ખરેખર તો આપણે વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ. જેથી વિવાદ ઓછો થઈ જશે. કેમકે મોટી કંપનીઓ પોતાનો રસ્તો બનાવી રહી છે. તેથી કોઈ તેને નફરત કરે કે પ્રેમ પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં તેનું અસ્તિત્વ મજબૂત કરશે.
વીતેલા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટીક ડાયમંડનો વેપાર ખૂબ જ ઝડપથી વધ્યો છે. હીરા ઉદ્યોગમાં કૃત્રિમ હીરાના ક્ષેત્રેએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. લગ્ન વિષયક વેબસાઈટ ધ નોટના 2021 દ્વારા હાથ ધરાયેલા એક સરવેના રિપોર્ટ અનુસાર 2021માં સગાઈમાં ઉપયોગમાં લેવામાં આવેલી વીંટીઓ પૈકી ચોથા ભાગની વીંટીઓમાં કૃત્રિમ હીરા જડવામાં આવ્યા છે. જે 2019ના વર્ષની સરખામણીએ 11 ટકા વધુ હતા.
તાજેતરના ક્રિસમસમાં લેબગ્રોન ડાયમંડ અંગે ઉદ્યોગનો અભિપ્રાય જાણવાના હેતુથી એક ન્યૂઝ એજન્સી દ્વારા એક સરવે કરાયો હતો. જેમાં વિશ્વના અગ્રણી ઝવેરીઓના ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. કેટલાંક ઝવેરીઓએ સ્વીકાર્યું હતું કે દુલ્હનો માટેના જ્વેલરી માર્કેટમાં સિન્થેટીક ડાયમંડે 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. જોકે, ઉદ્યોગમાં કેટલાંક એવા જ્વેલર્સ પણ છે જે આ બાબતને સ્વીકારતા ખચકાય રહ્યાં છે.
અનેક જ્વેલર્સ એવા છે જે સિન્થેટીક ડાયમંડનો સ્ટોક એટલા માટે રાખે છે કે તેઓ તેનો વેપાર કરવા માંગે છે. તેઓ સિન્થેટીક ડાયમંડના માર્કેટની સાઈઝને સમજી રહ્યાં છે. તેઓ સિન્થેટીક ડાયમંડનો સ્ટોક રાખવામાં કે વેચવામાં નાનપ અનુભવતા નથી.
પ્રશ્ન એ છે કે કુદરતી હીરાના ઉદ્યોગમાં હજુ પણ લેબોરેટરીમાં ઉત્પાદન પામતા કૃત્રિમ હીરા તેનું સ્થાન મેળવી શક્યા છે કે નહીં? શું સિન્થેટીક ડાયમંડ હજુ પણ ઉદ્યોગના મોટા હિસ્સામાં વર્જિત છે? શું હજુ પણ ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડનો વેપાર કરવાનું પસંદ કરતા નથી?
એક ન્યૂઝ એજન્સી સાથેના ઈન્ટરવ્યૂમાં બે જ્વેલર્સે લેબગ્રોન ડાયમંડ અંગે ચર્ચા કરવાનો જ ઈનકાર કરી દીધો હતો. તે બંને જ્વેલર્સે કહ્યું કે તેઓએ અત્યાર સુધી સિન્થેટીક ડાયમંડને પોતાની નજરોથી દૂર રાખ્યા છે.
મેરીલેન્ડના એક જ્વેલરે કહ્યું કે, “આ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. જેમાં ડાયમંડ ડિલર પણ સામેલ છે. જે ખરેખર લેબોરેટરીમાં ઉત્પાદિત હીરાને વેચવાને નિમ્ન દ્રષ્ટિએ જુએ છે. તે જ્વેલરે કહ્યું કે તે નથી ઈચ્છતા કે કુદરતી હીરાના વેપારીઓને એ ખબર પડે કે હું સિન્થેટીક્સ ડાયમંડનો વેપાર કરું છું. કારણ કે મારા કેટલાંક ડાયમંડ ડિલર્સ ખરેખર લેબગ્રોન ડાયમંડના માર્કેટથી હેરાન પરેશાન છે. તેઓ એવું માને છે કે આ એક છલ છે. હું કૃત્રિમ હીરા અને ઝવેરાત એટલે વેચું છું કે કારણ કે ગ્રાહકો તેની ડિમાન્ડ કરે છે. પરંતુ હું ત્યાં સુધી લેબગ્રોન-સિન્થેટીક્સ ડાયમંડ અને જ્વેલરી ડિસ્પ્લે નથી કરતો જ્યાં સુધી કોઈ ગ્રાહક મારી પાસે તેની ડિમાન્ડ નહીં કરે.”
ઈડાહોમાં પણ ઝવેરીઓ ચોરીછૂપીથી સિન્થેટીક્સ ડાયમંડ રાખે છે. તેઓ એવું ઈચ્છે કે ગ્રાહકો નહીં જાણે કે તેઓ કૃત્રિમ હીરાનો સ્ટોક રાખે છે. જ્યાં સુધી ગ્રાહકો તેની ડિમાન્ડ નહીં કરે ત્યાં સુધી તેઓ લેબગ્રોન કે સિન્થેટીક ડાયમંડનો વેપાર કરતા હોવાની વાત બધાથી છુપાવેલી રાખવા માંગે છે. આ ઝવેરીઓ પોતાના વિસ્તારના અન્ય ઝવેરીઓના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના વેપાર અંગેની પ્રતિક્રિયા બાબતે પણ ચિંતિત છે. તેઓને લાગે છે કે જો લોકોને ખબર પડશે કે તેઓ કૃત્રિમ હીરામાંથી નિર્મિત ઝવેરાતનું વેચાણ કરે છે તો ટીકાનો સામનો કરવો પડશે.
મેસાચુસેટ્સના વોર્સેસ્ટરમાં મારીયાની ફાઈન જ્વેલરીના માલિક મારિયા બુડુઓ કહે છે કે જ્યારે લેબગ્રોન માર્કેટમાં અન્ય પ્લેયરો સ્પર્ધામાં નહીં ઉતર્યા ત્યાં સુધી તેઓને લેબગ્રોન કે સિન્થેટીક્સ ડાયમંડ બજાર સમક્ષ રજૂ કરવામાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેના વેચાણમાં મને ઘણી તકલીફ પડી હતી, પરંતુ ધીમે ધીમે ચિત્ર બદલાયું. હવે ગ્રાહકો સિન્થેટીક્સ ડાયમંડ ઈચ્છે છે. હું તે વેચવાનું બંધ નહીં કરું. ગ્રાહકો ઈચ્છશે ત્યાં સુધી હું કૃત્રિમ હીરા ઝવેરાત વેચવા માંગીશ.
બીજી તરફ કેટલાંક ઝવેરીઓ સિન્થેટીક્સ ડાયમંડ વેચતા ખચકાટ અનુભવી રહ્યાં છે. કેટલાંકને સાથી જ્વેલર્સના નિર્ણયનો ડર છે. કેટલાંક ડીલર્સના વલણથી ગભરાઈ રહ્યાં છે.
મૈરીલેન્ડના રોકવિલામાં લેસ્લી ઈ સૈંડલર ફાઈન જ્વેલરીના માલિક લૈસ્લી સૈડલર કહે છે કે કુદરતી હીરાના સપ્લાયર સાથે લેબમાં ઉત્પાદિત ડાયમંડ અંગે મારી કોઈ ચર્ચા થઈ નથી. આપણે સપ્લાયર સાથે સંબંધો જાળવી રાખવાના છે, તેથી આ બાબતે સંવેદનશીલ થવું આવશ્યક છે.
રોકફોડ ઈલિનોઈસમાં ક્લોડિયસ એન્ડ કંપનીના માલિક જ્વેલર માર્ક ક્લોડિયસ આ મતથી સહમત છે. તેઓ કહે છે કે અમારી પર સતત ડાયમંડ સપ્લાયરના ફોન આવતા રહે છે. તેઓ પૂછે છે કે હવે તમે પહેલાંની જેમ ડાયમંડનો ઓર્ડર કેમ આપતા નથી? જ્યારે હું કહું કે હવે સ્ટોકના હેતુથી કુદરતી હીરાની ખરીદી ઘટાડી છે અને લેબગ્રોન ડાયમંડની ખરીદી વધારી છે તો તેઓ કહે છે કે તમારે કૃત્રિમ હીરા વેચવા જોઈએ નહીં. કેટલાંક સપ્લાયર તો રીતસર ગુસ્સે ભરાઈ ખિજવાયા હતા અને કહ્યું હતું કે તમે હીરા ઉદ્યોગના ભવિષ્ય માટે આ સારું કરી રહ્યાં નથી.
અંડર ધ રડાર લેબ ગ્રોન સૈલર્સના સરવેમાં 26,000 ફેસબુક યુઝર્સ જ્વેલર્સ હેલ્પિંગ જ્વેલર્સ છે. આ ફેસબુક પેજ પર 2019માં સિન્થેટીક્સના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો. હવે આ પેજ પર લેબગ્રોન સેગમેન્ટ પર ચર્ચાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે તે પેજ પર નેગેટિવ કોમેન્ટ આવી રહી છે.
જેએચજે (જ્વેલર્સ હેલ્પિંગ જ્વેલર્સ) પેજ ચલાવનારા અલિયા અરુંડલે કહે છે કે અમારા નેટવર્ક પાસે કોઈ નિયમ નથી. કુદરતી હીરાને છોડી તમે માત્ર લેબગ્રોન ડાયમંડના વેચાણ નહીં તમે કૃત્રિમ હીરા વિશે ગમે તેટલાં દાવા કરો પરંતુ તમે એવો દાવો તો નહીં જ કરી શકો કે તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ચીજ છે. તમે તેને વેચી શકો છો પરંતુ જોકે, જ્વેલર્સ માટે સિન્થેટીક્સ વિશે વાત કરવું મુશ્કેલ છે. ઈડાહો ખાતેના એક જ્વેલર મિત્રનું ઉદાહરણ આપતા અલિયા કહે છે કે માત્ર લેબગ્રોન ડાયમંડ અંગે પોસ્ટ કરવા બદલ તે જ્વેલરને ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. તે ઝવેરી એટલો ડઘાઈ ગયો હતો કે લાંબા સમય સુધી તેને બીજી કોઈ પોસ્ટ કરી નહોતી. સૈંડલર કહે છે કે હું જેએચજેનું પેજ મોનીટર કરતો રહું છું. જ્યારે કોઈ સિન્થેટીક્સ વિશે પોસ્ટ કરે છે ત્યારે પેજના મેમ્બર્સ પોતાનો પિત્તો ગુમાવી બેસે છે.
ઈન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ જોઆના પાર્ક ટોંકસને એવું નથી લાગતું કે લેબગ્રોન ડાયમંડનો વિરોધ કરનારાઓની માનસિકતા બદલી શકાય. તેઓ આ દિશામાં પ્રયાસ પણ કરવા માંગતા નથી. આ તરફ અરુંડેલ કહે છે કે મારું કામ લાંબા ગાળાનો વ્યાપાર શોધવાનું છે. મારું ફેસબુક પેજ લેબોરેટરીમાં ઉત્પાદિત કૃત્રિમ હીરાના વેપારને નુકસાન પહોંચાડે તેનો મને કોઈ અફસોસ નથી. કુદરતી હીરાને ચાહનારો વર્ગ માને છે કે તે મૂલ્યવાન છે. કંઈક એવું જે પ્રતિબદ્ધતા દર્શાવે છે. જે કહે છે હું તને પ્રેમ કરું છું. તેથી તમે સંબંધોની શરૂઆત કોઈક એવી વસ્તુથી કરવા માંગશો જે મૂલ્યવાન છે. એવું નહીં જેનું મૂલ્ય ઓછું છે.
લોકો કુદરતી હીરા ખરીદવાના બદલે સીધા જ લેબગ્રોન ડાયમંડ ખરીદવા દોટ મુકે તેવું ભવિષ્ય કોઈ ઈચ્છતું નથી. અલિયા અરૂંડલ ખુશ છે કે તેમનું ફેસબુક પેજ કુદરતી હીરાના પક્ષમાં અવાજ ઉઠાવી રહ્યું છે. અલિયા અરુંડની કહે છે કે લેબગ્રોન ડાયમંડનું વિકસતું બજાર કુદરતી હીરા માટે ચિંતા ઉપજાવે છે.
આ સત્ય બંને પક્ષ સારી રીતે સમજે છે. બંને પક્ષો પોતાનો વેપાર વધારવા એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. અરુંડેલ કહે છે કે લેબગ્રોન ડાયમંડના વેપારીઓએ કુદરતી હીરાના વેપારને નુકસાન પહોંચાડવા એવી અફવાઓ ફેલાવી કે લેબગ્રોન ડાયમંડ વધુ ઈકોફ્રેન્ડલી છે જે કુદરતી હીરા નથી. કુદરતી હીરા રક્તરંજિત છે. જેએચજેનું માનવું છે કે કુદરતી અને સિન્થેટીક હીરા બંને ક્ષેત્રના નિર્માતાઓએ પોતાની તલવારની ધાર તેજ કરવાની જરૂર છે.
આઈજીડીએના અધ્યક્ષ પાર્ક ટોક્સ આ બાબતે કહે છે કે આ મોટા ભાગે જૂની ચર્ચા છે. મને લાગે છે કે સંવાદ આગળ વધવો જોઈએ. મારું માનવું છે કે આપણે એક શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તરફ આગળ વધી રહ્યાં છે. અને જે રીતે આપણે તેને પ્રાપ્ત કરી રહ્યાં છે તે જો તે પરસ્પર સન્માનજક હોવું જોઈએ. એકબીજાને બદનામ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. બલ્કે સમગ્રત: ઉદ્યોગને નુકસાન થશે.
ખરેખર તો આપણે વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ. જેથી વિવાદ ઓછો થઈ જશે. કેમકે મોટી કંપનીઓ પોતાનો રસ્તો બનાવી રહી છે. તેથી કોઈ તેને નફરત કરે કે પ્રેમ પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં તેનું અસ્તિત્વ મજબૂત કરશે. અત્યારે કુદરતી અને કૃત્રિમ હીરા મામલે યુદ્ધનું ચિત્ર છે. કારણ કે ઘણા ઝવેરીઓએ લેબોરેટરીમાં ઉત્પાદિત હીરા હજુ સ્વીકાર્યા નથી. તે કહે છે કે સૈંડલર પ્રારંભમાં લેબગ્રોન ડાયમંડ વેચવાના વિરુદ્ધમાં હતી. સિન્થેટીક હીરા સ્ટોકમાં નહીં રાખી ઓર્ડર પર તે વેચે છે. ત્યારે મને એવું લાગ્યું કે કે તેઓ કૃત્રિમ હીરા બીજા કોઈ પાસે ખરીદવા જઈ રહ્યાં છે. તેથી તેઓ મારી પાસે પણ ખરીદશે. તેથી મેં પણ તે રાખ્યા. જોકે, હું તે મારા દીકરાને નહીં વેચીશ.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM