક્તિશાળી વ્યક્તિ કે દિમાગથી ખૂબ તેજ હોય એવી વ્યક્તિની જ જીત થાય એવું નથી. પરંતુ એ વ્યક્તિઓ જીત મેળવે છે જે એવું વિચારે છે કે હું જીતી શકું છે.” એટલે કે પહેલા પોતાનામાં વિશ્વાસને ઉભો કરવો પડે. અંદરની શક્તિને ઢંઢોળવી પડે અને એ વિચારવું પડે કે હું જીતી શકીશ, હું જીતીને બતાવીશ, હું સાચેજ જીત મેળવીશ.. આ વિચારની શરૂઆત તેને જીતની નજીક લઈ જવામાં ખૂબ જ મદદરૂપ પૂરવાર થાય છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના માલિક જેફ બેજોસ કહે છે કે,

તમારે સફળ થવું છે? તો સૌથી પહેલા ફેઈલ થવા માટે તૈયાર થઈ જાવ! કારણ કે નિષ્ફળતા તો મળશે જ. એટલે તેની તૈયારી તો રાખવી જ પડશે. આપણે આપણા કાર્યમાં જ્યારે જ્યારે ફેઈલ થઈએ તેટલી જ વાર આપણને આપણી કમીઓ દેખાય છે.

આ કમીઓને દૂર કરવા માટેની મહેનત પણ શરૂ થઈ જાય છે. કમીઓ ઓછી થતી જાય છે અને સફળ થવા માટેની શક્તિઓનો વિકાસ થવા લાગે છે. પરંતું સફળતા તરફ જનારા રસ્તામાં આપણે આપણી કમીઓને સ્વીકારવી પડે તેને ઓળખવી પડે અને તેને દૂર કરવાના પ્રયત્નો પણ કરવા પડે. તો જ સફળ થઈ શકાય.

શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી કહે છે કે,

જેના જીવનમાં જેટલી સમસ્યાઓનો વધારે મોડ એટલી જ વધું સફળતાની શક્યતાઓ પણ રહેલી છે. કારણ કે દરેક સમસ્યા કઈ ને કઈ મોકો લઈને જ આવે છે. જેમણે સમસ્યાને સ્વીકારીને તેની સામે લડીને પોતાના કામને છોડ્યું નથી, તે હંમેશા સફળ થયા છે અને જે સમસ્યાઓથી ડરીને ભાગી ગયા છે તેને જીવનમાં કશું હાંસલ થયું નથી.

બલ્બની શોધ કરનાર શ્રી થોમસ એડિશને ખૂબ જ સુંદર વાત કરી છે કે,

જ્યારે કોઈપણ કાર્યને હાથ પર લ્યો છો ત્યારે તેના માટે સતત અને અવિરત પ્રયત્નો કરવા માટે ઝનૂન હોવું જોઈએ. એટલે કે હજુ એક કોશિશ કરીએ. કાર્ય પૂર્ણ ના થયું…કઈ વાંધો નહિ. હજુ એકવાર કોશિશ કરી જોઈએ.

આ હજુ એકવાર…તમને અંતિમ સ્થાને એટલે કે સફળતાની મંઝિલ સુધી પહોંચાડી દેશે. પરંતુ મોટાભાગના લોકો વચ્ચેથી જ હાર માની લે છે એટલે કરેલી મહેનત પણ પાણીમાં જાય છે અને કશું હાથ લાગતું નથી.

કરાટે અને કુંગફુમાં જગવિખ્યાત થનાર બ્રુશલી જીવનની વાસ્તવિકતા રજૂ કરતા કહે છે કે,

જો તમે કોઈપણ કામ શરૂ કરવામાં લાંબો સમય કાઢી નાખો છો તો તમે એ કામ ક્યારેય પુરૂ નહીં કહી શકો. એટલે નિર્ણય લેવામાં અને કાર્યને શરૂ કરવામાં ઉતાવળ રાખવી જોઈએ. વધુ વિચારવામાં સમય બગડે છે ત્યારે કાર્ય કરવાની ક્ષમતામાં પણ ઊણપ આવે છે જે તમને સફળતાથી દૂર રાખી શકે છે.

એમનું કહેવું એવું નથી કે કોઈપણ કામ વિચાર્યા વગર જ શરૂ કરવું. પરંતું વિચારવાની પણ એક સીમા હોય છે. ઘણા લોકો વિચારવામાં જ રહી જાય છે. માનસપટ પર માત્ર નકશા જ ચીતરાય છે અને વિચારવામાં આયોજનો વાગોળતા હોય છે. કામની શરૂઆત કરવી. ખૂબ ઝડપથી કામને આગળ ધપાવવું. મૂશ્કેલીઓનો સામનો કરતા કરતા આગળ વધવું આ બધું સફળતા માટે જરૂરી છે.

આપણા વૈજ્ઞાનિક શ્રી અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું કે,

જે વસ્તું કે સફળતા આપણને ઝડપથી મળી જાય તે વધું ટકતી પણ નથી. લાંબા સમય સુધી જે સફળતા ટકી રહી હોય તો એ સમજવું કે એ સફળતા એટલે રાતોરાત મેળવી હોતી નથી. સફળતાનું કદ અને ભવિષ્ય તેણે મેળવવા માટે કરેલી આકરી તપસ્યા પર આધારિત હોય છે.

આપણાં મહાન વિચારક અને રાજનીતિજ્ઞ શ્રી કૌટિલ્ય ચાણક્યએ કહ્યું છે કે

તમે જ્યારે કોઈપણ કામ કરવાનું વિચારો છો, ત્યારે આ ૩ વસ્તુઓ પર ચોક્કસ ધ્યાન આપવું. ૧. ક્ષમતા, ૨. ગતિ અને ૩. દિશા.

તમે પસંદ કરેલા કાર્યને થાક્યા વગર કેટલા સમય સુધી કરી શકશો? અને જરૂર પડ્યે તમારી ક્ષમતામાં કેવી રીતે વધારો કરશો? જે કામ હાથ પર લીધું છે તેની ગતિ કેમ વધે? ઝડપથી કેમ થાય? તે માટેના ઉપાયો શોધવા. કામને વધુ આસાન કેમ કરી શકે? તે બાબતે વિચારવું.

અને ત્રીજી એ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે તમે કઈ દિશા તરફ જાવ છો. તમારે જે મેળવવું છે એ જ દિશા છે ને ? જો દિશાની ખબર નહીં રહે તો ક્યારેક એવું પણ બને કે તમે સફળ થવાને બદલે વધારે નિષ્ફળતાઓનો સ્વાદ ચાખવો પડે. અને ગલત દિશામાં વધુ અંતર કપાઈ ગયું હોય તો સફળતા ખૂબ દૂર થઈ ગઈ હોય, જ્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ થઈ પડે.

આવા અનેક મહાન વ્યક્તિઓ, મહાનુભાવોના જીવનમાંથી ઘણુંબધું શીખી શકે છે. તેમના એક-એક વાક્યમાં જીવનને પરિવર્તિત કરવાની તાકાત હોય છે. છેલ્લે સ્વામી વિવેકનંદજી સાથે બનેલ એક નાનકડો પ્રસંગ રજૂ કરું છું.

સ્વામીજીને કોઈએ એવું પૂછેલું કે, સ્વામીજી આપ આટલા મહાન છો, આટલા સશક્ત છો તો પછી તમે નીચે શા માટે બેસો છો?

ત્યારે સ્વામીજીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો કે નીચે બેસેલો વ્યક્તિ ક્યારેય પડતો નથી! આપણે ગમે તે કરી માટે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલો સંઘર્ષ કરીએ, ગમે તેવી મોટી સફળતા મેળવી લઈએ પરંતુ જો તે જમીન સાથે જોડાયેલો ના હોય તો તેની સફળતાનું આયુષ્ય કેટલું હશે તેનું કોઈ અનુમાન લગાવી શકે નહીં, કારણ કે સફળતાના સિંહાસન પર બિરાજમાન થયા પછી પણ આ ગાદીને સાચવી રાખવા માટે નમ્રતા, સાદગી અને પરોપકારની ભાવના પણ જરૂરી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS