DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં મુંબઈના સોહો હાઉસ ખાતે જેમફિલ્ડ્સ અને ધ લાઈન ફાઇન જવેલરી દ્વારા સોંગબર્ડ જ્વેલરી કલેક્શન લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કલેક્શનના કેન્દ્રમાં મોઝામ્બિક માણેક અને ઝામ્બિયન પન્ના છે. જેમફિલ્ડ્સ અને ધ લાઈન ફાઇન જવેલરી દ્વારા સંયુક્તપણે આ કલેક્શન બનાવવામાં આવ્યું છે. આ અલ્ટ્રા ફેમિનિન અને હાઈ ફેશન કલેક્શનમાં ભારતીય પરંપરાઓ, ઇતિહાસ અને કલાત્મકતાને આવરી લેવામાં આવી છે.
આ કલેક્શન અંગે જેમફિલ્ડ્સના માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર એમિલિ ડેંગી અને ધ લાઈનના ક્રિએટીવ હેડ અને ફાઉન્ડર નતાશા ખુરાનાએ રસપ્રદ જાણકારી આપી.
જેમફિલ્ડ્સની માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર એમિલિ ડેંગીએ સોંગબર્ડ કલેક્શનનો અંગે વાત કરતા કહ્યું કે, ભારતીય જ્વેલરી બ્રાન્ડ ધ લાઈનના સહકારથી નતાશા ખુરાના દ્વારા આ અદ્દભૂત અને આકર્ષક કલેક્શન બનાવવામાં આવ્યું છે.
ભારતમાં જ્વેલરીના રંગ અને મોહક ડિઝાઈનો ઉત્સવને અનુરૂપ હોય છે. ધ લાઈન સાથે અમારો આ પહેલો કરાર છે પરંતુ તે કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે બજારમાં કંઈક નવું કરતા રહેવા માટે જેમફિલ્ડ્સ વિવિધ બ્રાન્ડ સાથે ભૂતકાળમાં પણ જોડાણ કરતું રહ્યું છે. ધ લાઈન જ્વેલરી બ્રાન્ડ સાથેના જોડાણના લીધે અમને ધ જેમફિલ્ડ્સ્ને રંગીન સ્ટોનની આકર્ષકતા વધારવાની તક મળી. ખાસ કરીને ઝામિબ્યન પન્ના અને મોઝામ્બિક પન્નાની સુંદરતાને પ્રદર્શિત કરવાની અમને છૂટ મળી. જે જવાબદારીપૂર્વક ખાણકાર્ય કરવા માટે જાણીતા છે અને તે દેશોને તે પરત કરે છે જ્યાંથી તે ઉત્પન્ન થાય છે.
રંગીન રત્નો ખાસ કરીને ઝામ્બિયન પન્ના અને મોઝામ્બિક માણેકની માંગનું નિર્માણ કરવું એ અમારી ઈચ્છા છે. અમે રત્નો પ્રત્યે ગ્રાહકોના દ્રષ્ટિકોણ અંગે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે હાલમાં માર્કેટમાં જ્વેલરી ડિઝાઈનમાં વિકલ્પોની ઉણપ છે. જેના લીધે ખરીદી પર અસર પડી રહી છે. બજાર સીમિત બની રહ્યાં છે. નતાશાની ડિઝાઈનોમાં એક તાજા અને સમકાલીન સૌંદર્ય છે. જે એક સ્ટોરી કહે છે અને લોકોનો પ્રેમ મેળવે છે. તેથી જ નતાશાની કંપનીએ અમારી ટીમનું ધ્યાન ખેંચ્યું હતું.
શું જેમફિલ્ડ્સ કલેક્શન માટે ડિઝાઈનર્સને રચનાત્મક સ્વતંત્રતા આપે છે?
જેમફિલ્ડ્સમાં ડિઝાઈનર્સને સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. અમારી ભાગીદારી ડિઝાઈનરોને તેનું કાર્ય વધુ સારી રીતે કરવા માટે સક્ષમ બનાવવા પર ભાર મૂકે છે, જેથી તેઓ સુંદર ડિઝાઈન બનાવી શકે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે. પ્રત્યેક સ્ટોન ચરિત્ર દર્શાવે છે અને તે વ્યક્તિત્વને વાંચવા આકર્ષિત કરે છે. કેમ કે ડિઝાઈનર એક કાગળ પર રેખાચિત્રો દોરવાથી લઈ સ્ટોનથી રીઅલ જ્વેલરી બને ત્યાં સુધી તેનું યોગદાન હોય છે. તેથી તેઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. રંગીન સ્ટોનની બહુમુખી પ્રતિભાને વધુ નિખારવા માટે ડિઝાઈનર્સની ભૂમિકા અતિ મહત્ત્વની છે.
ધ લાઈન દ્વારા એક ડિઝાઈનના સૌંદર્યનું અનુસરણ કરીને સોંગબર્ડ કલેક્શન બનાવવામાં આવ્યું છે, જે બ્રાન્ડ માટે યોગ્ય સાબિત થયું છે. સિલેક્ટ કરાયેલા કલર્ડ સ્ટોનને એ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે તેની સ્પષ્ટતાને વધુ સારી રીતે પ્રદર્શિત કરે છે અને તેના જીવંત રંગોનો ઉત્સવ મનાવે છે. મોતીની ચમક સાથે લીલા રંગના પોપ અને સ્ટેપ કટ માણેક ક્રિમસનની ચમક પ્રદાન કરે છે. કલેક્શન દર્શાવે છે કે કલર્ડ સ્ટોન રોજીંદા જીવનમાં પહેરવા માટે એટલા જ યોગ્ય છે જેટલા તે વિશેષ અવસરો-પ્રસંગો પર પહેરી શકાય છે.
શું સોંગબર્ડ કલેક્શન અપેક્ષા પ્રમાણે બની શક્યું છે?
સોંગબર્ડ કલેક્શન એ સમકાલીન અને અર્થપૂર્ણ ડિઝાઈન ક્ષેત્રે વાસ્તવિક વિજય બનીને ઉભરીને બહાર આવ્યો છે. ડિઝાઈનર નતાશાએ ભારતીય જ્વેલરી ડિઝાઈનના સંકેત અને ઉર્જા સાથે એક આધુનિક સૌંદર્યમાં બદલવા માટે ખૂબ મહેનત કરી છે અને આધુનિક ડિઝાઈન અને ભારતીય પરંપરા ડિઝાઈનના મિશ્રણનો ઊંડો સંબંધ આ કલેક્શનમાં દેખાય છે. જેના પરિણામ સ્વરૂપે એક મજાનું કલર્ડ કલેક્શન સામે આવ્યું છે, જે પહેરવા પર આનંદ આપે છે. ધ લાઈને સોંગબર્ડ કલેક્શનમાં પોતાના અનોખા અંદાજમાં ઝામ્બિયન પન્ના અને મોઝામ્બિક માણેક રજૂ કર્યા છે, જે જેમફિલ્ડ્સ નો એક અભિન્ન અંગ બની ગયા છે.
ધ લાઈનની ડિઝાઈનર અને ફાઉન્ડર નતાશા ખુરાના સોંગબર્ડના કલેક્શન અંગે આ પ્રસંગે વાત કરી.
એક ફેશન જર્નાલિસ્ટથી જ્વેલરી ડિઝાઈન બનવાની સફર કેવી રહી?
એક તરૂણીના રૂપમાં હું પુસ્તકો ખરીદતી હતી અને વધેલા રૂપિયાથી એક જોડી ઝુમકા ખરીદતી હતી. મને પહેલાથી જ પુસ્તકો અને જ્વેલરી પ્રત્યે પ્રેમ રહ્યો છે. પરંતુ 2015 સુધી મેં ધ લાઈન શરૂ નહોતી કરી ત્યાં સુધી જ્વેલરીની ઉચ્ચ શૈલીમાં અભિવ્યક્તિ અંગે મેં શોધ કરી હતી. એક ફેશન પત્રકાર તરીકે મેં મારી જ્વેલરી પ્રત્યેના અભિગમના વિચારને વધુ મજબૂત કર્યો અને હું જે પહેરવા માંગતી હતી અને જે કહેવા માંગતી હતી તે અંગે સ્પષ્ટ થયા બાદ મેં ધ લાઈન શરૂ કરી. હું તે તમામ સ્ટોરીમાં શબ્દો માટે સ્ટોનની અદલાબદલી કરવા માટે આગળ વધી છું.
હું જ્વેલરીને એ જ સિદ્ધાંતો સાથે બનાવવા માંગતી હતી જે ફેશનનું હું પ્રશંસા કરતી હતી. વિચાર અને જાળવણી સાથે બનાવવામાં આવેલા જ્વેલરીના પીસીસી લાંબો સમય સુધી ટકી રહે અને તેનો દ્રષ્ટિકોણ જળવાઈ રહે તે માટે હું જ્વેલરી બનાવ છું. હું એવી જ્વેલરી ડિઝાઈન કરવા માગું છું જે પહેરવા માટે લોકો વારંવાર પ્રેરાય. જે તેઓના જીવનમાં એક વિશેષ સ્થાન બનાવી શકે.
હું મારા કારીગરોની મદદથી બધુ જ શીખું છું. જે મને કલ્પનાથી વાસ્તવિક્તા સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે અને સંભાવનાઓના દાયરાને વિકસિત કરે છે.
ધ લાઈન યુએસપી : આ કલેક્શન સ્ટોન અને કિંમતી ધાતુઓની પ્રાકૃતિક સુંદરતાનું સન્માન કરે છે અને તેને પહેરવાની યોગ્ય રીતથી સરળ અને મહત્ત્વપૂર્ણ રૂપથી વ્યક્ત કરે છે. મને દરેક દિવસે નાની નાની વસ્તુઓમાં સુંદરતાનું સર્જન કરવાનું પસંદ છે. તે જ ભાવના સાથે હું ધ લાઈનને આગળ લઈ જાવ છું. સ્પેશ્યિલ સ્ટોન સાથે એકવારના પીસીસ બનાવ છું જેની કોઈ નકલ કરી શકતું નથી.
તે કહેતાં મારું હૃદય ખુશીથી ભરાય છે કે ધ લાઇનના કલેક્શનની ખરીદી મોટાભાગે સ્ત્રીઓ પોતાના માટે કરે છે. ઘણા લાંબા સમયથી, ભારતમાં “વાસ્તવિક” જ્વેલરી કાં તો જીવનની મોટી ક્ષણને ચિહ્નિત કરવા માટે ભેંટમાં આપવામાં આવી છે અથવા તો તે પસાર થઈ ગઈ છે. સ્ત્રીઓ અને જ્વેલરી વચ્ચેની આ ક્રિયાપ્રતિક્રિયામાં પસંદગી અને સ્વાયત્તતા વધુ દર્શાવવામાં આવી નથી. મને આ ક્ષણનો ભાગ બનવું ગમે છે. હું તેને કહું છું: પોતાની જાતનું રત્ન.
જેમફિલ્ડ્સ સાથેના સહયોગ પર : આ એક ગર્વની ક્ષણ છે… આપણા જેવી નાની બ્રાન્ડ માટે ભારતમાં ઘણી મોટી બ્રાન્ડ્સમાં પસંદગી પામવી.
ઘણી વખત સ્ટોન મારા ડિઝાઇનમાં એક ચોક્કસ માર્ગ તરફ દોરી જાય છે. હું તેમની સુંદરતા માટે રત્નો ખરીદું છું, અને તેઓ ઘરેણાંના ટુકડામાં તેમનું સ્થાન નક્કી કરે છે. વધુ પડતી સુશોભન ઉમેર્યા વિના કુદરતી સૌંદર્યને પ્રકાશિત કરવાનો વિચાર છે. તેથી જ્યારે અમે સોંગબર્ડમાં અન્ય રત્નોનો ઉપયોગ કર્યો હોય ત્યારે પણ, તેઓ રુબીઝ અથવા નીલમણિને વધુ ચમકવા માટે દબાણ કરવાના હેતુ સાથે સહાયક અભિનેતાની ભૂમિકા ભજવે છે.
ઓન ધ ક્રિએશન ઓફ સોંગબર્ડ : મારું પ્રથમ કલેક્શન. મારા અગાઉના તમામ કામો સાથે મતભેદમાં – કંઈક ભારતીય કરવાનું હતું. મેં ક્લાસિક ભારતીય જ્વેલરી સિલુએટ્સ અને ભારતીય ઝવેરાત બનાવવા અને પહેરવાના ‘ભારદાર’ વારસાની, ‘બેરિંગ લાઇટનેસ’ની ફરીથી કલ્પના કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM