જ્યારે હોલિડે 2022 અપેક્ષાઓને પુરી કરી શકી નહોતી, જ્યારે રજા 2022 અપેક્ષાઓ પૂરી કરી શકી ન હતી, ત્યારે હોલસેલર્સ એકંદરે સારું વર્ષ અને 2023ના પડકારોને પહોંચી વળવા માટે આશાવાદી રહે છે. જો કે, કન્ઝયૂમર કોન્ફિડન્સની ચિંતા પણ તેમને છે.
ન્યુયોર્ક – રોકડ પ્રવાહની ખાતરી…
વ્યવસાયમાં 35 વર્ષથી વધુ સમય પછી, યોની નિત્ઝાનીએ 2022ને “બીજા-શ્રેષ્ઠ વર્ષ” તરીકે ટાંક્યું છે. 2021 પછી જ્યારે હોલિડે સિઝન હોલસેલ લેવલે સારી નહોતી ત્યારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં વેચાણ ભડકે બળ્યું હતું. યોની નિત્ઝાનીએ કહ્યું કે, મોટાભાગના રિટેલ ક્લાયન્ટ તેમના વેચાણથી ખુશ હતા.
ન્યુયોર્કની હોલસેલ પોલો જેમ કંપનીના માલિક નિત્ઝાનીએ સમજાવ્યું હતું કે, “રિટેલર્સ સંપત્તિ ખરીદવા માટે અનિચ્છા અનુભવે છે, તેઓ કન્સાઇનમેન્ટ પર ખરીદી કરવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું કે, જો તમે સારું કરી રહ્યાં હોવ તો પણ મંદી, મોંઘવારી અને સ્લોડાઉનની વાતમાંથી તમે છટકી શકો તેમ નથી. રિટેલર્સને તેમના નાણાંને ઈન્વેન્ટરીમાં જોડવામાં ડર લાગે છે.”
નિત્ઝાનીએ કહ્યુ કે, “2 કેરેટ અને તેનાથી ઉપરની સાઇઝના ડાયમંડનું હોલિડે સીઝનમાં નોંધપાત્ર વેચાણ થયું હતું. ફેન્સી ડાયમંડમાં મજબુતાઇની સાથે સારા ભાવ પણ મળ્યા. પરંતુ મારું માનવું છે કે રાઉન્ડ ડાયમંડમાં કઇંક અંશે બજાર સેચ્યુરેટેડ જોવા મળ્યું.”
તેમની વ્યૂહરચના એ છે કે ખરીદીની તકોનો લાભ લેવા માટે પોઝિટિવ કેશ ફ્લોને સુનિશ્ચિત કરીને ઇન્વેન્ટરીનું સ્તર ઊંચું રાખવું. તે લિક્વીડીટીની સમસ્યાઓનો સામનો કરતા નાના અને મધ્યમ કદના ઉત્પાદકો પાસેથી રાઉન્ડ પર વધુ સારી કિંમતોની અપેક્ષા રાખે છે.
નિત્ઝાની વર્ષ 2023 માટે બુલીશ છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ વર્ષ સારું રહેશે. સ્લો ડાઉન આવે તો પણ તે સખત અને લાંબો સમય નહીં હોય.
Houston – ગ્રાહક ફોકસ
સેલ્સ ડિરેક્ટર ગૌરવ ખંડેલવાલ ઉર્ફે GK કહે છે, “ગિફ્ટ આપવાનો પરંપરાગત ધસારો હ્યુસ્ટન, ટેક્સાસમાં યુનિયન જેમ્સ ખાતે ક્યારેય સાકાર થયો નથી. ખંડેલવાલે એક રિપોર્ટમાં કહ્યું છે કે, ડિસેમ્બરમાં વેચાણ સામાન્ય મહિના કરતા અંદાજે હતું. મોટી સાઇઝના ડાયમંડ માટે તે અસામાન્ય સિઝન હતી જેમાં મોટા હીરાનું વેચાણ જોવા મળ્યું હતું. 3 કેરેટ અને તેનાથી વધારે સાઇઝમાં ધારણાં કરતા વહેલું.”
જેમની ફાઇન મેઇક ડાયમંડસની સ્પેશિયલાઇઝડ કંપની છે તેવા ખંડેલવાલે કહ્યું કે, વેચાણ હજુ સારુ છે અને વર્ષ 2018 અને વર્ષ 2019 કરતા હિસ્ટોરીકલ બેટર. પરંતુ વર્ષ 2021 જેવું નહીં.
ખંડેલવાલે કહ્યું કે, ઉદ્યોગના બિઝનેસ મોડલ વિકસિત થઈ રહ્યા છે. અમે છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત બિઝનેસ જોયો છે. અને લેબગ્રોનમાં આવેલી વ્યાપકતા દૂર થઈ રહી નથી. ખંડેલવાલે કહ્યુ કે,લેબગ્રોન, ડાયમંડ બિઝનેસનો મોટો હિસ્સો હડપ કરી રહ્યું છે.
ભવિષ્યની વાત કરીએ તો, આગાહી કરવા માટે તે મુશ્કેલ સમય છે, તે પ્રતિબિંબિત કરે છે, ફુગાવો, ડાઉન સ્ટોક માર્કેટ અને ટ્રાવેલીંગ પર લોકો પુષ્કળ ખર્ચ કરે છે તેની પર.
“Higher level of customer centricity” તરફ વ્યૂહરચના બદલવામાં, ખંડેલવાલ ગ્રાહકો સાથે વધુ નજીકથી કામ કરી રહ્યા છે. “તેમના છૂટક ગ્રાહકોને સમજીને દરેક સ્ટોરની જરૂરિયાતો અનુસાર અમારી ઑફરિંગને વ્યક્તિગત કરવાના વધુ પ્રયત્નોથી વધુ મજબૂત અને વધુ લક્ષ્યાંકિત સહયોગ થશે જે અમારા બંને માટે ફાયદાકારક રહેશે, એમ ખંડેલવાલે કહ્યું હતું.”
ખંડેલવાલે કહ્યુ કે,મને લાગે છે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારું કામ ઠીક રહેશે. વર્ષના અંતમાં મંદી હોય, તો પણ સગાઈઓ, વર્ષગાંઠો અને અન્ય ઉજવણીઓ થશે. અમે આ સાયકલમાંથી અગાઉ પસાર થઇ ચૂક્યા છીએ.
Scottsdale : ખર્ચા ઓછા કરો
રાલ્ફ મુલર તહેવારોની મોસમને લઈને ખંડેલવાલની લાગણીઓનો પડઘો પાડે છે. એરિઝોનાના સ્કોટ્સડેલમાં રાલ્ફ મુલર એન્ડ એસોસિએટ્સના સ્થાપક અને માલિક કહે છે, અમારી પાસે હોલિડેના મોટા વેચાણ હતા. પરંતુ, ઓવરઓલ લોકોએ ખરીદી કરવાનું બંધ કરી દીધું હતું. ડિસેમ્બર સામાન્ય મહિના કરતા વધારે સારો નહોતો. તેમણે કહ્યુ કે, અર્થવ્યવસ્થા અને કોવિડ-19 પછીની અનુમાનિત વાસ્તવિકતા કે લોકો જવેલરી ખરીદવાને બદલે અનુભવ આધારિત ખરીદીઓ પર તેમના નાણાં ખર્ચશે.
તેમની કંપની ડાયમંડ, કલર જેમ સ્ટોન અને જ્વેલરીમાં નિષ્ણાત છે અને તે લગભગ માત્ર સેકન્ડરી માર્કેટમાંથી જ ખરીદે છે. મુલર આર્થિક અસ્વસ્થતાના વધુ સંકેત તરીકે તે ચેનલમાં વસ્તુઓની વધુ ઉપલબ્ધતા તરફ નિર્દેશ કરે છે.
તેઓ 2023 માટે બેરોમીટર તરીકે AGTA GemFair, Tucson તરફ જોઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે, મને નથી લાગતું કે આપણે ભૂતકાળની જેમ જ આ વખતે હાજરી જોઈશું.
તેમણે કહ્યું કે, હું હંમેશા શ્રેષ્ઠ ઇરાદા સાથે શરૂઆત કરું છું, પરંતુ બિઝનેસ 15 ટકા અને 20 ટકાની વચ્ચે ઘટી શકે છે, જ્યારે ધંધો સ્લો ચાલતો હોય ત્યારે ખર્ચ ઓછો રાખવાની ચાવી છે. જ્યારે ધંધો ધીમો હોય છે, ત્યારે અમે વધુ સારી ખરીદી કરીએ છીએ અને જ્યારે ધંધો ઝડપી હોય છે, ત્યારે અમે વધુ સારું વેચાણ કરીએ છીએ. કેટલીક વાર આપણે ડાઉન અર્થતંત્રમાં વધુ પૈસા કમાઈ શકીએ છીએ.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM