ટાટા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્ક દ્વારા તાજેતરમાં સોલિટેર કલેક્શન ‘સેલેસ્ટે x સચિન તેંડુલકર’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરના 50માં જન્મદિવસના શુભ અવસર પર ક્રિકેટરની નોંધપાત્ર સિદ્ધિઓના સન્માન આપવાના હેતુથી આ કલેક્શન લૉન્ચ કરાયું હતું.
આ કલેક્શન 100-પીસનું લિમિટેડ એડિશન છે. આ સોલિટેર કલેક્શન માસ્ટર બ્લાસ્ટરની 100 આંતરરાષ્ટ્રીય સદીની ઉજવણીના પ્રતિકરૂપે બનાવાયું છે. ‘તનિષ્ક સેલેસ્ટે x સચિન તેંડુલકર’માં મહિલાઓ અને પુરુષો બંને માટે અદભુત ડિઝાઇનનો સમાવેશ થાય છે, જેમાં વીંટી, કાનની બુટ્ટી અને બ્રેસલેટનો સમાવેશ થાય છે. તનિષ્ક સેલેસ્ટેના ઉત્પાદન માટે હસ્તકલાનો ઉપયોગ કરાયો છે. તેમજ સચિન તેંડુલકરની શૈલી અને વ્યક્તિત્વને અનુરૂપ ડિઝાઈન કરવામાં આવી છે.
આ કલેક્શનના લોન્ચિંગ પ્રસંગે તનિષ્ક-ટાઈટન કંપનીના માર્કેટિંગ અને રિટેલના વાઈસ પ્રેસિડન્ટ અરુણ નારાયણે જણાવ્યું હતું કે, તનિષ્ક સેલેસ્ટેનું લોન્ચિંગ મહત્વપૂર્ણ છે. કારણ કે અમને સૌથી ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરાયેલા સોલિટેર હીરા રજૂ કરવામાં આનંદ થાય છે, જે ચમકતા હોય છે. અજોડ દિવ્યતા, ચમક અને અગ્નિનું પ્રતિક છે આ કલેક્શન. આ કલેક્શનમાં દરેક જ્વેલરી પીસ સચિન x સેલેસ્ટે સ્પેશિયલ એડિશન સોલિટેર એક વિશિષ્ટ “સચિન, બ્રિલિયન્ટ બાય ડિઝાઇન!” કોફી ટેબલ બુક સાથે મળશે.
સચિન તેંડુલકરે કહ્યું, તનિષ્ક સાથે આ વિશિષ્ટ લિમિટેડ-એડિશન કલેક્શન બનાવવું અને તેને જીવંત બનાવવું એ આનંદની વાત છે. તનિષ્ક એક આદરણીય બ્રાન્ડ છે જે તેની ડિઝાઇનની જટિલતા, વિશ્વાસ પરિબળ અને ઉત્તમ ગ્રાહક જોડાણ માટે જાણીતી છે. તનિષ્ક સેલેસ્ટે એ કાળજીપૂર્વક ક્યુરેટ કરેલ નવીન સંગ્રહ છે જે ક્રિકેટની એકીકૃત ભાવનાને પણ ઉજવે છે. મને આશા છે કે આ ભાગીદારી ગ્રાહકોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે નવા રસ્તાઓ ખોલશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM