DIAMOND CITY NEWS, SURAT
પ્રમાણિકતા, સેવા, દાન અને ઉદ્યોગ સાહસને વરેલા રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટાએ 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કૅન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ.
કોઇ ઉદ્યોગપતિના અવસાનમાં આખો દેશ ભાવુક બને તેવી આ પહેલી ઘટના હતી.રતન ટાટાએ પોતાનું સમગ્ર જીવન દેશ અને ભારતના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ઘણા લોકો તેને ભારત રત્ન આપવાની પણ માંગ કરી રહ્યા છે. જોકે રતન ટાટા આ દેશ માટે ખરેખર અમૂલ્ય રત્ન હતા.
ખૂબ જ ઉમદા, સત્યવાદી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા રતન ટાટાને આ દેશ ક્યારેય નહીં ભૂલે. લોકો તેમને યાદ કરી રહ્યા છે અને પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરતના એક હીરાના વેપારીએ 11000 અમેરિકન હીરાની મદદથી રતન ટાટાનું અદભુત પોટ્રેઈટ બનાવ્યું છે. આ પોટ્રેઈટ બનાવનાર કલાકારનું નામ છે વિપુલભાઈ જેપીવાલા. જેમણે હીરાની મદદથી દિવંગત રતન ટાટાનું વિશાળ પોટ્રેઈટ બનાવીને તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.
પોટ્રેઈટ બનાવતા આ કલાકારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે, કલાકારે નાના અમેરિકન હીરાથી તેમની એક મોટી તસવીર બનાવી છે. રતન ટાટા ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.
પીઢ ઉદ્યોગપતિ રતન ટાટા નું ધ્યાન ઊભરતી ટેક્નોલૉજી, હેલ્થકેર, ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા સાહસો જેવા ક્ષેત્રોમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ પર હતું. રતન ટાટા આ સ્ટાર્ટઅપ્સ માટે માત્ર રોકાણકાર જ નહોતા પરંતુ સલાહકાર અને માર્ગદર્શક તરીકે તેમને માર્ગદર્શન પણ આપતા હતા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube