- Advertisement -
- શું તમારી જિંદગી પણ ‘યંત્ર માનવ’ જેવી બની ગઈ છે?
- તમે તમારા મનની વાત પહોંચાડવા શું-શું કરો છો? (દા.ત. કોઈ આર્ટની મદદ લો છો કે કોઈ આવડતની?)
- શું તમે તમારી આદતોને છોડી શકો છો જે સરવાળે તમારા સહિત બધાને નુકશાન પહોંચાડનારી હોય!
- તમે વાણી-વર્તન-વ્યવહારમાં એકરૂપતા રાખી શકો છો?
- તમે વગરવાંકે પરિસ્થિતેઓના શિકાર બની શકો છો? તેમાંથી બાહર આવવા શું કરો છો!
- તમે મિત્રો મોભા માટે રાખો છો કે શોભા માટે કે લાગણીઓ સમજી-વિચારી જોવા માટે?
- તમારી પાસે એવા લોકો છે જે તમારા લક્ષ્યની નજીક લઈ જવા મદદ કરે?
- શું તમે પૈસા કમાવવાનું મશીન બનીને રહી ગયા છો?
- શું તમારી આસપાસ એવી વ્યક્તિઓ છે જે તમને તમારા લક્ષ્ય અથવા મકસદથી ભટકાવી દેનારી હોય?
- તમે કોઈને પોતાના પક્ષે કરવા શું-શું કરો?
- તમારે માટે મિત્રતા મોજમસ્તીની વસ્તુ છે કે કોઈ અન્ય?
- તમારા જેટલા સંબંધ છે, મોટાભાગે તે ક્યા કારણથી તમારી સાથે જોડાયેલા છે? કે બંધાયેલા છે?
- તમારી આવક ક્યાંથી આવે છે? તે ગૌરવનો વિષય છે કે ગીલ્ટનો?
- તમે તમારી આવક માટે કેવા પ્લાનીંગ કરો છો?
(એક કરતા વધારે આવકની વાત કરીએ તો?) - તમે સેવીંગમાં માનો છો? તમારી મૂડીનું વધારેમાં વધારે વળતર મળી રહે તે રીતે તમે પ્લાનીંગ કરી શકો છો?
- તમે સંપત્તિ વાપરતા પહેલાં શું-શું ધ્યાન રાખો છો?
- તમારી ઈન્કમનો સ્ત્રોત તમને સંતોષ આપે છે કે તમને ડંખે છે?
- તમારી કમાણીનો કેટલામો ભાગ દાન કે ત્યાગ માટે વપરાય છે?
- તમારી આવક તમારા જીવનની મહત્વપૂર્ણ પ્રાથમિકતામાં જ ખર્ચાઈ જાય છે કે તમે એવા ખર્ચા પણ સહેલાઈથી કરી શકો છો, જે આકસ્મિક હોય?
- તમારા વ્યવસાયમાં જોડાયેલા દરેક જણને લાયકાત મુજબ લાભ મળી રહે છે?
- જ્યારે ડીલ બે વ્યક્તિ કે ‘પાર્ટી’ વચ્ચે થવાની હોય ત્યારે બેનિફિટ વિશે તમારો એપ્રોચ કેવો રહે છે? (તમે વિન-વિન અવસ્થામાં માનો છો કે અન્ય?)
- ઈન્કમ જનરેટ કરવા તમે કોઈ સિદ્ધાંત રાખો કે કાયદાઓની પણ ઐસી કી તૈસી કરવામાં માનો?
- શું તમે તમારા શરીરનો અવાજ મન પર ધરો છો?
- શું તમે તમારા મનનો સાદ સાંભળો છો? તમે છેલ્લે તમારી અંતરઆત્માની અદાલતમાં ક્યારે ઊભા રહ્યાં હતા.
- તમે ડરની સાથે કેવી રીતે ડીલ કરો છો?
- તમારો ભગવાન ક્યા રહે છે? દુનિયા શા માટે બનાવવામાં આવી?
- તમે કઈ ઘટના બનવાના વિચારથી ડરી જાઓ છો?
- જો તમારા શહેરમાં ભૂકંપ જેવી સ્થિતિમાં બધુ પાયમાલ થઈ જાય તો તમે શું કરશો?
- તમે એવા પ્રદેશમાં જતા રહો જ્યાં તમારી વાત કે ભાષા સમજી શકનાર કોઈ ન હોય તો ત્યાં એક અઠવાડીયું કઈ રીતે ગુજરાન ચલાવો?
- તમે શારીરિક જરૂરીયાતોને કેટલી મહત્વપૂર્ણ ગણો છો? શા માટે?
- તમે માનસિક ઈચ્છાઓને કેટલું વજન આપો છો? શા માટે?
- શરીર પ્રત્યે તમારું વલણ કેવું છે? શા માટે?
- તમે પોતાની શારીરિક બાબતોની તુલના અન્યો સાથે કરો છો?
- લખતી-બોલતી-વાંચતી વખતે તમે ભાષાશુદ્ધિનો કેટલો આગ્રહ રાખો છો?
- તમે મહિનામાં કેટલા દિવસ મૌન પાળો છો?
- તમે માનો છો કે તલવારના ઘા રુઝાય, જીભના નહીં?
- તમે મધુર વાણી બોલવામાં માનો છો કે રફાફ કે અન્ય?
- તમે કોના અવાજથી પ્રભાવિત છો? શા માટે?
- તમને કોઈ આર.જે ગમે છે, તેનું કારણ શું?
- તમને સૌથી વધુ ક્યો ગાયક/ગાયીકા ગમે? શા માટે?
- તમે બાથરૂમ સિંગર છો કે મહેફિલમાં ગાઈ લો, તેટલી અવાજ મધુરતા ધરાવો છો?
- તમારો અવાજ તમારા ક્યા પૂર્વજને મળતો આવે છે?
- તમે સામાન્ય જીવનમાં કોના-કોના જેવા અવાજો સાંભળવા પસંદ કરો છો?
- કોઈએ ફોનમાં તમને ગીતો સંભળાવ્યા છે?
- તમે કોઈને ફોન કરીને ગીતો સંભળાવો છો?
- વિડીયો કોલમાં તમે મોટાભાગે તમારો ચહેરો અને હાવભાવ જોયા કરો કે સામેવાળાના?
- તમે લોકોના પહેરવેશ અંગે કમેન્ટ કરો છો?
- તમારો પહેરવેશ એક જેવો જ રહે કે બદલ્યા કરો? શા માટે?
- તમે ક્યા રંગના કપડા પહેરવા પસંદ કરો છો?
- વધુ ગમતો રંગ શા માટે વધારે ગમે, કારણ છે કોઈ?
વિસામો
બીજું તો શું થઇ શકે ઓ દોસ્ત!
એકલો હું, ભરું સ્મરણની સભા.
શોભિત દેસાઈ
- Advertisement -