ઇઝરાયલની કંપની યોન્ડોરે સત્તાવાર રીતે ભારતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે. ગઈ તા. 12 એપ્રિલના રોજ કંપનીએ ભારત ખાતેની ઓફિસ ખુલ્લી મુક્કી હતી. આ કંપની દેશમાં વેપારની નવી તકો ઊભી કરવા અને સંબંધો ગાઢ બનાવવા તેમજ માલસામાનની ખરીદીનું કાર્ય કરશે.
ઇઝરાયલ સ્થિત સપ્લાયર યોન્ડોર ડાયમન્ડ્સે વિનસ જ્વેલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પ્રિયંક કોઠારીને તેની ભારતમાં કામગીરીના વડા તરીકે નિયુક્ત કર્યા છે. કંપની તેના દ્વારા ઓફર કરાયેલા પત્થરોની શ્રેણીને વિસ્તારવા માંગે છે ત્યારે આ પગલું આવ્યું છે.
કંપનીના ભારત સ્થિત ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, યોન્ડોરની આ ઓફિસ તેજીવાળા સ્થાનિક રિટેલ ક્ષેત્રમાં મદદરૂપ બનશે. તે 3 કેરેટથી ઉપરના હીરાના સપ્લાયર તરીકે, યોન્ડોર ઓફિસનો ઉપયોગ બે કેરેટથી નીચેના ડોઝિયર ગુડ્સ, કટિંગ માટેના હીરા, સાઈડ સ્ટોન અને ફૅન્સી કલર્સ સહિતની પોલિશ્ડની વિશાળ વિવિધતા મેળવવા માટે આધાર તરીકે કામ કરશે.
યોન્ડોર કંપની સામાન્ય રીતે ઇઝરાયેલમાં ઉત્પાદન કરે છે અને યુએસ, ભારત, હોંગકોંગ અને દુબઇ સહિત વિશ્વભરના ગ્રાહકોને નિકાસ કરે છે.
સ્થાપક ભાગીદાર ડોરોન સેરોયાએ જણાવ્યું હતું કે, “અમે પ્રિયંકને અમારી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ, ડાયમંડ્સ અને રિલેશનશિપ મેનેજમેન્ટમાં તેની નિપુણતા યોન્ડોર ડાયમંડ્સમાં વધુ મૂલ્ય ઉમેરશે.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM