કુદરતી હીરા તેમજ માનવ નિર્મિત (CVD) હીરામાં વિવિધ અશુદ્ધિઓ જેમ કે જીરમ, નટ્સ, તિરાડો, ફિશર, પોઈન્ટ વગેરે હોય છે. ફિશર/જીરમ/ખામી/ક્રેક જેવી અશુદ્ધિઓનો પ્રકાર અને કદ હીરાની કિંમતને ભારે અસર કરે છે.
દરેક પ્રકારના હીરા પર વિવિધ પદ્ધતિઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં સોઇંગ, કટિંગ અને પોલિશિંગનો સમાવેશ થાય છે જે હીરાને ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરે છે. ઘણીવાર વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન હીરાને નુકસાન થાય છે અથવા તો કુદરતી દબાણ અથવા મશીન પ્રેરિત હીરા પરના દબાણને કારણે ફિશર/જીરમ/ક્રેક પડતી હોય છે.
આ ખામીઓને કારણે અમૂલ્ય ગણાતી હીરાની કિંમત પથ્થરની કિંમત બરાબર થઈ જતી છે. સોનાણી જ્વેલ્સ આવા હીરા પર અતિ-ઉચ્ચ દબાણ લગાવીને ફિશર/જીરમ/ક્રેકને ઘટાડવા માટે નવી ટેક્નોલોજીની સંશોધન કરીને, લાંબા સમયથી હીરા ઉત્પાદકોની એક મોટી સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયાસરત છે.
સોનાણી જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડની આર એન્ડ ડી ટીમે સફળતાપૂર્વક ક્ષતિગ્રસ્ત હીરાની ખામીઓ અને તિરાડોને ઠીક કરી છે જેનાથી કુદરતી કે માનવ નિર્મિત (CVD) હીરા/રત્ન પર ઉત્પાદક મહત્તમ વળતર મેળવી શકે છે. ડાયમંડ હીલિંગ પ્રોસેસ (DHP) દ્વારા સુધારેલા હીરાને લેસર અથવા અન્ય કોઈપણ પ્રક્રિયા દ્વારા સરળતાથી પોલિશ કરી શકાય છે.