DIAMOND CITY NEWS, SURAT
કેનેડાની રિયો ટિન્ટોની ડાયવિક ખાણમાં ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. ચાલુ વર્ષના પહેલાં ક્વાર્ટરમાં ઉત્પાદન ઘટ્યું છે. ખાણ કંપનીને ખુલ્લા ખાડામાંથી કાચી ધાતુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
રિયો ટિન્ટોએ એપ્રિલમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 31મી માર્ચના રોજ પૂરા થતાં ત્રણ મહિનામાં ઉત્પાદન દર 4 ટકા ઘટ્યો છે. આ સમયગાળામાં 954,000 કેરેટ ડાયમંડનું ઉત્પાદન થઈ શક્યું છે, જે પાછલા ક્વાર્ટરની સરખામણીએ 28 ટકા જેટલું ઓછું રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીએ સાઈટ પર કેટલાંક પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો, જેના લીધે ઉત્પાદન પ્રક્રિયા ખોરંભાઈ હતી.
ખાણ કંપની એ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 427,000 ટન કાચી ધાતુ કાઢવાની પ્રક્રિયા કરી હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 14% ઘટાડો અને પાછલા ત્રિમાસિક ગાળામાં 20% ઘટાડો હતો.
રિયો ટિન્ટોએ જાહેર કર્યું કે, પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેના હાલના A21 ખુલ્લા ખાડાની નીચે ભૂગર્ભ ખાણકામ શરૂ કરવા માટે $40 મિલિયનનો ખર્ચ કરશે. તે વિસ્તરણ ખાણના જીવનમાં એક વધારાનું વર્ષ અને 1.4 મિલિયન રફ કેરેટ્સ ઉમેરશે. Diavik 2026ના પ્રથમ ક્વાર્ટરમાં વ્યાપારી ઉત્પાદન સમાપ્ત કરે તેવી અપેક્ષા છે. કંપનીનું અનુમાન છે કે વર્ષ 2022 માટે ઉત્પાદન 4.7 મિલિયન કેરેટ પર પહોંચ્યા પછી સમગ્ર વર્ષ માટે હીરાની કુલ રીકવરી 3 મિલિયનથી 3.8 મિલિયન કેરેટની વચ્ચે આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM