બોત્સવાનામાં હીરાના ઉદ્યોગ માટે એક નવા યુગની શરૂઆત છે. કારણ કે બેલ્જિયનની ઉત્પાદક કંપની એચબી એન્ટવર્પમાં બોત્સવાના સરકાર થોડો હિસ્સો હસ્તગત કરવા જઈ રહી છે. આ સોદા માટે ડી બિયર્સ સાથે વાટાઘાટો ચાલી રહી છે. બોત્સવાના સરકાર એચબી એન્ટવર્પ સાથે આ સફરની શરૂઆત કરી રહી છે.
બોત્સવાનાના પ્રમુખ મોકગ્વેત્સી માસીસીએ જણાવ્યું હતું કે, બોત્સવાના માટે આ કરાર ગેમ ચેન્જર છે. બોત્સવાના માટે આ નવી શરૂઆત છે. આ ભાગીદારી દ્વારા આફ્રિકન દેશ ૨૪ ટકા હિસ્સો એચબી એન્ટવર્પમાં ખરીદશે, જે મોટા કદના હીરામાં નિષ્ણાત છે તેમ મસીસીએ ઉમેર્યું હતું.
બોત્સવાનાની સરકારી માલિકીની હીરાની કંપની ઓકાવાંગો ડાયમંડ કંપની (ODC) પાંચ વર્ષ માટે રફ ડાયમંડ એચબીને સપ્લાય કરશે.
બંને પક્ષો કમર્શિયલ ટર્મ્સ પર સંમત થયા છે અને એપ્રિલમાં આ કરાર પર હસ્તાક્ષર કરવાની દિશામાં આગળ વધ્યા છે. મસીસીએ કહ્યું હતું કે કયા પ્રકારના રફ ડાયમંડના જથ્થાની સપ્લાય આ કરાર હેઠળ કરવામાં આવશે તે હજુ નક્કી નથી. તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે. ડી બિયર્સ સાથેની વાટાઘાટોમાં શું નક્કી થાય છે તેની પર બધો આધાર રહેલો છે. કેટલા પ્રમાણમાં રફનો જથ્થો સપ્લાય થશે તે પણ નક્કી નથી. જોકે, આ કરારની ડી બિયર્સ પર કોઈ અસર પડશે નહીં. આ પ્રેસ કોન્ફરન્સમાં ડી બિયર્સના પ્રતિનિધિઓ ઉપલબ્ધ નહોતા.
એચબી બોત્સવાના ફેક્ટરીના ઉદ્દઘાટન પ્રસંગે થયેલી જાહેરાત અનુસાર ડી બિયર્સ કંપની સાથેના બોત્સવાનાના ભાવિ સંબંધો અંગે આગામી મહીને ચર્ચા થશે. હાલમાં ખાણ કંપની અને બોત્સવાના સરકાર વચ્ચે લાઈસન્સ, ખાણકામ, વેચાર કરાર જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા ચાલી રહી છે. અગાઉનો પુરવઠાના સપ્લાયનો સોદો ૨૦૨૦ના અંતમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ કોવિડ સહિતના અન્ય કારણોના લીધે તે વારંવાર લંબાવવામાં આવ્યો હતો, જેના લીધે એવી અટકળો ઊભી થઈ હતી કે બોત્સવાના વર્તમાન કરાર અને વેપારથી નાખુશ છે. અફવાઓ તો એવી પણ હતી કે ODC દેશની ખાણોમાંથી આવતા રફનો મોટો હિસ્સો વેંચી શકે છે. હાલમાં પેરાસ્ટેટલ કંપની પાસે ડેબસ્વાનામાંથી ૧૫ ટકા રન ઓફ માઈનમાં પ્રોડક્શનના હક છે, જે ડી બિયર્સ અને બોત્સવાના સરકાર વચ્ચે ૫૦ ૫૦ ટકાની ભાગીદારી સાથેનું સાહસ છે.
એચબીને પણ સંભવિત ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. કંપની અગાઉથી જ લુકારા ડાયમંડ કોર્પોરેશન સાથે સપ્લાયના કરાર ચાલુ રાખ્યા છે. કેરોવે ખાણની રફ ૧૦.૮ કેરેટથી વધુ માટે છે, જે માઈનર્સને અંતિમ પોલિશ્ડ મૂલ્યનો હિસ્સો જાળવી રાખવા સક્ષમ બનાવે છે.
જોકે, હવે બોટ્સવાના સરકારે એચબી સાથે મળીને મિનરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું બિઝનેસ મોડલ બનાવ્યું છે, જેમાં એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે અને મૂળ દેશો સાથે જોડાઈને સહિયારો આર્થિક વિકાસ કરી સમૃદ્ધિ લાવવા માટે કામ કરી શકે તેમજ સમગ્ર પ્રક્રિયાને ધરમૂળથી સુધારી શકે તે દિશામાં કામ કરવાનું નક્કી કરાયું છે, એમ માસીસીએ ઉમેર્યું હતું. માસીસીએ કહ્યું કે, અમને ખબર છે કે અમારે એટલે કે બોત્સવાના સરકારે રફ ડાયમંડની સપ્લાયની કામગીરીમાં મૂળભૂત રીતે અનેક ફેરફાર કરવાની જરૂર છે અને આ કરાર અમારું તે દિશામાં મહત્ત્વનું પગલું છે. અમારા દૃષ્ટિકોણને સમજે અને અમારી પ્રગતિમાં મદદરૂપ થાય તેવા ભાગીદારો શોધવાની અમારી જરૂરિયાત છે, જે દિશામાં હવે અમે આગળ વધી રહ્યાં છીએ.
એચબી બોત્સવાના ડાયમંડ કટીંગની ફેસિલિટી વિકસાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમે હાલની સુવિધાઓ કરતા ૧૫ ગણા મોટા કદની કટિંગ ફેસિલિટીનું ઉદ્દઘાટન કર્યું છે એમ બેલ્જિયન કંપનીના કો-ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર રાફેલ પેપિસ્મેડોવે જણાવ્યું હતું.
દરમિયાન ડી બિયર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે ડેબસ્વાના માટે લાંબા ગાળાના માઈનીંગ લાઈસન્સ અને વેચાણ કરાર માટે સંમત થવા રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથેની અમારી વાટાઘાટો અંગે ખૂબ રસ ધરાવે છે. આ વાટાઘાટોના કેન્દ્રમાં અમારી ૫૪ વર્ષની ભાગીદારી તેમજ બોત્સવાના સામાજિક, આર્થિક વિકાસને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે મુદ્દે રહેશે. અમે બોત્સવાના સાથે ૫૪ વર્ષથી જોડાયેલા છે, ખરેખર તો અમે તેનાથી દિલથી જોડાયેલા છીએ. પાછલા ૫ દાયકામાં ડી બિયર્સે બોત્સવાનાને ભાગીદાર તરીકે જે આપ્યું છે તેની પર અમને ગર્વ છે. મર્યાદીત કુદરતી સંસાધન વચ્ચે અમે સતત બોત્સવાના શ્રેષ્ઠ આપતા રહ્યાં છીએ. આગામી દિવસોમાં પણ અમે તેની ખાતરી કરવા માગીએ છીએ કે અમે અમારી સામુહિક ક્ષમતાથી બોત્સવાના વિકાસમાં ઉમેરો કરીશું તેમ ડી બિયર્સના પ્રવક્તાએ ઉમેર્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM