જ્વેલરી ઉદ્યોગમાં “દ્રષ્ટા” નેતા તરીકે વર્ણવવામાં આવેલા લોરેન્સ “લેરી” લેવિઆનનું ગયા અઠવાડિયે 74 વર્ષની વયે અવસાન થયું.
લેવિઆન પરિવારના માલિકીના વ્યવસાય લે વિઆનના ચૅરમૅન હતા, જેનું સંચાલન તેમણે અને તેમના ભાઈ-બહેનોએ 2000 માં સંભાળ્યું હતું. લેરીએ ભાઈઓ એડી, સીઈઓ, અને પ્રમુખ બનેલા મૂસા, તેમજ બહેનો લિઝ, મર્ચેન્ડાઇઝિંગના વરિષ્ઠ ઉપપ્રમુખ અને સુઝી, જે નવા ઉત્પાદનોના ચાર્જમાં હતા, સાથે નજીકથી કામ કર્યું. બાદમાં, લેરીની પુત્રી પામેલા પણ આ વ્યવસાયમાં જોડાઈ. પરિવારે રવિવારે જણાવ્યું હતું કે, લે વિઆનમાં તેમના સમય દરમિયાન, લેરીએ જ્વેલરી વ્યવસાયમાં શ્રેષ્ઠતા અને પ્રામાણિકતાનો વારસો બનાવવા માટે કામ કર્યું.
૧૯૫૧માં જન્મેલાં લેવિઆન, પેરી અને અબ્દુલરહીમ એફ્રાઈમ લેવિઆનના સૌથી મોટા પુત્ર હતા. તેમના પરિવારમાં તેમની પત્ની એન્જેલા, તેમના ચાર બાળકો, તેમના ભાઈ-બહેનો અને પરિવારના અન્ય ઘણા સભ્યો છે.
કંપનીને વૈશ્વિક સ્તરે ચોકલેટ ડાયમંડ્સના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે, અને તેના ઘરેણાં ઘણીવાર મેડોના, ટેલર સ્વિફ્ટ અને જેનિફર લોપેઝ સહિત રેડ કાર્પેટ પર ચાલતી સેલિબ્રિટીઓએ પહેરેલા જોવા મળે છે.
લેવિઆને પોતાને પોતાના પરિવાર, પોતાના સમુદાય અને અન્ય લોકો માટે સમર્પિત કર્યા હતા. તેઓ અને તેમનો પરિવાર ડાયમંડ્સ ડુ ગુડના ડાયમંડ એમ્પાવરમેન્ટ ફંડમાં નિયમિત દાતા હતા, જે બોત્સ્વાનામાં HIV/AIDS થી પ્રભાવિત યુવાનોને ટેકો આપે છે તેમજ આફ્રિકા, ભારત અને કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડે છે.
પરિવારે કહ્યું કે, “લેરીનું જીવન તેમના મૂલ્યોનો પુરાવો હતો : નિઃસ્વાર્થતા, એકતા અને કરુણા. તેમણે પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠતા અને પ્રામાણિકતાનો વારસો બનાવવા માટે અથાક મહેનત કરીને જરૂરિયાતમંદ લોકોને ઉત્થાન આપવા માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમને જાણતા અને મળતા દરેક વ્યક્તિ તેમના અદ્દભુત વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.”
સોમવારે ઇઝરાયલના જેરુસલેમમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube