સુરત: સુરતની એક મોટા ગજાની ડાયમંડ કંપનીને સુરતના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા રૂપિયા 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા આ અંગે માહિતી જાહેર કરતા કંપની પર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ કંપની દ્વારા રત્નકલાકારોને તેમનો હક્ક આપવામાં આવતો નથી.
હીરા ઉદ્યોગ ઘણા કારખાનાઓમાં કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો ને મજૂર કાયદા હેઠળના મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે છે જેના કારણે હીરાઉદ્યોગમાં રત્નકલાકારો બરબાદ થઈ રહ્યા છે અને હીરાઉદ્યોગમાં એક તરફી વિકાસ થઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે આવેલી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડની મોટી ફેકટરી કે જેમાં અંદાજે 2,000 કામદારો કામ કરે છે. આ કંપની દ્વારા મજૂર કાયદા હેઠળ રત્નકલાકારોને લાભ નહીં મળતા હોવાની લેબર વિભાગમાં ફરિયાદ કરાઈ હતી, જેના અનુસંધાને લેબર વિભાગે મારૂતિ ઇમ્પેક્સને બે કેસમાં 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પોતાની કંપનીમા કામ કરતા રત્નકાલકારોને પ્રોવિડન્ટ ફંડ,પગાર સ્લીપ, ઈએસઆઈસી, ઓળખપત્ર, મોંઘવારી પ્રમાણે પગાર વધારો, બોનસ, હકરજા, ગ્રેજ્યુઈટી, ઓવરટાઈમ પગાર, કેન્ટીન, સહિત ના લાભો આપવા પડે છે ત્યારે એ લાભો આપી કારીગરોનું જીવન સુધારવાને બદલે બીજે દાન ધર્માદા કરતા લોકો એ પહેલા રત્નકલાકારોને તેમના હક અધિકાર આપવા જોઈએ જેથી એ બરબાદ ના થાય અને તેમના પરિવારનુ ભવિષ્ય પણ ઉજ્જવળ બને અત્યારે હીરાઉધોગ માં હીરાની સાથે રત્નકલાકારો ઘસાઇ રહ્યા છે.
ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના ભાવેશ ટાંકે કહ્યું કે, “થોડા સમય અગાઉ મારુતિ ઇમ્પેક્સ દ્વારા ભાવનગર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ હાજરી આપી હતી ત્યારે પોતાની જ કંપનીમાં કામ કરતા કામદારોને તેમને મજૂર કાયદા મુજબના મળવાપાત્ર લાભોથી વંચિત રાખી પાયમાલ કરવામાં આવતા હોય તે કંપનીના કાર્યક્રમમા દેશના પ્રધાનમંત્રીને બોલાવી તેમની ગરિમાને ઠેસ પહોંચાડવામા આવે છે જે વાજબી નથી.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM