DIAMOND CITY NEWS, SURAT
ક્રિસ્ટીઝ 280થી વધુ લોટ ડિઝાઈનર અને આર્ટ જ્વેલરીની હરાજી કરશે, જેમાં જીન વેન્ડોમના ટુકડાઓના જૂથનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક તે રિઝર્વ વિના વેચશે.
1930માં લિયોનમાં ઓહાન તુહદારિયન તરીકે જન્મેલાં જીન વેન્ડોમે 1960-70ના દાયકાની ફ્રેન્ચ જ્વેલરીને પુનર્જીવિત કરી. તેઓ તેમની ઇનોવેટીવ જ્વેલરી માટે પ્રખ્યાત છે, જે અનન્ય, આધુનિક અને ડેરીંગ ડિઝાઈન બનાવવા માટે પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ કરે છે. જીન વેન્ડોમે 13 વર્ષની ઉંમરે તેમના અંકલ સાથે જ્વેલરીની તાલીમ લેવાનું શરૂ કર્યું.
ક્રિસ્ટીઝે ગયા અઠવાડિયે જણાવ્યું છે કે, આ બધા પીસીસ 6 થી 17 ડિસેમ્બરના જોએલેરી પેરિસ વેચાણમાં 5.5 મિલિયન યુરો અને 8.4 મિલિયન યુરો (5.8 યુએસ ડોલર અને 8.9 મિલિયન યુએસ ડોલર)ની વચ્ચે મળવાની ધારણા છે.
ઓનલાઈન હરાજીમાં બાઉશેરોન, વેન ક્લીફ અને આર્પેલ્સ અને કાર્ટિયરના પીસીસ તેમજ મોનાકો રજવાડાના પરિવારના સભ્યોના કલેક્શનનો પણ સમાવેશ થશે.
વેચાણ પરના પીસીસમાં બર્મીઝ રુબી અને હીરાની વીંટી હશે, જે 100,000 યુરો થી 150,000 યુરો (105,525 યુએસ ડોલર થી 158,289 યુએસ ડોલર)ની વચ્ચે મળવાની અપેક્ષા છે.
અહીં પેરિસની હરાજીમાંના કેટલાક અન્ય પીસીસ છે :
જ્યોર્જ ફૌક્વેટ નીલમ, નીલમણિ અને હીરાના બ્રેસલેટની કિંમત 60,000 યુરો થી 80,000 યુરો (63,405 યુએસ ડોલર થી 84,545 યુએસ ડોલર) છે.
ક્રિસ્ટીઝને અપેક્ષા છે કે આ કોલમ્બિયન નીલમણિની વીંટી 60,000 યુરો અને EUR 80,000 યુરો (63,405 યુએસ ડોલર થી 84,545 યુએસ ડોલર) વચ્ચે લાવશે.
એક બાઉશેરોન ટ્રાન્સફોર્મેબલ ડાયમંડ સેટ જેમાં એક લાંબો નેકલેસ છે જે ચાર બંગડી, એક બ્રોચ અને એરિંગ્સની જોડીમાં બદલાય છે, જે 30,000 યુરો અને 50,000 યુરો (31,706 યુએસ ડોલર અને 52,844 યુએસ ડોલર) વચ્ચે મેળવશે તેવી ધારણા છે.
વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ ડાયમંડ બેંગલ બ્રેસલેટની ઉપલી કિંમત 40,000 યુરો (42,275 યુએસ ડોલર) છે.
આ કલ્ચર્ડ મોતી અને હીરા ચોકર 40,000 યુરો ($42,275 યુએસ ડોલર) નો ઉચ્ચ અંદાજ ધરાવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube