સોથેબીની હરાજીમાં દુર્લભ 55.22 કેરેટ એસ્ટ્રેલા-દ-ફુરા રૂબી રેકોર્ડ તોડવા માટે તૈયાર

એસ્ટ્રેલા-દ-ફ્યુરા જૂનમાં, ન્યૂયોર્કમાં સોથેબીના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ સેલ દરમિયાન, $30 મિલિયનથી વધુમાં વેચવાની અપેક્ષા છે.

Rare 55.22-carat Estrella-de-Fura ruby set to break record at Sotheby's auction-1
સૌજન્ય : Sotheby's
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સોથેબીઝ ક્વિગ બ્રુનિંગ, હેડ ઓફ જ્વેલ્સ, અમેરિકાએ જણાવ્યું કે હરાજીમાં એસ્ટ્રેલા-દ-ફુરા અત્યાર સુધીનો સૌથી મોંઘો રૂબી બનવાની તૈયારીમાં છે.

ગુબેલિન જેમ લેબના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે, મોઝામ્બિકમાં ફ્યુરાની રૂબી ખાણમાં શોધાયેલ, એસ્ટ્રેલા-દ-ફ્યુરા માત્ર તેના મોટા કદ માટે જ નહીં, પરંતુ તેના સેચ્યુરેટેડ અને હોમોજિનિયસ લાલ રંગ માટે પણ અનન્ય છે, તે એટલો ક્લિયર છે કે “તેના કદની સરખામણીમાં અન્ય કોઈપણ અનહિટેડ રૂબીમાં તે સર્વોત્તમ છે”

એસ્ટ્રેલા-દ-ફ્યુરા એ હરાજીમાં દેખાતું સૌથી મોટો રૂબી છે અને આ જૂનમાં, ન્યૂયોર્કમાં સોથેબીના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ સેલ દરમિયાન, $30 મિલિયનથી વધુમાં વેચવાની અપેક્ષા છે.

જ્યારે શોધવામાં આવ્યું ત્યારે, તેનું વજન લગભગ 101 કેરેટ હતું! તેના ખરબચડા સ્વરૂપમાં પણ, એસ્ટ્રેલા-દ-ફ્યુરાને તેના ફ્લોરોસેન્સ, ઉત્કૃષ્ટ સ્પષ્ટતા અને તેના રંગમાં આબેહૂબ લાલ રંગ માટે નિષ્ણાતો દ્વારા એક અસાધારણ શોધ તરીકે ગણવામાં આવે છે. તેનો લાલ રંગ કબૂતરના રક્ત તરીકે ઓળખાય છે, જે પરંપરાગત રીતે ફક્ત બર્મીઝ માણેકનો જ છે.

સોથેબીના જણાવ્યા મુજબ, આ રત્ન ક્રોમિયમમાં ખૂબ સમૃદ્ધ છે જેના કારણે જ્યારે તે સૂર્યપ્રકાશ જેવા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે સળગતો લાલ ફ્લોરોસેન્સ ફેલાવે છે.

હાલમાં સૌથી મોંઘા રૂબી માટે વૈશ્વિક હરાજીનો રેકોર્ડ ધરાવે છે, તે બર્માની સનરાઈઝ રૂબી છે. 25.59-કેરેટનું રુબી જે 2015માં સોથેબીની જીનીવા હરાજીમાં $30.3 મિલિયન ($1,185,451 પ્રતિ કેરેટ)માં વેચાયું હતું.

મોઝામ્બિક રૂબી તરીકે પણ જાણીતો એસ્ટ્રેલા-દ-ફ્યુરા, બર્મીઝ સનરાઇઝ રૂબી કરતાં બમણા કરતાં વધુ વજન ધરાવે છે, પરંતુ તે બર્મીઝ રૂબી જેટલી જ કિંમતે વેચાવાનો અંદાજ છે.

કિંમતી રત્નની કિંમતની ગણતરી વખતે  અન્ય વિવિધ પરિબળો શું છે ધ્યાનમાં લેવામાં આવે છે?

હરાજીમાં વેચાણ માટે કોઈપણ વસ્તુનો અંદાજ કાઢવો એ એક બાજુ કળા છે તો બીજી બાજુ આંશિક વિજ્ઞાન પણ છે. એસ્ટ્રેલા-દ-ફ્યુરા : 55.22 કેરેટ માટે, અમારો અંદાજ કાઢવા માટે અમે ચોક્કસપણે ભૂતકાળના અસાધારણ રૂબીને જોયા. જેમાં સનરાઈઝ રૂબીનો સમાવેશ પણ થાય છે. પછી અમે એસ્ટ્રેલા-દ-ફ્યુરાના અનન્ય લક્ષણો, તેના અપ્રતિમ કદ, તેની અસાધારણ સ્પષ્ટતા અને તેના અદ્ભુત રંગને ધ્યાનમાં લીધા. આ બધાના આધારે અમે ચોક્કસ એસ્ટીમેટ સુધી પહોંચ્યા.

સોથેબી કેવી રીતે નક્કી કરે છે કે કિંમતી રત્ન હરાજીમાં જવા માટે યોગ્ય છે? તેમાં કયા પરિબળો સામેલ છે?

અમે દર વર્ષે હજારો સ્ટોન્સ જોઈએ છીએ અને તેમાંથી માત્ર કેટલાક જ વેચીએ છીએ. અમે એ જોઇએ છીએ કે ઓપન માર્કેટમાં તેની કેટલી ડિમાન્ડ છે.

એસ્ટ્રેલા-દ-ફ્યુરા જેવા સ્ટોન માટે, તમે હરાજી માટેની શક્યતા નક્કી કરો તે પહેલાં, શું તમે અગાઉથી ખરીદદારો નો રસ જાણો છો ખરા?

અમે જ્વેલરી માર્કેટમાં ઉચ્ચતમ સ્તરે ગ્રાહકો સાથે તેમના રસ વિશે સતત વાત કરીએ છીએ.

શું તમે સોથેબીઝ ખાતે હરાજી કરાયેલ આઇકોનિક રુબીઝના ઇતિહાસ વિશે વિગતવાર કહી શકો છો? તેમના વિશે શું અનોખું હતું અને શા માટે તેઓ હરાજીમાં ઊંચી કિંમતો મેળવે છે?

એસ્ટ્રેલા-દ-ફ્યુરા : 55.22 પહેલા બે મહાન રૂબી છે સનરાઈઝ રૂબી અને પછી ગ્રાફ રૂબી. તે બંને મહાન સંગ્રહમાંથી આવ્યા હતા.

સરનાઇઝ અસાધારણ યુરોપિયન સંગ્રહમાંથી આવ્યો હતો અને ગ્રાફ રૂબી (બર્મીઝ પણ) ગ્રીક ફાઇનાન્સર, દિમિતિરી માવરોમેટિસના સંગ્રહમાંથી હતો. ગ્રાફ રૂબીની હરાજી ફરી લોરેન્સ ગ્રાફને $8.6 મિલિયનમાં કરવામાં આવી હતી.

અલબત્ત, તે એસ્ટ્રેલા-દ-ફ્યુરા : 55.22ના અવિશ્વસનીય કદની નજીક ક્યાંય પણ નથી.

જૂનમાં મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સની હરાજીમાં બીજા કયા મુખ્ય રત્નોની હરાજી થવાની છે? તેમના વિશે શું ખાસ છે?

અમે ઇટરનલ પિંક ડાયમંડ પણ વેચીશું, જે એક અતિ-દુર્લભ રત્ન છે જે હરાજીમાં અત્યાર સુધીના સૌથી મૂલ્યવાન જાંબલી-ગુલાબી હીરા તરીકે બજારમાં આવી રહ્યું છે. તે 10.57 કેરેટમાં, કુશન-કટ ડાયમંડ આંતરિક રીતે ક્લિયર ફૅન્સી વિવિડ પર્પ્લિશ પિંક ડાયમંડ છે. તે અત્યાર સુધીનો સૌથી શુદ્ધ ગુલાબી હીરો છે જે બજારમાં આવ્યો છે અને તેની કિંમત $35 મિલિયનથી વધુ છે.

કોઈપણ હીરા અથવા રત્ન ($3,311,258 પ્રતિ કેરેટ) પર મૂકવામાં આવેલ પ્રતિ કેરેટ અંદાજની સૌથી વધુ કિંમત આ સ્ટોન વહન કરે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS