અમેરિકાના જાણીતા રેપરે ટેક્સ ન ભર્યો તો તેના મૂલ્યવાન ઘરેણાની હરાજી કરી દેવાઈ

વેચાણ માટે મુકાયેલી વસ્તુઓમાં તેમનો આઇકોનિક "બ્રુસ ધ શાર્ક" ડાયમંડ પેન્ડન્ટ પણ છે, જેના માટે પહેલાથી જ અનેક બોલીઓ લાગી ચૂકી છે.

Famous American rappers valuable jewellery auctioned after he failed to pay taxes
ફોટો : રેપર ટેકાશી 6ix9ine (સૌજન્ય : AFP)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના જાણીતા રેપર Tekashi 6ix9ine એ ટેક્સની રકમ નહીં ભરતા તેના અસાધારણ જ્વેલરી કલેક્શનને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS)દ્વારા કારણે જપ્ત કરવામાં આવ્યા પછી ઓક્શન કરવામાં આવી રહ્યા છે. હરાજીમાં વેચાણ માટે અપાયેલી વસ્તુઓમાં તેનું આઇકોનિક “બ્રુસ ધ શાર્ક” હીરાનું પેન્ડન્ટ છે, જેને પહેલેથી જ બહુવિધ બિડ મળી ચૂકી છે, જેની વર્તમાન કિંમત 20,25,000 ડોલર છે.

ટેકાશીની જવેલરી વિશે વાત કરતા પહેલા તેના વિશે તમને જાણકારી આપી દઈએ.

ટેકાશીના મૂળ નામ હર્નાન્ડીઝ છે, રેપર હોવા ઉપરાંત, હર્નાન્ડીઝ એક ગાયક અને ગીતકાર પણ છે. 8 મે, 1996ના રોજ ન્યુ યોર્ક સિટીમાં જન્મેલો ટેકાશીત તેની પ્રથમ સિંગલ ગુમ્મોથી પ્રખ્યાત થયો, જે વર્ષ 2017માં રિલિઝ થઈ હતી. આ ગીતને સાઉન્ડક્લાઉડ પર ખૂબ જ લોકપ્રિયતા મળી. તે તેમને યુએસ બિલબોર્ડ હોટ 100 ચાર્ટમાં 12મા નંબરે પણ લાવી દીધો હતો.

ટેકાશી સંગીત ઉપરાંત, હર્નાન્ડિઝે તેના અનન્ય દેખાવ માટે તેના ચાહકોમાં પણ લોકપ્રિયતા મેળવી છે. તેના મેઘધનુષ્ય રંગના વાળ અને તેના ચહેરા પર અસંખ્ય ટેટૂ તેના અનન્ય દેખાવને વધારે છે.

જોકે, યુવા સંગીતકાર ગુનાહિત પ્રવૃતિઓને કારણે કાનૂની બાબતોમાં ફસાઈ ગયો છે. હવે તેણે ટેક્સની રકમ નહીં ભરતા તેના જ્વેલરી કલેક્શનને ઓકશનમાં રાખવામાં આવ્યું છે. જીમી બોઇ જ્વેલર્સ દ્વારા ડિઝાઈન કરાયેલ વિશાળ પેન્ડન્ટમાં 118 કેરેટમાં 10 કેરેટ વ્હાઇટ ગોલ્ડ અને 102 કેરેટ હીરા છે. તેમાં શાર્કના દાંત માટે ટ્રિલિયન-કટ હીરાના 16 કેરેટ અને કાળા રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ હીરાનો પણ સમાવેશ થાય છે.

પીઠ પર હર્નાન્ડેઝની સહી “69” અને શબ્દસમૂહો “Done Right” અને “#Teamdoneright” છે. પેન્ડન્ટ, જેમાં નાની તિરાડો અને નુકસાન છે, તે ટેકશીના “ગોબા”, “ટ્રોલ્ઝ” (નિકી મિનાજ દર્શાવતા) અને “યાયા” માટેના મ્યુઝિક વીડિયોમાં દેખાયા હતા.

ઉપરાંત 14 કેરેટ ગોલ્ડ કુબાન લિંક નેકલેસ જેની કિંમત 4,000 થી 8000 ડોલર રાખવામાં આવી છે. 14 કેરેટ ગોલ્ડ અને મલ્ટી કલર્ડ એનેમલ જેની કિંમત 3,000 થી 5,000 ડોલર છે. આવી તો અનેક મૂલ્યવાન જ્વેલરી ઓકશનમાં રાખવામાં આવી છે.

IRS દ્વારા અધિકૃત અને LiveAuctioneers દ્વારા આયોજિત આ હરાજીનો હેતુ રેપર પાસેથી ટેક્સની રકમ વસૂલ કરવાનો છે, જેનું સાચું નામ ડેનિયલ હર્નાન્ડીઝ છે. IRS હરાજીમાં સામાન્ય રીતે રિયલ એસ્ટેટ અને બિઝનેસ એસેટ્સનો સમાવેશ થાય છે, પરંતુ ટેકાશીની જ્વેલરી જેવી સેલિબ્રિટી વસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

રેપરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના સેફના વિડિયો સાથે સમાચારનો પ્રતિસાદ આપ્યો છે, અને દાવો કર્યો છે કે ફેડરલ એજન્ટો પૈસા શોધવાની અપેક્ષામાં દરાડો પાડ્યા હતા. પરંતુ તેમને માત્ર ઝવેરાતના મૂલ્યવાન સંગ્રહ મળ્યા હતા.

Tekashi 6ix9ine કાનૂની મુશ્કેલીઓનો ઇતિહાસ ધરાવે છે, જેમાં કૌભાંડ, ફાયરઆર્મ્સના ગુનાઓ અને પ્રોબેશન ઉલ્લંઘન સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે. નવેમ્બર 2024માં, તેને તેના પ્રોબેશનનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ વધુ 45 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર, તેણે દાવો કર્યો કે સરકારે તેના ઘર પર દરોડા પાડ્યા જ્યારે તે યુ.એસ. પરત ફરી શક્યો ન હતો, તેણે કહ્યું, “મેં ચાર વર્ષથી મારી આવકની જાણ કરી નથી.”

હરાજી 5 માર્ચ 2025થી શરૂ થયુ છે, જેમાં વધારાની જ્વેલરી, મ્યુઝિક પ્લેક્સ અને ડિઝાઈનર આઇટમ્સ પણ બિડિંગ માટે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS