DIAMOND CITY NEWS, SURAT
સુરત ડાયમંડ એસોસીએશન હર હંમેશ સેવાનાં કાર્યોમાં કાયમ અગ્રેસર જ હોય છે. એમાના એક સેવાના ભાગરૂપે વર્ષ દરમ્યાન સમયાંતરે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અગાઉ આપણે અલગ અલગ કંપનીઓમાં બ્લડ કેમ્પ કરી ચુક્યા છીએ.
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા ચોથીવાર શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને શીતલ જ્વેલરી હાઉસના સૌજન્યથી તા. ૨૭, ૨૮, ૨૯-એપ્રિલ-૨૦૨૩ એમ ત્રણ દિવસ માટે શીતલ જ્વેલરી હાઉસ, ૧૦, હિરાનગર, એ.કે. રોડ,વરાછા, સુરત, ખાતે “ભવ્ય રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટ્ય કરી “ભવ્ય રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પ” નો શુભારંભ કરવામાં આવેલ. ત્રિદિવસીય આ કેમ્પમાં ખૂબ ઉત્સાહ સાથે શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને શીતલ જ્વેલરી હાઉસના રત્નકલાકાર ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરતા 651 (બોટલ) યુનિટ રક્ત એકત્રિત થયેલ હતું અને અંદાજી 1151 લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, જે લોકોને વધુ સારવારની જરૂર જણાઈ તેને કિરણ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ. કિરણ હોસ્પિટલ અને કિરણ બ્લડ બેંકના સ્ટાફ તરફથી ખાસ સેવાઓ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ ખુંટ, સહમંત્રીશ્રી ભુપતભાઈ કનાળા, ખજાનચી શ્રી મોહનભાઈ વેકરીયા, પૂર્વપ્રમુખ દિનેશભાઈ નાવડિયા, શ્રી બાબુભાઈ ગુજરાતી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, કારોબારી સભ્યશ્રીઓ, તેમજ “શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને શીતલ જ્વેલરી હાઉસ’ કંપનીના માલિક શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી રવજીભાઇ કાકડિયા, શ્રી ગૌરવભાઈ કાકડિયા ઉપસ્થિત રહી રત્નકલાકાર ભાઈઓ/બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવામાં “શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને શીતલ જ્વેલરી હાઉંસ’ ના કર્મચારી શ્રી અલ્પેશભાઈ રામાણી, શ્રી હિતેશભાઈ વધાસીયા, શ્રી વિનોદભાઈ પટેલ, પ્રતિકભાઈ દેવાણી, શ્રી હર્શીલભાઈ સોની તેમજ હીરાલભાઈ નાયક વિગેરે મિત્રોનો ખુબ સહયોગ રહ્યો.
સુરત ડાયમંડ એસોસીએશનના ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ ખૂંટ દ્વારા આ કેમ્પનું સૌજન્ય આપનાર “શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને શીતલ જ્વેલરી હાઉસ’ના માલિક વલ્લભભાઈ કાકડિયા અને તેમની ટીમ, રત્નકલાકાર મિત્રો, વેપારી ભાઈઓ, ઉપસ્થિત અગ્રણીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓનો ખુબ ખુબ આભાર માનવામાં આવેલ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM