ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી GJEPCની મુલાકાતે

ઉદ્યોગના નેતાઓએ સરકારના સમર્થનને બિરદાવ્યું હતું અને વૈશ્વિક ડાયમંડ હબ તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે વધુ સહયોગની કલ્પના કરી હતી.

Gujarat CM Bhupendra Patel and State Home Minister Harsh Sanghvi visit GJEPC
ફોટો : GJEPC દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, યુવા અને રમતગમતના માનનીય મંત્રી (I/C) શ્રી હર્ષ સંઘવીનું ઉષ્માભર્યું સ્વાગત (સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મુંબઇમાં તાજેતરમાં યોજાયેલી એક ઇવેન્ટમાં GJEPC એ ભારતીય હીરા ઉદ્યોગ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, યુવા અને રમતગમત  મંત્રી હર્ષ સંઘવીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), ભારત ડાયમંડ બોર્સ (BDB), અને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન (GJNRF) દ્વારા સંયુક્ત રીતે આયોજિત, BDB ખાતેની ઇવેન્ટમાં ડાયમંડ ક્ષેત્રે ગુજરાતની અભિન્ન ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉદ્યોગના નેતાઓએ સરકારના સમર્થનને બિરદાવ્યું હતું અને વૈશ્વિક ડાયમંડ હબ તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે વધુ સહયોગની કલ્પના કરી હતી.

જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના ટોચના નેતાઓની હાજરી હીરા ઉદ્યોગ માટે ગુજરાત સરકારના અવિરત સમર્થનને રેખાંકિત કરે છે. ગુજરાતના મુખ્યમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આ ક્ષેત્ર સતત વિકાસ પામતું રહ્યું છે, જે ભારતના જેમ એન્ડ જ્વેલરીની નિકાસનો પાયાનો પથ્થર અને આર્થિક વૃદ્ધિનું મહત્ત્વપૂર્ણ પ્રેરક બની રહ્યું છે. 10 લાખથી વધુ લોકોની આજીવિકા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અમે ગુજરાતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ વધારવા અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS