હેમા માલિનીએ ૪થી ઓગસ્ટના રોજ એક ભવ્ય સમારોહમાં IIJS પ્રીમિયરની 38મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. કોલિન શાહ, ચેરમેન, GJEPC, વિપુલ શાહ, વાઇસ ચેરમેન, GJEPC, શૈલેષ સાંગાણી, કન્વીનર, નેશનલ એક્ઝિબિશન, GJEPC સહિતના અન્ય મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમારોહ સંચાલક દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા પછી, GJEPCના ચેરમેન કોલિન શાહે ઉદ્યોગની સુધારણા તરફ કાઉન્સિલની પહેલ વિશે વાત કરી. તેમણે કહ્યું હતું, “કાઉન્સિલ માત્ર ઉદ્યોગની સુધારણા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરવઠો પૂરો પાડવા માટે ફાળો આપે છે એટલું જ નહીં પરંતુ ઉદ્યોગના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા વિદેશી વેપાર કરારો જેવા આંતરરાષ્ટ્રીય એક્સપોઝર તરફ રચનાત્મક પગલાં પણ લે છે. આ તમામ પ્રયાસો બ્રાન્ડ ઈન્ડિયાને શક્તિશાળી બનાવવાની દિશામાં છે.”
શોના કન્વીનર શૈલેષ સાંગાણીએ જણાવ્યું હતું કે આ શોનું આયોજન કોવિડ-૧૯ પછીના સમયગાળામાં કરવામાં આવી રહ્યું છે એટલે આ વર્ષનો IIJS શો “ઇવેન્ટની શોધ અને પુનર્જન્મ” ગણી શકાય. તેમણે નોંધ્યું હતું કે, “આ વર્ષે અમારી પાસે રેકોર્ડ સંખ્યામાં 1,792 કંપનીઓએ શોમાં ભાગ લીધો છે અને તે એશિયાનો સૌથી મોટો શો બનશે. અમારી પાસે આ વર્ષે 2,900થી વધુ બૂથ છે જે અહીં NESCO ખાતે લગભગ 7 લાખ ચોરસ ફૂટ જગ્યાને આવરી લે છે અને લગભગ 37 હજાર મુલાકાતીઓ આ શો માટે નોંધાયા છે. કોવિડ પછી, અમે IIJSનો સમગ્ર થીમ અને બ્રાન્ડ ઇમેજ બદલી નાખી છે.”
હેમા માલિનીએ સંસ્કૃતમાં ધનની દેવી લક્ષ્મીને પૂજતી પ્રાર્થના/શ્લોક સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. તેણીએ કહ્યું, “જેમ દેવી લક્ષ્મી તમામ ઝવેરાતના શણગારને ધારણ કરે છે અને તે સંપત્તિનું મૂર્ત સ્વરૂપ છે, હું આ જ્વેલરી શોને શરૂ કરીને ખૂબ જ વિશેષાધિકૃત, ખુશ અને સન્માનિત અનુભવું છું, જેમાં રત્નો અને આભૂષણોથી સ્ટોલ ઝળકી રહ્યાં છે. આપણા રાષ્ટ્ર અને વિશ્વના વિવિધ ભાગોમાંથી રત્નો અને ઝવેરાતની વિવિધતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ છું. મને લાગે છે કે આ શોની પ્રશંસા કરવા માટે 5 દિવસ પણ પૂરતા નથી.” ત્યારબાદ હેમા માલિનીએ રાષ્ટ્રીય જીડીપી અને અર્થતંત્રમાં યોગદાન માટે હીરા ઉદ્યોગના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેણીએ એમ કહીને સમાપન કર્યું હતું કે, “હીરા ઉદ્યોગ આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરશે.”
- 1,790+ સ્ટોલ ધારકો તેમના ઉત્કૃષ્ટ રત્ન અને ઝવેરાતનું પ્રદર્શન કરી રહ્યાં છે, જે પ્રદર્શન વિસ્તાર 74,497+ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે.
- શોમાં 1200 આંતરરાષ્ટ્રીય બાયર્સ સહિત 37,000 પ્રી-રજિસ્ટર્ડ મુલાકાતીઓ મુલાકાત લેવાના છે.
- “IIJS પ્રીમિયર 2022” હવે MSME યોજના હેઠળ સૂચિબદ્ધ છે
GJEPC, ભારતમાં રત્ન અને ઝવેરાતના વેપારની સર્વોચ્ચ સંસ્થા એ તેનો ફ્લેગશિપ શો IIJS પ્રીમિયર 2022 શરૂ કર્યો હતો. આ શોનું ઉદ્ઘાટન સુશ્રી હેમા માલિની (અભિનેત્રી અને સંસદસભ્ય) કોલિન શાહ (અધ્યક્ષ, GJEPC) દ્વારા કરવામાં આવ્યું હતું; વિપુલ શાહ (વાઇસ ચેરમેન, GJEPC) શૈલેષ સાંગાણી (કન્વીનર, નેશનલ એક્ઝિબિશન્સ, GJEPC) અને સબ્યસાચી રે (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GJEPC) તથા ઘણાં ઉદ્યોગકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શો 4 થી 8 ઓગસ્ટ દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે યોજાઈ રહ્યો છે.
પ્રદર્શકો અને મુલાકાતીઓની સંખ્યાના સંદર્ભમાં, IIJS ને વિશ્વના સૌથી મોટા શોમાંના એક તરીકે ગણવામાં આવે છે જેમાં 1790 થી વધુ સ્ટોલ ધારકો તેમના ઉત્કૃષ્ટ રત્નો અને આભૂષણોનું પ્રદર્શન કરે છે, અને પ્રદર્શન વિસ્તાર 74497+ ચોરસ મીટરમાં ફેલાયેલો છે. આ શોમાં 37000 થી વધુ પૂર્વ-રજિસ્ટર્ડ વેપાર મુલાકાતીઓ છે, જેમાં ભારતના 800+ શહેરો અને 80+ દેશોના 1200 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો સમાવેશ થાય છે.
લોકસભાના માનનીય સાંસદ સભ્ય શ્રીમતી હેમા માલિનીએ દેવી લક્ષ્મી પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “હું ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS), વિશ્વના બીજા સૌથી મોટા જેમ અને જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરીને ખરેખર સન્માનિત છું. આ પ્રદર્શનમાં અલગ-અલગ અને અનોખા ઝવેરાત જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ છું. દરેક સ્ટોલ પર ઓફર કરવા માટે કંઈકને કંઈક અલગ છે. મને લાગે છે કે આ પ્રદર્શનને જાણવા અને માણવા માટે 4 દિવસ ખૂબ ઓછા છે. હીરા ઉદ્યોગ ખરેખર તેમના સ્તરે ઉત્કૃષ્ટ છે, અને ખાસ કરીને મહિલાઓ માટે તો સૌથી પ્રિય છે. આ પ્રકારની પ્રયાસો દ્વારા તમે એક ઉદ્યોગ તરીકે અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છો અને આ આત્મનિર્ભર ભારતના ધ્યેયને હાંસલ કરવાના આપણા વડાપ્રધાનના લક્ષ્યને પ્રોત્સાહન આપશે.”
કોલિન શાહ, ચેરમેન, GJEPCએ જણાવ્યું હતું કે, “IIJS પ્રીમિયર, જેની ગણતરી વિશ્વના ટોચના પાંચ ટ્રેડ શોમાં થાય છે તે દર વર્ષે નવો જ એક બેન્ચમાર્ક સેટ કરે છે. વૈશ્વિક જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં ભારતના નેતૃત્વનું સ્થાન જાળવા માટે આ શો એ પ્રેરક બળ બની ગયો છે. આ વર્ષના અંતમાં દુબઈમાં આઈજેઈએક્સ અને દુબઈમાં ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો સાથે IIJS જેવ પ્રયાસો, સરકાર દ્વારા નિર્ધારિત USD 45.7 બિલિયન G&J નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવા માટે જરૂરી પ્રોત્સાહન આપશે.”
“IIJS પ્રીમિયર 2022 હવે MSME યોજના હેઠળ સૂચિબદ્ધ છે. તેથી, MSME પ્રદર્શકો હવે શોમાં તેમની સહભાગિતા સામે ગ્રાન્ટ માટે અરજી કરી શકે છે,” એમ શાહે ઉમેર્યું હતું.
GJEPCના વાઇસ ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “IIJS પ્રીમિયર, જેની ગણતરી વિશ્વના ટોચના પાંચ ટ્રેડ શોમાં થાય છે, તે દર વર્ષે નવો એક બેન્ચમાર્ક સેટ કરે છે. વૈશ્વિક જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં ભારતના નેતૃત્વનું સ્થાન જાળવા માટે IIJS પ્રીમિયર એ પ્રેરક બળ બની ગયો છે. મુલાકાતીઓ નવી નવી ડિઝાઇન જોવાની અપેક્ષા રાખતા હોય છે જે ગુણવત્તા અને કારીગરીમાં ઉત્કૃષ્ટ હોય છે અને દરેક બજાર સેગમેન્ટને અનુરૂપ સ્પર્ધાત્મક રીતે કિંમતવાળી હોય.”
GJEPCના નેશનલ એક્ઝિબિશનના કન્વીનર શૈલેષ સાંગાણીએ જણાવ્યું હતું કે, “કાઉન્સિલે તમામ કેટેગરીમાં જેમ્સ અને જ્વેલરીના સ્ત્રોત માટે એક વ્યાપક પ્લેટફોર્મ ઓફર કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. 400 નવા પ્રદર્શકો તેમજ અપગ્રેડેડ સુવિધાઓ સાથે શો વધુ મોટો છે. ઉદ્યોગને દરેક સંભવિત રીતે ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતા છે અને અસરકારક પરિણામો આપવા અને સમગ્ર વિશ્વમાં ભારતના ઉત્પાદન અને ડિઝાઇનિંગ કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે અમારી પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોની સારી એવી સંખ્યા છે.”
IIJS પ્રીમિયર 2022ની મુખ્ય વિશેષતાઓ :
- GJEPC વેબસાઈટ અને GJEPC મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન વિઝિટર રજીસ્ટ્રેશન.
- ફેશિયલ રિકોગ્નીશન
- સેલ્ફી લેવા અને બેજ નોંધણી માટે નવીનતમ ફોટો અપલોડ કરવાની ટેકનોલોજી.
- અપલોડ કર્યા વિના દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી.
- મુલાકાતી બેજની સેલ્ફ-પ્રિન્ટિંગ (મુલાકાતી હવે બોર્ડિંગ પાસની જેમ શોની મુલાકાત લેતા પહેલા A4 સાઈઝનો તેમનો બેજ પ્રિન્ટ કરી શકે છે).
- સ્થળ પર કિઓસ્ક દ્વારા સેલ્ફ-બેજ પ્રિન્ટીંગ.
- મુલાકાતીઓ માટે ફર્સ્ટ કમના ધોરણે મફત કાર પાર્કિંગની સુવિધા.
- શ્રેષ્ઠ દરે ફાઇવ-સ્ટાર હોટેલ્સમાં આવાસની સુવિધા.
- અધિકૃત હોટેલોથી આવવા-જવા માટે ટેક્સી સર્વિસ.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) વિશે
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા 1966માં સ્થપાયેલી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ દેશની નિકાસને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ઘણી બધી નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPC) પૈકીની એક છે. 1998થી, GJEPC ને સ્વાયત્ત દરજ્જો આપવામાં આવ્યો છે. GJEPC એ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે અને આજે આ ક્ષેત્રમાં 8,000 સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઈમાં હેડક્વાટર્સ સાથે, GJEPCની નવી દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, સુરત અને જયપુરમાં પ્રાદેશિક ઓફિસો છે, જે તમામ હીરા અને ઝવેરાત ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. આ રીતે તેની વ્યાપક પહોંચ છે અને તે સભ્યોને સીધી અને વધુ અર્થપૂર્ણ રીતે સેવા આપવા માટે તેમની સાથે ગાઢ સંપર્ક કરવા સક્ષમ છે. છેલ્લા દાયકાઓમાં, GJEPC સૌથી વધુ સક્રિય EPC તરીકે ઉભરી આવ્યું છે અને તેની પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં તેની પહોંચ અને ઊંડાણ બંનેને વિસ્તૃત કરવા તેમજ તેના સભ્યો માટે સેવાઓને વિસ્તૃત કરવા અને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat