કલર્ડ સ્ટોન માર્કેટમાં ઉતાર-ચઢાવ થતો જ રહે છે પરંતુ…

સ્ટોન માર્કેટમાં ક્ષણિક ઘટાડો ઇન્ટરનેશનલ લેવલે ઉતાર-ચઢાવને કારણે છે. જેના કારણે ખરીદદારોના વિશ્વાસ અને ખરીદશક્તિ પર અસર થાય છે.

Model holding the 15.1-carat De Beers Blue diamond
15.1-કેરેટ “De Beers Blue” હીરા ધરાવતું મોડેલ. સૌજન્ય : સોથેબી
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમન્ડના માર્કેટમાં થોડા સમય માટે ઘટાડા અંગે જુદા જુદા પ્રકારના અંદાજો લગાવાઇ રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે આ ટ્રેન્ડ લાંબો સમય નહીં રહે. હીરાનું મૂલ્ય લાંબા ગાળે વધતું જ હોય છે. પરિસ્થિતિઓ સુધરતા તેમાં સુધારો તરત આવી જશે.

હીરાના વિશ્લેષક પૌલ ઝિમ્નિસ્કી જણાવે છે કે “સ્ટોન માર્કેટમાં ક્ષણિક ઘટાડો ઇન્ટરનેશનલ લેવલે ઉતાર-ચઢાવને કારણે છે. જેના કારણે ખરીદદારોના વિશ્વાસ અને ખરીદશક્તિ પર અસર થાય છે. જોકે, હીરાના મામલામાં બીજી વસ્તુઓ જેવું નથી. હીરો હમેશા માટે હીરો જ છે. એટલામાં આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવતા જ તે ફરી ઉચકાઇ જશે.”

જાન્યુઆરીના અંતમાં, Tiffany & Co. એ જાહેરાત કરી કે તેણે રિયો ટિંટો પાસેથી સીધા જ આર્ગીલ પિંક અને પર્પલ (વત્તા અતિ દુર્લભ લાલ)નો અંતિમ “નાનો જત્થો” મેળવ્યો છે.

આ જત્થો નવેમ્બર 2020માં ખાણ કાયમી ધોરણે બંધ કરવામાં આવી તે પહેલાંનો છે. ઓસ્ટ્રેલિયન ખાણમાં અંતિમ તબક્કામાં કામગીરી દરમિયાન 35 સ્ટોન્સ મળ્યા, જેને હવે “ધ ટિફની કલેક્શન” તરીકે ઓળખવામાં આવે છે.

ફેન્સી-પિંક હીરાનો વિશ્વનો પ્રાથમિક સ્ત્રોત હવે લગભગ ખતમ થઈ ગયો છે, જોકે, સ્ટોન્સમાં રોકાણ લાંબા ગાળે ફાયદો જ કરાવી જાય તેમ જાણકારો કહે છે.

મહત્ત્વની વાત એ છે કે, “મોટા (અને આ કિસ્સામાં ફેન્સી) હીરા નાનાને વેચે છે” એ કહેવત હીરા ઉદ્યોગમાં ખૂબ જાણીતી છે. જ્યારે લેબ ગ્રોન ડાયમન્ડનું બજાર વધી રહ્યું છે ત્યારે કુદરતી હીરા ના બજાર માટે આ સ્ટોન્સ ખૂબ મહત્ત્વના પૂરવાર થાય છે.

એક અખબારી યાદીમાં, ટિફનીએ નોંધ્યું હતું કે કુદરતી હીરાનું મહત્ત્વ વધારવા માટે કંપનીએ જે રણનીતિ અપનાવી છે તેનો લાભ થશે. તે ઓસ્ટ્રેલિયાના આ સ્ટોન્સ માટે પણ તેનો ઉપયોગ કરશે. તેના ગ્રાહકોને દરેક નવા સોર્સ્ડ હીરાને તેના મૂળ પ્રદેશ અથવા દેશની ઓળખ સાથે આપશે. જ્યારે એક કુદરતી હીરાને આ રીતે ગ્રાહકને અપાય છે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે.

વર્ષ 2014માં ટિફની કે રિયોએ ટિફની કલેક્શન માટે ચૂકવેલ કિંમતનો ખુલાસો કર્યો હતો. ત્યારે, 2.1-કેરેટના હાર્ટ-આકારના આરગાઇલ લાલ હીરાનું વેચાણ આશરે $4.5 મિલિયન અથવા પ્રતિ-કેરેટ-આધારે $2.2 મિલિયનમાં થયું હતું. જ્યારે ત્યારે આરગાઇલ પિંક હીરા લાલ જેટલા દુર્લભ નથી, છતાં તે પ્રતિ-કેરેટના ઊંચા-છ-આંકડામાં વેચાયા હોવાના અહેવાલ છે.

ખરીદી પર ટિપ્પણી કરતા, ટિફનીના CEO એન્થોની લેડ્રુએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે ચૂકવવામાં આવેલી કિંમત આગામી પાંચ, 10 વર્ષમાં (તેઓ) તેનો જે ભાવ થવા જઈ રહ્યો છે તેની સરખામણીમાં કંઇ નથી.

ગત ઑક્ટોબરમાં, “પિંક સ્ટાર” એ 11.5-કેરેટનો “કુશન મિક્સ્ડ કટ, ફેન્સી વિવિડ-પિંક, $58 મિલિયનથી વધુમાં વેચ્યો – જે હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો હીરો છે. આ હીરો 2021 ના અંતમાં તાંઝાનિયાની વિલિયમસન ખાણમાં પેટ્રા ડાયમંડ્સ દ્વારા મેળવવામાં આવ્યો હતો. આ હીરાને રાણી એલિઝાબેથ IIની માલિકીના “વિલિયમસન પિંક ડાયમંડ” સાથે સરખાવવામાં આવી રહ્યો છે પરંતુ તે જુદો છે.

આ વેચાણ “De Beers Blue”ની જેવું હતું. આ 15.1-કેરેટનો ફેન્સી-વિવિડ બ્લુ એપ્રિલ 2022માં $57 મિલિયનમાં વેચાયો હતો. પેટ્રા દ્વારા દક્ષિણમાં તેની કુખ્યાત કુલીનન (અગાઉની પ્રીમિયર) ખાણમાંથી આ સ્ટોન પ્રાપ્ત થયો હતો.

જો કે, 2022ના બીજા ભાગમાં આવા મોંઘા કલર્ડ સ્ટોન્સના બજારમાં થોડો ઘટાડો આવ્યો. ત્રણ ફેન્સી-બ્લુ હીરા (એક કલેક્શનમાંથી) રીતે હરાજીમાં વેચાવામાં નિષ્ફળ ગયા.

નવેમ્બરમાં, પહેલો સ્ટોન, 5.5-કેરેટ, જે સોથેબી દ્વારા $11-15 મિલિયનમાં વેચવાનો અંદાજ હતો, તે રીઝર્વ પ્રાઇસ સુધી પણ પહોંચ્યો ન હતો. પછી ડિસેમ્બરમાં, હરાજીમાંથી 3.2-કેરેટ પરત ખેંચવામાં આવ્યો. આ ઉપરાંત 2.1-કેરેટ, સોથેબી દ્વારા $1.2-1.5 મિલિયનમાં વેચવાનો અંદાજ હતો, તે પણ રીઝર્વ પ્રાઇસ સુધી પહોંચી શક્યો નહીં. આ હીરા (હવે 8 પોલિશ્ડ સ્ટોન્સ) “ધ લેટલાપા તાલા કલેક્શન” નામથી પાંચ રફ સ્ટોન્સમાંથી કાપવામાં આવ્યા હતા, જેનું ઉત્પાદન પેટ્રા દ્વારા 2020માં કુલીનન ખાતે કરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આવું થવા પાછળનું કારણ તાજેતરના મહિનાઓમાં અસ્થિર વૈશ્વિક મેક્રો-ઈકોનોમિક બેકડ્રોપ હતું. પરંતુ સ્ટોન માર્કેટ માટે વધુ ફટકો પશ્ચિમી દેશોમાં પ્રતિબંધો અને ચાઇના તથા રશિયામાં આવા ખાસ હીરાઓના ખરીદદારો કોવિડ-સંબંધિત પ્રતિબંધોથી પ્રભાવિત થવાથી પડ્યો છે.

____________________________________________________________

Paul Zimnisky, CFA is a leading independent diamond industry analyst and consultant based in the New York metro area. For regular in-depth analysis of the diamond industry please consider subscribing to his State of the Diamond Market, a leading monthly industry report; an index of previous editions can be found here. Also, listen to the Paul Zimnisky Diamond Analytics Podcast on iTunes or Spotify. Paul is a graduate of the University of Maryland’s Robert H. Smith School of Business with a B.S. in finance and he is a CFA charterholder. He can be reached at [email protected] and followed on Twitter @paulzimnisky.

Disclosure: At the time of writing, Paul Zimnisky held a long equity position in Lucara Diamond Corp, Brilliant Earth Group, Star Diamond Corp, Newmont Corp and Barrick Gold Corp. Paul is an independent board member of Lipari Diamond Mines, a privately-held Canadian company with an operating kimberlite mine in Brazil and a development-stage asset in Angola. Please read full disclosure at www.paulzimnisky.com

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS