મુંબઈમાં યોજાયેલા જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં સોનાના ભાવો આસમાને પહોંચવા છતા સૌથી સારો બિઝનેસ જનરેટ થવાને કારણે આયોજકો અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ચહેરા પર ચમક આવી ગઇ છે. કિંમતી ધાતુ, જેમ સ્ટોન અને અન્ય પ્રોડક્ટ્સ સાથેના આ એક્ઝિબિશનની મળેલી સફળતા આગામી દિવસોમાં બિઝનેસમાં એક નવો પ્રાણ ફુંકશે એવું ઉદ્યોગકારોનું માનવું છે.
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દ્વારા આયોજિત B2B GJS એક્સ્પોની 3જી આવૃત્તિનું 7 એપ્રિલ થી 10 એપ્રિલ 2023 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (NESCO), મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે GJCના ચૅરમૅન અને GJSના કન્વીનર સૈયમ મહેરા, GJCના વાઈસ ચૅરમૅન અને GJSના સહ કન્વીનર રાજેશ રોકડે અને વેપાર-ઉદ્યોગના અન્ય પ્રતિષ્ઠિત સભ્યો પણ હાજર હતા એમ કાઉન્સિલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ રાહુલ નાર્વેકરે ઉદ્યોગ સમર્પિત મેગેઝિન ‘GJC કનેક્ટ’ લૉન્ચ કર્યું હતું. મહારાષ્ટ્રના સ્પીકરે ઉદઘાટન બાદ પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, પ્રદર્શન એ આર્ટ એન્ડ ક્રાફ્ટ મેકીંગ જ્વેલરીનું સેલિબ્રેશન છે, જેમાં કિંમતી ધાતુઓ, જેમ સ્ટોન અને અન્ય સામગ્રીની શ્રેણીનો સમાવેશ કરતી શ્રેષ્ઠ કૃતિઓ દર્શાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, GJS આજે એક સીમાચિહ્નરૂપ શો તરીકે ઓળખાય છે, જે પ્રતિભા, કલા ઉત્પાદકતા અને નૈતિક વેપારના મૂલ્યોને મોટા પાયે વિશ્વમાં પ્રદર્શિત કરે છે. મારા મતવિસ્તારમાં રેટ્સ અને વેરાયટી ઓફ ડિઝાઈન બંનેની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું બુલિયન માર્કેટ છે.
GJSના ચૅરમૅન અને GJSના કન્વીનર સૈયમ મહેરાએ કહ્યું હતું કે, આ વખતે ગોલ્ડના ભાવો ઘણા ઊંચા હોવા છતા શો ખૂબ જ પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે, શોમાં ભાગ લેનારા 15,000 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોના પ્રતિસાદથી અમને આનંદ થયો અને અમે 80 ટનથી વધુનો બિઝનેસ કર્યો છે. તે ભારતમાં જ્વેલરી ઉદ્યોગની સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે અને અમે Jio સેન્ટર, મુંબઈ ખાતે અમારી આગામી દિવાળી એડિશન પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
GJCના વાઈસ ચૅરમૅન અને GJSના કો કન્વીનર રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે, “GJS #Humaraapnashow ની 3જી આવૃત્તિની સફળતાથી સંતોષ વ્યક્ત કરતાં મને આનંદ થાય છે, સોનાના ભાવમાં સતત વધારો થવાને કારણે ઊભા થયેલા પ્રચંડ પડકારો છતાં, GJS શો ખરેખર નોંધપાત્ર રહ્યો છે. અમારા શોને સફળ બનાવવા માટે મુલાકાતીઓનો વિશેષ આભાર માનું છું. અક્ષય તૃતીયા અને લગ્નની સિઝન પહેલા શોના આ આયોજનથી શોની ભવ્યતા વધી છે.”
GJSમાં ટોચના જ્વેલરી મેન્યુફેકચરર, જેમ્સ અને જ્વેલરીના હોલસેલ વેપારીઓ તેમજ સમગ્ર ઉદ્યોગના ડીલરોનો સમાવેશ થાય છે. આ શોમાં સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ રિટેલર્સ, જથ્થાબંધ વેપારી, ઉત્પાદકો, વેપારીઓ અને પ્રતિનિધિઓને ભેગા કરવામાં આવ્યા હતા. GJS એ વ્યાપાર કરવા માટેનું અલ્ટીમેટ સોર્સિંગ પ્લેટફોર્મ છે અને ભારતીય બજારમાં દરેક જ્વેલર્સ માટે એક ઇવેન્ટમાં હાજરી આપવી આવશ્યક થઇ ગઇ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM