વર્ષ 2023 શરૂ થયું તે અગાઉથી જ અર્થશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા આ વર્ષ આર્થિક સ્તરે ધીમું રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. નિષ્ણાતોની ભવિષ્યવાણી અનુસાર જ વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2023ના પહેલાં ત્રિમાસિક સમયગાળામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે આવનારું વર્ષ પણ કપરું જ રહેશે.
તાજેતરમાં લુકારા ડાયમંડ કોર્પોરેશન દ્વારા પહેલાં ક્વાર્ટરના નફા નુકસાનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે પ્રથમ ક્વાર્ટરમાં લુકારાની આવકમાં ઘટાડો નોંધાયો છે. બજાર નબળું પડ્યું હોવાના લીધે આ ખાણ કંપનીને રફ ડાયમંડ વેચવામાં તકલીફ પડી છે. આ ખાણ કંપનીને રફની સારી કિંમત નહીં મળી હોવાના લીધે આવક ઘટી છે.
કંપનીએ મે મહિનામાં જાહેર કરેલા રિપોર્ટ અનુસાર પહેલાં ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ વાર્ષિક સરેરાશ જોતા 37 ટકા ઘટીને 42.8 મિલિયન ડોલર થયું છે. કંપનીએ એચબી એન્ટવર્પ સાથેની ગોઠવણના ભાગરૂપે ટોપ અપ પેમેન્ટ સહિત બોત્સવાનામાં તેની કારોવે માઈન્સમાંથી 41.3 મિલિયન ડોલરની કિંમતનો માલ વેચ્યો હતો. બાકીની 1.5 મિલિયનની આવક લુકારાએ ક્લેરા ઓનલાઈન પ્લેટફોર્મ પર તથા અન્ય કંપનીઓના માલના વેચાણમાંથી મેળવી હતી. કંપનીનો ચોખ્ખો નફો 95 ટકા ઘટીને 1 મિલિયન ડોલર થયો છે.
પહેલાં ક્વાર્ટરમાં ડાયમંડ માઈન્સ કંપનીઓએ ઉત્પાદનના મિશ્રણમાં આયોજિત નબળાઈનો અનુભવ કર્યો છે. હીરાનો એક નાનો હિસ્સો ઉચ્ચ મૂલ્યવાળા દક્ષિણ લોબમાંથી આવ્યો હતો. જ્યારે અન્ય મધ્ય અને ઉત્તર લોબમાંથી આવ્યો હતો, જે 10.8 કેરેટ કે તેથી વધુ વજનના ઓછા પત્થરો ઉત્પન્ન કરે છે. લાઈક ફોર લાઈક રફ વેલ્યુએશન પણ એક વર્ષ અગાઉની સરખામણીએ ઘટ્યા હતા.
વર્ષ 2022ના પહેલાં ત્રિમાસિક ગાળાની સરખામણીએ ઓછી આવક રહી છે. સતત ભૌગોલિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના લીધે પ્રોસેસ્ડ અને મિક્સ હીરાની કિંમતમાં નબળાઈ જોવા મળી છે, જેની અસર લુકારાની આવક પર પડી હોવાનું કારણ લુકારાના સીઈઓ ઈરા થોમસે જણાવ્યું હતું.
થોમસે વધુમાં કહ્યું કે, એચબી ડીલની આવકના લીધે ટકી રહ્યાં છે. ખાણ કંપનીને તેના 10.8 કેરેટ કે તેથી વધુના તમામ સ્ટોન બેલ્જિયન ઉત્પાદકોને વેચવાનો કરાર કરવામાં આવ્યો છે, તે વાર્ષિક ધોરણે 46 ટકા ઘટીને 24.5 મિલિયન ડોલર થઈ ગયો છે. લુકારાને મળેલી ટોપઅપ પેમેન્ટમાં 6.6 મિલિયનનો સમાવેશ આ ક્ષેત્રમાંથી થાય છે. કેરોવે ખાતે ઉત્પાદન મિક્સમાં થયેલા ફેરફારો તેમજ ક્વાર્ટર સમાપ્ત થયું ત્યારે સંખ્યાબંધ ઊંચી ગુણવત્તાના જટિલ સ્ટોન ઉત્પાદન અને પોલિશ્ડ વેચાણના તબક્કામાં હતાં. આમ મોટો સ્ટૉક વેચાયા વિના પડ્યો હતો.
કંપનીએ 2023 માટે 200 મિલિયન ડોલર થી 230 મિલિયન ડોલરની આવકનો અંદાજ જાળવી રાખ્યો છે, જેમાં હીરા ઉદ્યોગ માટે લાંબા ગાળાના પોઝિટિવ દ્રષ્ટિકોણની નોંધ લેવામાં આવી હતી. જ્યારે 2022ના અંતમાં નરમ ભાવો આ વર્ષ સુધી ચાલુ રહ્યાં હતાં. કંપનીના મેનેજમેન્ટ કહ્યું કે, કિંમતોમાં સ્થિરતાના સંકેતો દેખાવા લાગ્યા છે. કારણ કે ચીનમાં કોવિડ 19 પછી હવે બજારો ખુલવા માંડ્યા છે. પોઝિટિવ વાતાવરણ રહેશે તો બજારમાં ઘરાકી નીકળે તેવી શક્યતા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM