વર્ષ 2021ની સરખામણીએ બ્રિલિયન્ટ અર્થ કંપનીનું વેચાણ ઘટ્યું છે. વર્ષ 2021ની મજબૂત હોલિડે સિઝનની સરખામણીએ ચાલુ વર્ષે કન્ઝ્યુમર ડિમાન્ડ 2022માં ઘટતા ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે બ્રિલિયન્ટ અર્થના વેચાણમાં 1.9 ટકાના ઘટાડા સાથે 119.6 મિલયન ડોલરનું જ વેચાણ રહ્યું હતું.
કંપનીના સીઈઓ બેથ ગેર્સ્ટેઈને કહ્યું કે કંપનીએ પર્યાવરણવાદી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો, જેની અસર પડી છે. કંપની દ્વારા પર્યાવરણલક્ષી આક્રમક માર્કેટિંગ પ્રમોશનલ નીતિ અપનાવવામાં આવી હતી. જેના લીધે આવક 116 મિલિયન ડોલરથી 126 મિલિયન ડોલરની વચ્ચે આવક ઓનલાઈન જ્વેલરી કેટેગરીમાં આંકવામાં આવી હતી.
નવેમ્બરમાં કંપનીએ ચોથા ક્વાર્ટર માટે તેમના વેચાણના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. ગ્રાહકોએ ખરીદીમાં દાખવેલી સાવચેતીના લીધે રિટેલ સ્ટોર્સ પર ડિસ્કાઉન્ટીંગ વધ્યું હતું તેની અસર પડી હતી.
પ્રમોશન ઘટાડી ગુણવત્તામાં સાવચેતી સાથે બ્રાન્ડની પ્રતિષ્ઠાને જાળવવામાં કંપની દ્વારા ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. જેના લીધે કંપનીએ નફાના માર્જિનમાં વધારો રાખવામાં સફળ રહી હતી.
જોકે કંપનીનો ચોખ્ખો વાર્ષિક નફો 46 ટકા ઘટી 6.2 મિલિયન ડોલર જ થયો હતો. વર્ષ દરમિયાન વેચાણ 16 ટકા વધી 439.9 મિલિયન થયું હતું જ્યારે ચોખ્ખો નફો 28 ટકા ઘટીને 19 મિલિયન ડોલર થયો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM