DIAMOND CITY NEWS, SURAT
બ્લેક ઇન જ્વેલરી કોએલિશન (BIJC) ફરી એકવાર તેની બીજી વાર્ષિક “Together By Design” સ્પર્ધામાં પ્રેમ કથાઓ શોધી રહી છે, જે બ્લેક લવ અને જ્વેલરી ડિઝાઇનને સેલિબ્રેટ કરે છે. નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન, જેનો હેતુ જેમ, જ્વેલરી અને ઘડિયાળ ઉદ્યોગમાં બ્લેક પ્રોફેશનલ એટલે કે અશ્વેત વ્યાવસાયિકોની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે, જે કોઇ પણ આ ર્સ્પધામાં પ્રવેશવાની યોજના ધરાવે છે તેમના માટે તે ઓછામાં ઓછી 15,000 ડોલરની વૅલ્યુ ધરાવતી 1.44-કેરેટ યલો ડાયમંડ કસ્ટમ ડિઝાઇન પ્લેટીનમ એન્ગેજમેન્ટ રીંગ જીતવાની તક માટે પ્રોત્સાહન આપે છે.
ર્સ્પધાની લવ સ્ટોરીનો ભાગ 9 જૂન 2023 સુધી ખુલ્લો છે અને વિજેતાઓને 30 જૂન 2023 સુધીમાં જાણ કરવામાં આવશે. અનુભવી જ્વેલરી પ્રોફેશનલ્સની પેનલ દ્વારા દરેક લાયક લવ સ્ટોરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. એન્ગેજમેન્ટ રીંગ VVSI કુશન મોડિફાઇડ બ્રિલિયન્ટ 1.44-કેરેટ ફૅન્સી યલો હીરાની આસપાસ કેન્દ્રિત થશે.
વિનિંગ લવ સ્ટોરી પસંદ થયા પછી જ્વેલરી ડિઝાઇનર્સ એન્ગેજમેન્ટની રિંગ બનાવવા માટે ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેશે જે કપલની લવ સ્ટોરીનું ભૌતિક પ્રતિનિધિત્વ છે. આ સ્પર્ધાનો હેતુ બ્રાઇડલ સેક્ટરમાં પ્રતિનિધિત્વ વધારવા અને પ્રેમની ઉજવણી કરતી વખતે ઉભરતા ડિઝાઇનર્સને પ્રોત્સાહન આપવાનો છે.
BIJCના પ્રમુખ Annie Doresca જણાવ્યું હતું કે, “The Together By Design Contest એ અકલ્પનીય જોડાણ દર્શાવે છે કે જે લવ સ્ટોરી એન્ગેજમેન્ટની રીંગ પર હોઈ શકે છે. લવ સ્ટોરી હરીફાઈ અને જ્વેલરી ડિઝાઈન સ્પર્ધાના બંને તબક્કાઓ દ્વારા, અમારો હેતુ બ્રાઈડલ સેક્ટરમાં પ્રતિનિધિત્વ વધારવાનો અને પ્રેમની ઉજવણી કરતી વખતે ઉભરતા ડિઝાઈનર્સને પ્રોત્સાહન આપવાનો છે.
દક્ષિણ આફ્રિકામાં નુન્ગુ ડાયમંડ્સના માલિક Kealeboga Pule એ રિંગનો સેન્ટર સ્ટોન 1.44 –કેરેટ ફેન્સી યલો ડાયમંડ ડોનેટ કર્યો હતો. સગાઈની રીંગ બનાવવા માટેની સામગ્રી પ્લેટિનમ ગિલ્ડ ઈન્ટરનેશનલ USA, એન્ઝા જેમ્સ અને બી એન્ડ બી ફાઇન જેમ્સ દ્વારા દાનમાં આપવામાં આવી છે. વિજેતા કપલને પ્રપોઝલ ફોટોશૂટ પણ મળશે. હરીફાઈના ઈનામ પેકેજનો ડિઝાઈન ભાગ અમેરિકાની જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યુટ, GRS, જ્વેલર્સ ઓફ અમેરિકા અને જ્વેલર્સ વિજિલન્સ કમિટી સ્પોન્સર કરે છે.
ગયા વર્ષની હરીફાઈના વિજેતાઓ, સામંથા અને રોમે તેમની લવ સ્ટોરી શેર કરી હતી. વિજેતા રીંગ યોર પર્સનલ જ્વેલરની ઉભરતી જ્વેલરી ડિઝાઈનર Patricia Carruthએ ડિઝાઈન કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM