DIAMOND CITY NEWS, SURAT
જ્વેલર્સ બોર્ડ ઓફ ટ્રેડ (જેબીટી)ના તાજેતરના રિપોર્ટ અનુસાર પહેલાં ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં વેચાણમાં ઘટાડાનો સિલસિલો ધીમી ગતિએ ચાલુ રહ્યો હતો.
જેબીટીએ એપ્રિલમાં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે તા. 31 માર્ચ 2023ના રોજ પુરા થયેલા પહેલાં ત્રિમાસિક ગાળામાં અમેરિકાની લગભગ 133 કંપનીઓએ આ ક્ષેત્રમાંથી આઉટ થઈ ગઈ છે. જ્યારે એક વર્ષ પહેલાં આ સમયગાળામાં આ સંખ્યા 187 હતી.
અમેરિકાની ઈન્ડસ્ટ્રીમાં 31 માર્ચ સુધીમાં 23,531 કંપનીઓ સક્રિય હતી, જે પાછલા વર્ષની સરખામણીએ 2.2 ટકા ઓછી છે. ઘણા ઝવેરીઓએ પોતાના શો રૂમ બંધ કરી નાદારી નોંધાવી દીધી છે. જ્યારે કેટલીક કંપનીઓ મર્જરના લીધે બહાર થઈ ગઈ છે. 111 કંપનીઓ બંધ થઈ ગઈ છે. તો બીજી તરફ નવી કંપનીઓ શરૂ થવાનો દર પણ ઘટ્યો છે. પાછલા વર્ષના 152ની સરખામણીએ આ આંકડો 113નો થઈ ગયો છે.
રિટેલર્સ હજુ પણ સેક્ટરનો મોટો હિસ્સો ધરાવે છે, જે 17,853 પર છે – જે વાર્ષિક ધોરણે 2.2% નીચે છે. જથ્થાબંધ વેપાર 1.7% ઘટીને 3,401 થયો હતો, જ્યારે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ 2.9% ઘટીને 2,277 બિઝનેસ થયો હતો.
વેપાર માટે ક્રેડિટ માહિતી પૂરી પાડતી સંસ્થાએ ક્વાર્ટર દરમિયાન સમગ્ર યુએસ અને કેનેડામાં 858 કંપનીઓના ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ 885 હતું. દરમિયાન, તેણે 2022 ના પ્રથમ ત્રણ મહિનામાં 803 ની તુલનામાં 828 વ્યવસાયોનો સ્કોર વધાર્યો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM