અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને સ્થાપક શ્રી અલ્પેશ સંઘવીએ વર્ષ ૧૯૯૮ માં તેમના સ્વપ્નનો પાયો નાખ્યો હતો. હીરા ઉદ્યોગમાં વર્ષો સુધી વ્યવસાય કર્યા પછી, તેમને એક સંસ્થાની જરૂરિયાતનો અહેસાસ થયો, જ્યાં વ્યક્તિગત રીતે વ્યક્તિ અન્ય ઉદ્યોગો પાસેથી હીરાના વ્યવ્હારિક સંપર્કમાં આવી શકે અને તમામ તકનીકો જાણી શકે છે કે ઉદ્યોગ કઈ રીતે ચલાવી શકાય, તે સમક્ષ રીતે સમજી શકે છે.
સંસ્થાના આગેવાનો શ્રી અલ્પેશ સંઘવી (અધ્યક્ષ) અને શ્રી કૃણાલ સંઘવી (નિર્દેશક) હંમેશા માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠતા એ દેશ માટે શ્રેષ્ઠ રોકાણ છે અને કુશળ અને વ્યાવસાયિક પ્રશિક્ષકો વિના ડાયમંડ શિક્ષણનું ધોરણ સુધરશે નહીં. અમે આશા રાખીએ છીએ કે એક દિવસ તમામ હીરા ઉદ્યોગ ઉત્તમ કાર્ય પ્રદાન કરવા માટે સક્ષમ અને પ્રશિક્ષિત સંસ્થાનું નિર્માણ કરાશે.
અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એવા શ્રી કૃણાલ કે. સંઘવી જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં ૧૦ વર્ષ ના સારા અનુભવ સાથે પોતાના નવા વિચારો, યોજના સાથે સંસ્થામાં જોડાયા અને તેમણે સંસ્થાને એક નવા મુકામ પર આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રી કૃણાલ કે. જ્વેલરી એજ્યુકેશનના નવા ખ્યાલની રજૂઆત દ્વારા એક નવો પરિમાણ આપ્યો કારણ કે આપણે બધા જાણીએ છીએ કે હીરાનું છેલ્લું ભાગ્ય એ સોનાનો ટુકડો છે જેમાં તે જડવામાં આવે છે તેથી ઘરેણાંનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે.
તેમણે વ્યવહારિક રીતે લાગુ પડતી તકનીકો સાથે જ્વેલરી ડિઝાઇનિંગની રજૂઆત કરી અને સાથે જરૂરી સોફ્ટવેર વડે જ્વેલરીની કોમ્પ્યુટર સહાયક અને ડિઝાઇનિંગ પણ રજૂ કરવામાં આવે છે, વધુમાં તેમણે ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરાયેલ અથવા કોમ્પ્યુટરમાં ૩D માં જોયેલા જ્વેલરીના ટુકડાની સંપૂર્ણ કિંમત પદ્ધતિસર કેવી રીતે કાઢવી તેની ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી તે જ ઉત્પાદન કેવી રીતે કરવું જે ઇન્સ્ટિ્યૂટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ભારતની એકમાત્ર સંસ્થા છે જે હીરા માટે વેલ્યુએશન કોર્ષ પૂરો પાડે છે, જે ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ માટે હંમેશા મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યુ છે, હીરાની કિંમતનું મૂલ્યાંકન કરવું એ માત્ર વેપારનો નિર્ણય જ નથી પરંતુ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય પૈકી એક છે જે કોઈપણ સંસ્થા અથવા કંપનીની ભવિષ્ય નફાકારકતા અને વૃદ્ધિ નક્કી કરશે. પરંતુ, શ્રી અલ્પેશ સંઘવીએ તેમના વર્ષોના વેપારના અનુભવ સાથે પ્રશ્નનો હકારાત્મક જવાબ આપ્યો છે અને વધુ શ્રેષ્ઠતા સાથે તેમના વિદ્યાર્થીઓ માટે ગણતરીઓ સરળ બનાવી છે.
સુરતમાં મેટ્રિક્સ સોફ્ટવેર દ્વારા જ્વેલરી ડિઝાઇનિંગ શીખવવામાં આવે છે તે જ પ્રમાણે મેન્યુલ ડિઝાઇનિંગ કોર્સ એક એવો કોર્સ છે જે માણસની અંદર રહેલી સર્જનાત્મક પ્રતિભાને બહાર લાવે છે. અને દેશ, વિદેશમાં પોતાની નવી ઓળખાણ ઊભી કરે છે. તેમજ અરિહંતમાં જ્વેલરી ડિઝાઇનિંગ કે મેન્યુલ ડિઝાઇનિંગ કોર્સ પૂર્ણ કરતા તેમને ૧૦૦% જોબ પ્લેસમેન્ટ સપોર્ટ ADI દ્વારા આવામાં આવે છે.
હમણાં વર્ષ ૨૦૨૨ના દ્રોણા એવોર્ડ સમારંભમાં એજ્યુકેશન મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી તરફથી અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને “બેસ્ટ જ્વેલરી ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ” થી સન્માનિત કરવામાં આવેલા હતા. ઇન્સ્ટિટ્યૂટ શરૂઆત માત્ર એક ઓફિસ એક વિદ્યાર્થી, એક કોર્સ અને બે ફેકલ્ટીથી શરૂઆત કરવામાં આવી હતી.
જે આજે ૨૩ વર્ષ પછી ૭ શાખાઓ અને ૪૦ થી પણ વધારે ફેકલ્ટી સાથે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વર્ષના ૩૫૦૦થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપનારી સંસ્થા છે આ સંસ્થા તેના ત્રણ પાયાઓ ને અનુરૂપ શરૂ કરવામાં આવી હતી ૧) ગુણવત્તાયુક્ત ટ્રેનિંગ ૨) પ્રેક્ટિકલ ટ્રેનિંગ ૩) નવી ટેકનોલોજી.
ઇન્સ્ટિટયૂટની અંદર ૨૭થી પણ વધારે કોર્ષ ચલાવવા આવે છે. તેમાં ડાયમંડ ગર્ડિંગ, માંર્કિંગ, પોલશિંગ, કટિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ સુધીના બધા જ કોર્ષ ચલાવવામાં આવે છે. આ કૌશલ્ય ટ્રેનિંગમાં ૯૫% પ્રેક્ટીકલ અને માત્ર ૫% થીયરિકલ નોલેજ હોય છે. સંપૂર્ણ ટ્રેનિંગ અને પ્રેક્ટિકલથી વિદ્યાર્થી ને તૈયાર કરવામાં આવે છે. તે જ પ્રમાણે ચાલું નોકરીવાળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટિટયૂટ “રાત્રી બેચ” પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી પોતાના ભવિષ્યમાં આગળ વધી શકે છે.
જ્વેલરી ડિઝાઇનિંગ ઉદ્યોગમાં અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ના ફેકલ્ટી ૫ વર્ષ વધારે અલગ અલગ કંપની માં કાર્યરત તેમજ ઓનલાઇન ફ્રીલાન્સિંગ વર્કના અનુભવ ધરાવતા છે. જેથી વિદ્યાર્થી ને રોજગાર માટે ડિઝાઇનિંગ માં ફેસ વર્ક, 3D જ્વેલરી, લાઈવ માર્કેટ, કોન્સેપ્ટ ને અનુરૂપ મહત્વનું નોલેજ પૂરું પાડવામાં આવે છે.
છેલ્લા વર્ષ ૨૦૨૧ માં નેશનલ જ્વેલરી ડિઝાઇનિંગ સ્પર્ધામાં અરીહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ની વિદ્યાર્થી શ્રીમતી “અનોખી અવિનાશ મહેતા”ને ૩૦૦ પ્રતિસ્પર્ધી સામે ટોપ ૧૦માં આવી અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ નું નઈ પણ પૂરા ભારત માટે ગર્વનું ક્ષણ હતું. તે પ્રમાણે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજીને ધ્યાનમાં લઈને હંમેશા જ અપગ્રેડ રહે છે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે.
સુરતમાં મેટ્રિક્સ સોફ્ટવેર દ્વારા જ્વેલરી ડિઝાઇનિંગ શીખવવામાં આવે છે તે જ પ્રમાણે મેન્યુલ ડિઝાઇનિંગ કોર્ષ પણ એક એવો કોર્સ છે જે માણસ ની અંદર રહેલી સર્જનાત્મક પ્રતિભા ને બહાર લાવે છે. અને દેશ , વિદેશ માં પોતાની નવી ઓળખાણ ઊભી કરે છે. તેમજ અરિહંતમાં જ્વેલરી ડિઝાઇનિંગ કે મેન્યુલ ડિઝાઇનિંગ કોર્ષ પૂર્ણ કરતા તેમને ૧૦૦% જોબ પ્લેસમેન્ટ સપોર્ટ અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે.
અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને તાજેતર માં ૨૦૧૮માં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તરફથી “યંગ અચિવસૅ એવોર્ડ” થી સંમાનિત કરવામાં આવ્યા હતા. અરિહંતના સંચાલક શ્રી અલ્પેશ સંઘવી અને કૃણાલ સંઘવી કહે છે કે આ સન્માન અમારી સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું પણ છે અને અમે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સફળતા અને લોકોના ઉચ્ચ ભવિષ્ય માટે હંમેશા પ્રયાસકરતાં રહીશું.