DIAMOND CITY NEWS, SURAT
SDA આરોગ્ય ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત થનાર કિરણ હોસ્પિટલ-૨ દ્વારા યોજાયેલ ભૂમિ વંદના અને લોકડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા, આશરે 12,000 લોકોએ આ કાર્યક્રમ ને માણ્યો હતો અને ભુમીવંદના કાર્યક્રમ ના સાક્ષી રહ્યા હતા.
કિરણ હોસ્પિટલ-2 આ ભૂમિ વંદના કાર્યક્રમમાં સુરત શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને દાતાઓએ સેવાના આ કામમાં મન મુકીને 100 કરોડથી વધારેનું દાન આપ્યુ હતું.
આ લોકડાયરા કાર્યક્રમમાં આદરણીય અને લોકલાડીલા કલાકારોશ્રી ઓસમાનભાઇ મીર, શ્રી માયાભાઇ આહીર, શ્રી ઘનશ્યામભાઇ લખાણી અને શ્રીમતી ઉર્વશીબેન રાદડિયા એ ડાયરાની રંગત જમાવી હતી.
વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, શેહરના દરેક ક્ષેત્રના વેપારીઓ, મોટા વરાછા-ઉત્રાણ-વેલંજા વિસ્તારના તમામ ભાઇઓ-બહેનો તમામ લોકોએ આ ભૂમિ વંદના કાર્યક્રમ સફળ બનાવવા માટે યોગદાન આપેલ છે.
આ હોસ્પિટલમાં સુરત શહેર અને આસપાસના હજારો લોકોને ઉચ્ચ પ્રકારની મેડિકલ સારવાર નજીવા દરે પૂરી પાડવામાં આવે છે. ત્યારે આ સેવાનો વ્યાપ વધારવા મોટા વરાછામાં એક નવી 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.
આ પ્રસંગે SDA આરોગ્ય ટ્રસ્ટની ટીમે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં વધુમાં વધુ લોકોને રાહતદરે ઉચ્ચ સારવાર આપવાનો અમારો સંકલ્પ છે. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન SDA આરોગ્ય ટ્રસ્ટની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM