DIAMOND CITY NEWS, SURAT
ગૃહમ ડેવલપર્સે રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રે એક દાયકાથી વધુનો અનુભવ ધરાવતો વ્યવસાય શરૂ કર્યો છે. 2013માં મુકેશ મોતીસરીયા, કેતન પાલડીયા અને હરેશ મોતીસરીયાએ આ કંપનીની સ્થાપના કરી હતી. તેઓએ અત્યાર સુધી 26થી વધુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટસનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેના દ્વારા 7000 હજાર પરિવારોએ પોતાના સપનાના ઘર મેળવી શક્યા છે.
કંપનીની વિશેષતા એ છે કે તેઓ અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ પ્રિમિયમ, લક્ઝરી અને બેસ્ટ-ઇન-ક્લાસ પ્રોજેક્ટ્સ પૂરા પાડે છે. ગૃહમ ડેવલપર્સે અનુસરવા યોગ્ય અને સફળ બિઝનેસ પ્રેક્ટિસ વિકસાવી છે, જે સમય અને બજારના ઉથલપાથલ વચ્ચે પણ મજબૂતી સાથે અડીખમ ઊભું છે અને નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. આવો સમજવાનો પ્રયત્ન કરીએ કે તેમના આ મોડલની શું ખાસ વાત છે.
મજબૂત મૂલ્યો : સફળતાના મજબૂત પાયા
ગૃહમ ડેવલપર્સની સફળતાનું રહસ્ય તેમની મજબૂત મૂલ્યપ્રણાલી (વૅલ્યુ સિસ્ટમ)માં છે. તેઓ પ્રામાણિકતા અને નૈતિકતા (ઇન્ટિગ્રીટી), વિશ્વાસ (ટ્રસ્ટ), નવીનતા (ઇનોવેશન), ગ્રાહક કેન્દ્રિતતા (કસ્ટમર સેન્ટ્રિસિટી), સતત સુધારણા (કંટીન્યુઅસ ઈમ્પ્રુવમેન્ટ), અને સૉલ્યુશન ઓરિએન્ટેડ અભિગમ જેવા સિદ્ધાંતોને બિઝનેસના પાયામાં છે.
નાણાકીય સંચાલન અને રોકાણની મજબૂત પ્રણાલીઓ
પ્રોજેક્ટ ફાઈનાન્સિંગ : ગૃહમ ડેવલપર્સ બહારના કોઈ ફાઇનાન્સ પર આધારિત નથી. તેઓ પોતાની મૂડીના મજબૂત નાણાકીય આયોજન દ્વારા તમામ પ્રોજેક્ટસને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે.
જમીન ખરીદી પહેલાં બજારનું વિશ્લેષણ : જમીન ખરીદતાં પહેલા, કંપની દ્વારા માર્કેટ સર્વે અને નીડ-ગેપ એનાલિસિસ કરવામાં આવે છે, જેથી બેસ્ટ-લેન્ડ યુઝ નક્કી કરી શકાય અને પ્રોજેક્ટ લૉન્ચ કરી શકાય.
ઉત્પાદન ગુણવત્તા અને સતત સુધારાની દિશા
ક્વોલિટી કંટ્રોલ : સાઈટ પર આવતા દરેક મટીરિઅલનું ક્વોલિટી કંટ્રોલ માટે પરીક્ષણ કરવામાં આવે છે. જાપાનીઝ સિદ્ધાંત ‘કાઇઝેન’ને અનુસરીને, કંપની પ્રોડક્ટ, પ્રોસેસ અને વ્યક્તિગત સ્તરે સતત સુધારામાં વિશ્વાસ રાખે છે.
પ્રોજેક્ટ્સની પૂર્ણતા અને સમયબદ્ધતા : ગૃહમ ડેવલપર્સ કન્સ્ટ્રક્શન શરૂ થયા પછી, તે કોઈ પણ કારણસર અટકે નહીં અને તે સમયસર પૂરું થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે દરેક પ્રોજેક્ટ બીફોર કે ઓન ટાઈમ પૂરું થાય તેની કાળજી રાખવામાં આવે છે, જેથી પ્રોજેક્ટ કોસ્ટ ન વધે અને ગ્રાહકોને સમયસર પઝેશન મળે.
પ્રોજેક્ટમાં ડિઝાઈન, પ્લાન્ટેશન, ક્વોલિટી, હાઉસકિપિંગ, આરામ, ઉપયોગીતા, સસ્ટેનેબિલિટી અને બેસ્ટ-ઈન-ક્લાસ એમેનીટીઝનો સમન્વયનો પ્રયન્ત કરવામાં આવે છે.
ગ્રાહકોને હરેક ટચ-પોઇન્ટ પર સારામાં સારો એક્સપેરિયેન્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે
ગ્રાહક કેન્દ્રિત અભિગમ
ગ્રાહક અપેક્ષાઓથી આગળ : કંપની પોતાના ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને, તેમની જરૂરિયાતોને પહોંચી વળતી અને અપેક્ષાઓથી વધુ પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે.
સર્વશ્રેષ્ઠ ગ્રાહક અનુભવ : પ્રોજેક્ટમાં ડિઝાઈન, પ્લાન્ટેશન, ક્વોલિટી, હાઉસકિપિંગ, આરામ, ઉપયોગીતા, સસ્ટેનેબિલિટી અને બેસ્ટ-ઇન-ક્લાસ એમેનીટીઝનો સમન્વય કરવામાં આવે છે. તેનાથી ગ્રાહકોને દરેક ટચ-પોઇન્ટ પર શ્રેષ્ઠ અનુભવ મળે છે.
ગ્રાહકોની નારાજગીના નિવારણ માટેનો પ્રયત્ન : આ કંપની ક્યારેય પણ પોતાના નારાજ ગ્રાહકોને અવગણતી નથી. તેઓના પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલવા માટે સતત સાંભળીને, તેને વાચા આપવાનો તાત્કાલિક પ્રયાસ કરે છે.
પ્રોજેક્ટ્સમાં પ્રોફિટથી વધારે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય : ગૃહમ ડેવલપર્સ એવા પ્રોજેક્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેમાં કદાચ પ્રોફિટ ઓછું હોય, પરંતુ ગ્રાહકો માટે તે વધુ ઉપયોગી અને માંગ ધરાવતા હોય.
માર્કેટમાં પ્રતિસ્પર્ધાત્મક કિંમતો : તેમના પ્રોડક્ટ્સ બજારમાં થોડી સસ્તી પડી, તો પણ ચલાવી લઈ શકાય, પરંતુ માર્કેટ વૅલ્યુ કરતા મોંઘી ના હોય તે માટે ખાસ કાળજી રાખવામાં આવે છે.
સામાજિક જવાબદારી અને પર્યાવરણની કાળજી
પર્યાવરણની કાળજી : ગૃહમ ડેવલપર્સના પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 1,25,000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગૃહમ લક્ઝીરીયા અને ગૃહમ ક્લબ લાઈફ પ્રોજેક્ટસમાં પણ ગ્રીનરી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંનું તાપમાન ઓછું રહે છે અને હવાની ગુણવત્તા સુધરે છે.
સમાજ અને નીતિનિયમોનું પાલન : સરકારી રૂલ્સ અને કમ્પ્લાયન્સીસ અને સામાજિક ધારાધોરણો – નીતિનિયમોને આવકારીને અને તેનું પૂર્ણપણે પાલન કરવામાં આવે છે.
ટીમ બિલ્ડિંગ અને ફીડબેક સિસ્ટમ
કર્મચારી અભિગમ : ગૃહમ ડેવલપર્સે દરેક સ્તર પર કર્મચારીઓને જવાબદારી સાથે ઓથોરિટી આપવામાં આવે છે. આથી, કોઈ પણ સમસ્યા તેનો ઉકેલ તે લેવલ પર જ થઇ શકે અને ગ્રાહકો અને સ્ટાફને વારંવાર મેનેજમેન્ટ પાસે નહીં આવવું પડે.
ફીડબેક સિસ્ટમ : દરરોજ, સાપ્તાહિક અને માસિક મિટિંગ્સ દ્વારા ફીડબેક લેવામાં આવે છે. કર્મચારીઓ અને ગ્રાહકોના અભિપ્રાયો સાંભળીને, તેના આધારે પ્રોબ્લમ સોલ્વિંગ પર ભાર મૂકવામાં આવે છે.
બેસ્ટ વર્કપ્લેસ : કંપનીએ દરેક સ્ટાફને બેસ્ટ વર્કપ્લેસ પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને ફિમેલ સ્ટાફ માટે, ઘર કરતા પણ વધારે સારું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
કર્મચારીઓના સમર્પણને માન્યતા અને આદર : કોઈપણ કંપનીની સફળતા રિસેપશનિસ્ટથી લઈને ઓફિસબોય સુધીના દરેક કર્મચારીના સમર્પણથી બને છે. દરેક સ્ટાફનું આગવું મહત્ત્વ અને વિશેષતા હોય છે. તેમની કામગીરીના સ્તર પ્રમાણે તેમને સંપૂર્ણ કાળજી, આદર, સન્માન, અને જવાબદારી સાથે યોગ્ય ઓથોરિટી મળવી જોઈએ.
ટ્રેનિંગ : દરેક વ્યક્તિ-કર્મચારી ઇકો-સિસ્ટમમાં વધુ સારી રીતે કામ કરી શકે માટે તેને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે.
કર્મચારીઓની સુખાકારી : દરેક મહિનાની 5 તારીખ પહેલા, કર્મચારીઓને સેલેરી ચુકવવામાં આવે છે. સાથે જ, કર્મચારીઓને લગતા તમામ સરકારી કમ્પ્લાયન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે, જેથી કર્મચારીઓમાં આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન રહે.
વ્યવસાયીક પ્રેક્ટિસ, સહયોગીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બજાર સાથે ચોખ્ખો વ્યવહાર
સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સાથે મજબૂત સંબંધ : ગૃહમ ડેવલપર્સ પોતાના દરેક સપ્લાયર, એજન્સી અને કોન્ટ્રાક્ટર્સને સમયસર પેમેન્ટ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ કારણે, તેઓ 10 વર્ષથી વધુ સમયથી કંપની સાથે જોડાયેલા છે. આ સંબંધોનો ફાયદો પ્રાઇસીંગ, મટીરિઅલ ક્વોલિટી, અને તેમના જોડાવમાં જોઈ શકાય છે.
સમયસર અને ગુણવત્તાસભર નિર્માણ : ગૃહમ ડેવલપર્સ ખાતરી કરે છે કે કન્સ્ટ્રક્શન શરૂ થયા પછી, તે કોઈ પણ કારણસર અટકાવા ન દે. કંપની સતત પ્રયત્નશીલ રહે છે કે કન્સ્ટ્રક્શનની ગુણવત્તા અને ફિનિશિંગ જળવાઈ રહે અને તે સમયસર પૂર્ણ થાય. સમયસર બાંધકામ પૂરું થાય, પ્રોજેક્ટના ખર્ચામાં વધારો ન થાય, અને ગ્રાહકોને પઝેશન સમયસર મળી જાય તે માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે.
વેચાણ અને ફાઈનાન્સિંગનું સંચાલન : પ્રોપર્ટીનું વેચાણ શક્ય તેટલી ટૂંકી પેમેન્ટ કંડિશનથી કરવાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય કંપનીમાં કેશફ્લો જળવાઈ રહે અને ઇન્વેસ્ટેડ કૅપિટલ જલ્દી પરત મળી શકે.
અનસોલ્ડ ઇન્વેન્ટરી : કંપનીએ અનસોલ્ડ ઇન્વેન્ટરીને શક્ય તેટલી ઓછી રાખવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે રેડી પઝેશનનો સ્ટૉક NPA તરીકે ગણવામાં આવે છે.
માર્કેટ સ્થિતિ અને મૂલ્યોનું પાલન : જ્યારે બજાર નબળું હોય અથવા મંદી જેવી સ્થિતિ થાય, ત્યારે નવું કામ ઘટાડીને ટ્રાન્ઝેક્શન્સ અને વ્યવહારને સ્મૂથ અને પારદર્શક રાખવામાં આવે છે. આ દરમ્યાન તેજી કે મંદીની અસર વ્યવસાય પર ન પડે અને ગૃહમ ડેવલપર્સના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને જળવાઈ રાખીને જ આગળ વધવામાં આવે છે.
ગૃહમ ડેવલપર્સે ઊંચી વૅલ્યુ સિસ્ટમ અને મજબૂત બિઝનેસ પ્રેક્ટિસીસ સાથે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે એક અનોખી ઓળખ અને ગુડવિલ બનાવી છે. જે સમય અને બજારના ઉથલપાથલ વચ્ચે પણ મજબૂતી સાથે અડીખમ ઊભું છે અને નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube