ટિફની એન્ડ કું.એ ૧૦૦ મિલિયન ડોલરનું દાન કરી માઈલસ્ટોન હાંસલ કર્યો

વિશ્વના મહાસાગરોમાં ૧૧ મિલિયન ચોરસ કિલોમીટરથી વધુનું રક્ષણ તેમજ ૩૦થી વધુ દેશોમાં પરવાળાના ખડકોને સુરક્ષિત કરવા સહિત અનેક સિમાચિહ્નરૂપ કાર્યો કર્યા છે.

Tiffany and Co achieved the milestone by donating $100 million
ક્રેડિટ : મેટ કર્નોક, ઓશન ઇમેજ બેંક, ગ્રેટ બેરિયર રીફ ફાઉન્ડેશન
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ટિફની એન્ડ કંપની ફાઉન્ડેશને દુનિયાના સૌથી કિંમતી સમુદ્ર કિનારા અને લેન્ડસ્કેપના સંરક્ષણનું સમર્થન કરવાના હેતુથી પોતાના ફાઉન્ડેશનની સ્થાપના પછી ૧૦૦ મિલિયન ડોલરથી વધુનું પુરસ્કાર આપવાની જાહેરાત કરીને એક માઈલસ્ટોન પાર કરી લીધો છે. બે દાયકા કરતા વધુ સમયથી ફાઉન્ડેશન દુનિયાભરમાં અગ્રણી સંગઠનોનું આ મામલે સમર્થન કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન બે દાયકા કરતા વધુ સમયથી પર્યાવરણની રક્ષાના હેતુથી કાર્ય કરતા વિવિધ સંગઠનોની મદદ કરતું આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ માટે ફાઉન્ડેશન કાર્યરત રહ્યું છે. આ ફાઉન્ડેશન પોતાના કાર્યના ત્રીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે આ ફાઉન્ડેશન ભવિષ્યની પેઢી માટે પૃથ્વીના ગ્રહની પ્રાકૃતિક સુંદરતા જળવાઈ રહે તે માટે સમર્પિત રહ્યું છે.

ફાઉન્ડેશને વૈશ્વિક સ્તર પર તેના કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રભાવ છોડ્યા છે. પાછલા વર્ષોમાં ફાઉન્ડેશને આ ક્ષેત્રે મેળવેલી સફળતા પર પ્રકાશ ફેંક્યો છે. જેમ કે દુનિયાભરમાં ૩૦થી વધુ સમુદ્રી સંરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ અને કાર્યાન્વિત, દુનિયાના મહાસાગરોમાં ૧૧ મિલિયન વર્ગ કિલોમીટરથી વધુની રક્ષા, ૩૦થી વધુ દેશોમાં પરવાળાના ખડકોને સુરક્ષિત કરવા, સમગ્ર વિશ્વમાં ત્યજી દેવાયેલી ખાણોની સફાઈ, અમેરિકન વેસ્ટ અને ૧૦ મિલિયન એકર પર્યાવરણીય રીતે સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ જમીનોનું રક્ષણ કરે છે.

ટિફની એન્ડ કંપની ફાઉન્ડેશનના અનુદાન પ્રાપ્ત કર્તાઓમાં કન્ઝર્વેશન ઈન્ટરનેશનલ, વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટી, ઓશન્સ ૫, ધ ગ્રેટ બેરિયર રીફ ફાઉન્ડેશન, કોરલ રીફ એલાયન્સ, ધ નેચર કન્ઝરર્વન્સી, ટ્રાઉટ અનલિમિટેડ, ક્લાર્ક ફોર્ક ગઠબંધન, કન્ઝર્વેશન લેન્ડ્સ ફાઉન્ડેશન જેવી અનેક જાણીતી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશને પીસ ડાયમંડ રિસ્ટોરેશન ઈનિશિયેટીવ દ્વારા સિએરા લિયોનમાં ત્યજી દેવાયેલી હીરાની ખાણોના પુનઃસંગ્રહને સમર્થન આપ્યું છે.

ટિફની એન્ડ કું. ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૦માં કંપનીના પરોપકારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવાના હેતુથી કરવામાં આવી હતી. તે દિવસથી ફાઉન્ડેશન પરોપકાર અને પર્યાવરણની જાળવણીના પ્રયાસોમાં સક્રિયપણે વ્યસ્ત રહ્યું છે. જેનો હેતુ વૈશ્વિક સ્તરે દરિયાઈ જળસ્તરો અને લેન્ડસ્કેપ્સને લાભ આપવાનો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS