જીજેઈપીસી દ્વારા એક્સપોર્ટ અંગે નોલેજ સૅમિનાર અમદાવાદમાં યોજાયો

આ સેમિનારમાં ફેક્ટરીમાંથી સીધી વિશ્વના ગ્રાહકોને કેવી રીતે જ્વેલરી એક્સપોર્ટ કરવી તેની ઝીણવટભરી સમજણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી.

GJEPC conducted Knowledge Seminar on Export in Ahmedabad
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, AHMEDABAD

હીરા અને ઝવેરાત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) સતત ઉદ્યોગના વિકાસની દિશામાં પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં જીજેઈપીસી દ્વારા અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જીજેઈપીસીના ગુજરાત રિજનલ કચેરી દ્વારા વેપારી સભ્યોના નાના પાર્સલને નિકાસ કેવી કરવા તે અંગે માર્ગદર્શન આપવા સંબંધિત સેમિનાર યોજ્યો હતો.

જીજેઈપીસી દ્વારા આયોજિત આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા નાના વેપારીઓને એક્સપોર્ટમાં કઈ રીતે આગળ વધવું તે અંગે સમજણ આપવામાં આવી હતી. તા. 27મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ વેપારી સભ્યોએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.  આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ  વિજય માંગુકિયાએ કરી હતી અને અમદાવાદ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જીગર સોની તથા શિપમેક્સના પ્રમુખ વિવેક શર્મા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ સેમિનારને સંબોધતા જીજેઈપીસીના રિજનલ ચૅરમૅન વિજય માંગુકીયાએ અમદાવાદના વેપારીઓ પાસે જ્વેલરીની નિકાસની અસીમ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ શહેરના જ્વેલર્સ વિદેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ કરી શકે છે એવું જણાવતા માંગુકીયાએ કહ્યું હતું કે વિશાળ તકો રહેલી છે. આ તકોને સમયસર ઝડપી લેવાની જરૂર છે. તે માટે અમદાવાદના જ્વેલર્સે નિકાસના માળખાને સુવ્યવસ્થિત ગોઠવવાની આવશ્યકતા છે. કસ્ટમ વિભાગનો સહયોગ મેળવીને આ દિશામાં આગળ વધવાની જરૂર છે. ચેનલ ગોઠવવાની જરૂરિયાત છે. આ મામલે જીજેઈપીસી સતત પ્રયાસરત છે અને વેપારી, જ્વેલર્સ સભ્યોને યોગ્ય મદદ પુરી પાડવા હંમેશા તત્પર છે એમ માંગુકીયાએ ઉમેર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ અમદાવાદના જ્વેલર્સને પડતી તકલીફો અને તેની ચિંતાઓનો ઉકેલ લાવવા બદલ જીજેઈપીસીનો આભાર માન્યો હતો.

જીજેઈપીસીના ઈ-કોમર્સ પોલિસીના ડેપ્યુટી ડિરેક્ટર નીતિન ખંડેલવાલે આ પ્રસંગે ઓનલાઈન બિઝનેસની તકો અંગે પ્રકાશ પાડ્યો હતો. ખંડેલવાલે ઈ કોમર્સ પોલિસી ઘડવાના કાર્યમાં જીજેઈપીસીને પડેલી તકલીફો અને પડકારોને સામનો કરવા અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જ્યારે વિવેક શર્માએ જ્વેલર્સે કેવી રીતે પોતાની ફેક્ટરીમાં બનતા ઝવેરાતને સીધા વિશ્વના ગ્રાહકોને એક્સપોર્ટ કરવા તે અંગે ઝીણવટભરી સમજણ આપી હતી. આખી પ્રક્રિયા ખૂબ જ સરસ રીતે સમજાવી હતી. જીજેઈપીસીના આસિસ્ટન્ટ ડિરેક્ટર રજત વાનીએ આગામી IIJS Tritiya બેંગ્લોરમાં યોજવાની વાત કરી હતી અને તે માટે કઈ રીતે વિઝિટર્સે બુકિંગ કરાવવું તેની વિસ્તૃત માહિતી આપી હતી.

____________________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS