રક્તદાન એટલે મહાદાનના ઉદ્ધેશને હંમેશા સાર્થક માનતા સુરત ડાયમંડ એસોસિએશન (SDA) દ્વારા તા.૧૨/૦૧/૨૦૨૫ રવિવારના રોજ “મારુતિ ડાયમંડ” (મેંદાસ ડાયમંડ પ્રા. લી.), પ્લોટ નંબર- ૫ થી ૧૦, કોહિનૂર ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી, સવાણી રોડ, મીનીબઝાર, વરાછા ખાતે “ભવ્ય રક્તદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સૌજન્ય “મારુતિ ડાયમંડ” (મેંદાસ ડાયમંડ્સ પ્રા. લી.) કંપની તરફથી આપવામાં આવ્યું હતું.
આ કેમ્પનો શુભારંભ ‘દિપ પ્રાગટ્ય’ કરીને કરવામાં આવ્યો હતો. હીરાઉદ્યોગ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહ્યો છે તેમાં કારખાનેદાર તેમજ રત્નકલાકાર મિત્રો હંમેશા એકબીજા સાથે ખભે ખભા મિલાવીને સહયોગ આપે છે. આ કેમ્પમાં રત્નક્લાકાર મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 111 (બોટલ) યુનિટ રક્ત એકત્રિત થયું હતું. કિરણ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા આ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી જગદીશભાઈ ખૂંટ, મંત્રીશ્રી ધીરૂભાઈ સવાણી, ખજાનચીશ્રી શાંતિલાલ ધાનાણી, સહમંત્રી શ્રી જસમતભાઈ વાઘાણી, સંસ્થાના કારોબારી ભુપતભાઈ કનાળા, શ્રી અરવિંદભાઈ હિરપરા, શ્રી વિનોદભાઈ ડાભી, શ્રી બાબુભાઈ મિયાણી મારુતિ ડાયમંડ (મેંદાસ ડાયમંડ્સ પ્રા.લી.),કંપનીના માલિક શ્રી વિનુભાઈ મેંદપરા (કાંપરડી), શ્રી બાબુભાઈ મેંદપરા, શ્રી અલ્પેશભાઈ મેંદપરા, શ્રી સૈલેશભાઈ મેંદપરા તેમજ શ્રી દેવરાજભાઈ ભૂંગળીયા (ભૂંગળીયા બ્રધર્સ ) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી જગદીશભાઈ ખૂંટ દ્વારા આ કેમ્પનું સૌજન્ય આપનાર “મારુતિ ડાયમંડ”ના ઓનર્સ શ્રી વિનુભાઈ કાંપરડી, મેન્દાસ ડાયમંડ્સ પ્રા. લી. કંપનીની સમગ્ર ટીમ, રત્નકલાકાર મિત્રો, ઉપસ્થિત અગ્રણીઓ તેમજ વેપારી ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube