છેલ્લાં કેટલાંય સમયથી ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી વિકટ સમયનો સામનો કરી રહી છે. વિદેશી બજારમાં પોલિશ્ડ હીરાની માંગ નહીં હોવાના લીધે હીરા ઉત્પાદકો સંઘર્ષ કરી રહ્યાં છે, તો બીજી તરફ યુરોપિયન દેશોની આર્થિક મંદીના લીધે સોનામાં રોકાણ વધતાં સોનાની કિંમતો ઊંચી ગઈ છે, જેની માઠી અસર જ્વેલરીના રિટેલ માર્કેટ પર પડી છે. ઊંચી કિંમતમાં ઘરેણાં ખરીદવાનું સ્થાનિક ગ્રાહકો ટાળી રહ્યાં છે, જેના પગલે ભારતની મોટી મોટી જ્વેલરી કંપનીઓના નફામાં પણ ગાબડાં પડવા લાગ્યા છે.
દેશની જાણીતી જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સના નફામાં પણ ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં કલ્યાણ જ્વેલર્સના ચોખ્ખા નફામાં 2 ટકાનો અંદાજે રૂપિયા 71 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયાનો ચોખ્ખો નફો બે ટકા ઘટીને રૂ. 71 કરોડ ($8.7 મિલિયન) થયો છે જે 31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં થયો હતો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 72 કરોડનો ચોખ્ખો નફો હતો.
તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર પહેલાં ક્વાર્ટરમાં કંપનીની આવક 18 ટકા વધીને 3,381 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2,857 કરોડ નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2023 માટે કલ્યાણ જ્વેલર્સે 14,071 કરોડની આવક નોંધાવી હતી જ્યારે તેનો ચોખ્ખો નફો 432 કરોડ હતો.
પહેલાં ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે એક ઉત્તમ વર્ષ પૂર્ણ કર્યું છે અને અમારા શેરધારકોને પુરસ્કાર આપવા માટે અમારા પ્રથમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. મજબૂત અક્ષય તૃતીયા સાથે અમે ચાલુ નાણાકીય વર્ષની પણ શાનદાર શરૂઆત કરી છે. અમે ખાસ કરીને લગ્નની ખરીદીની આસપાસ ગ્રાહકોની માંગમાં પ્રોત્સાહક ગતિના સાક્ષી છીએ. અમે સિઝનને લઈને ઉત્સાહિત છીએ અને અમારી પાસે હજુ એક યાદગાર ક્વાર્ટર છે તેની ખાતરી કરવા માટે અમે સિસ્ટમને સંપૂર્ણ રીતે સજ્જ કરી લીધી છે, એમ કલ્યાણરમને ઉમેર્યું હતું. નોંધનીય છે કે, કેરળ સ્થિત કલ્યાણ જ્વેલર્સ ભારત અને મધ્ય પૂર્વમાં 182 શૉરૂમ સાથે ભારતના અગ્રણી જ્વેલરી રિટેલર્સમાંનું એક છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM