ભારતના જવેલરે કાંડા ઘડિયાળમાં સૌથી વધારે હીરાનો ઉપયોગ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના કહેવા મજુબ, ઉત્તર પ્રદેશના મેરઠના રેનાની જ્વેલ્સ એક કાંડા ઘડિયાળ પર આટલા બધા હીરા મૂકવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.

Indian jeweller set Guinness World Record for using the most diamonds in a wristwatch-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ભારતની એક જવેલરી કંપનીએ ઘડિયાળમાં સૌથી વધારે ડાયમંડ ફીટ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે વર્લ્ડ રેકોર્ડ કરનારી આ કંપની સુરતની નથી, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠની છે.

જો તમે કાંડા ઘડિયાળને હીરાથી સુશોભિત કરવાનું વિચારો તો તમે વધુમાં વધું કેટલાં હીરા ફીટ કરી શકો? આ સવાલનો જવાબ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આપવામાં આવ્યો છે. ગિનીસે કાંડા ઘડિયાળ પર સૌથી વધુ 17,524 હીરા સ્થાપિત કરવા માટે વિશ્વ રેકોર્ડ ધારકના નામની જાહેરાત કરી છે.

આ જાહેરાત ભારતીયો માટે પણ ખુશીની ક્ષણ હોઈ શકે છે, કારણ કે જે કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી છે તે માત્ર ભારતની છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના કહેવા મજુબ, ઉત્તર પ્રદેશના મેરઠના રેનાની જ્વેલ્સ એક કાંડા ઘડિયાળ પર આટલા બધા હીરા મૂકવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.

આ રેકોર્ડની ચકાસણી 29 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી, પરંતુ ગિનીસે હવે તેની સત્તાવાર જાહેરાત કરી છે. રેનાની જ્વેલ્સે હોંગકોંગની કંપની એરોન શુમ જ્વેલરી લિમિટેડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે, જેણે ડિસેમ્બર 2018માં એક ઘડિયાળમાં 15,858 હીરા લગાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

કંપનીએ આ ઘડિયાળનું નામ Srinkia – The Watch of Good Fortune રાખ્યું છે. રેનાની જ્વેલ્સના સ્થાપક અને CEO હર્ષિત બંસલના જણાવ્યા મુજબ, આ ઘડિયાળની ડિઝાઇન પૌરાણિક ભારતીય વાર્તાઓથી પ્રેરિત છે, જેને અર્થ ફૂલો તરીકે વર્ણવવામાં આવી છે. આ સિવાય તે ધન અને સૌભાગ્યની દેવી લક્ષ્મીનું પણ પ્રતિક છે. બંસલે કહ્યું કે, આ ઘડિયાળનું કુલ વજન 373.30 ગ્રામ છે અને તેને હાથમાં પહેરી શકાય છે. જોકે તેમણે કિંમતનો ખુલાસો કર્યો નથી.

હર્ષિત બંસલે કહ્યું કે, આ ઘડિયાળ બનાવવા માટે સૌપ્રથમ હાથથી ડિઝાઇન સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. જ્વેલરી બનાવતા કામદારો સાથે બેસીને અનેક ડિઝાઇનમાંથી એક ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી હતી. જ્યારે પ્રારંભિક ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે તેનું 3D સંસ્કરણ કમ્પ્યુટર-એઇડેડ-ડિઝાઇન (CAD) ની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ પછી અંતિમ ડિઝાઇન પ્રિન્ટ કરવામાં આવી હતી. આ પછી ઘડિયાળની ચારે બાજુ એકદમ ચિવટાઇથી હીરા ફીટ કરવામાં. લગભગ 5 વિવિધ પ્રકારની પોલિશ પછી, ઘડિયાળનો ઇચ્છિત દેખાવ તૈયાર થઇ શક્યો હતો.

Indian jeweller set Guinness World Record for using the most diamonds in a wristwatch-2

ઘડિયાળ બનાવવા માટે 17,512 વ્હાઇટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે વચ્ચે સુંદર ડિઝાઇન આપવા માટે 12 બ્લેક હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ હીરાને ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યુટની લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે જેથી તેમની શુદ્ધતા અંગે કોઈ શંકા ન રહે.

એક એક હીરાને અલગથી પ્રમાણિત કરવામાં આવ્યા છે. હર્ષિત બંસલના જણાવ્યા અનુસાર, અમારી આખી ટીમે આ ઘડિયાળ બનાવવા માટે મહિનાઓ સુધી અથાક મહેનત કરી છે જેથી તે અસાધારણ સાબિત થઇ શકે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડસના કહેવા મુજબ, ભારતમાં હીરા સંબંધિત રેકોર્ડ તોડવાનું અત્યંત લોકપ્રિય બન્યું છે. ગયા વર્ષે મે મહિનામાં ભારતીય કંપની SWA ડાયમન્ડ્સે એક વીંટી પર સૌથી વધુ હીરા લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

નેચરલ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે નિર્ધારિત કરવા માટે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) દ્વારા હીરાને પ્રમાણિત કરવામાં આવ્યા હતા. રેકોર્ડ માટે નંબર ચકાસવા માટે, દરેક વ્યક્તિગત હીરાની ગણતરી દાગીના અને હીરા નિષ્ણાતની હાજરીમાં કરવાની હતી.

GWR ની માર્ગદર્શિકા અનુસાર, હીરા એવા ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવ્યા હતા કે જેઓ કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) દ્વારા પ્રમાણિત છે, જે “સંઘર્ષ” હીરાને મુખ્ય પ્રવાહના બજારમાં પ્રવેશતા અટકાવે છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS