આખરે 12 વર્ષના લાંબા સમય બાદ બ્રિટનની કંપની યુકે માઈનર વાસ્ટ રિસોર્સીસ દ્વારા ઝીમ્બાબ્વેમાંથી 129,400 કેરેટના રફ ડાયમંડના પાર્સલની રિક્વરીને મંજૂરી આપવામાં આવી છે. હવે સંસ્થા વસૂલાતની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આમ, આ દાયકા જૂના વિવાદનો અંત આવ્યો છે.
કંપનીએ સફળતાપૂર્વક દેશની ખાણ પર કેસ દાખલ કર્યો અને હવે ખામ વિકાસ મંત્રાલય આ વર્ષના આરંભમાં ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી હીરા વેચવાની ગોઠવણ કરી રહી છે. આ અગાઉ કંપનીએ ડી બિયર્સની માલિકીના દાવા પર તેનું શોષણ કરાયું હોવાના આક્ષેપો કર્યા હતા, તેની વચ્ચે કંપનીએ મેરેન્જે ખાણ ક્ષેત્રમાંથી સ્ટોન સોંપી દીધા હતા.
દરમિયાન તાજેતરમાં જાહેર કરાયેલી તારીખ (15 મે) માં કંપનીએ કહ્યું કે કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એન્ડ્રુ પ્રીલા હાલમાં ઝિમ્બાબ્વેમાં છે. કારણ કે કંપનીએ રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વે ખાતે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવેલા 129,400 કેરેટ રફ હીરાના પાર્સલની પુન:પ્રાપ્તિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. હાઈકોર્ટે કંપનીની તરફેણમાં આદેશ આપ્યા બાદ કંપની આ વિવાદીત હીરાના પાર્સલ મેળવવા તમામ પ્રયાસ કરી રહી છે.
આ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રોમાનિયા, તાજિકિસ્તાન અને ઝિમ્બાબ્વેમાં ખાણો અને પ્રોજેક્ટ ધરાવતા સ્ટોનની રિક્વરી માટે ઔપચારિક કાર્યવાહી કંપની દ્વારા શરૂ કરાઈ હતી. ત્યાર બાદ કંપનીએ ખાણ અને ખાણ વિકાસ મંત્રાલય સામે ડિફોલ્ટનો ઓર્ડર જીત્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM