છેલ્લાં કેટલાંક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું હોય માઈનીંગ કંપનીઓના વેચાણ પર પણ અસર પડી છે. વિશ્વની સૌથી મોટી માઈનીંગ કંપની ડિ બિયર્સે તાજેતરમાં કબૂલાત કરી કે 2023ની ચોથી સાઈટમાં રફના વેચાણમાં ઘટાડો થયો છે.
ડિ બિયર્સે તાજેતરમાં જાહેર કર્યું કે વર્ષ 2023ની ચોથી સાઈટના રફ હીરાના વેચાણમાં અગાઉની સાઈટ કરતા નાનો ઘટાડો જોવા મળ્યો છે. ચોથી સાઈટમાં રફનું વેચાણ 480 મિલિયન ડોલર રહ્યું છે જે તેનાથી અગાઉની ત્રીજી સાઈટમાં 542 મિલિયન ડોલર હતું. આમ 11 ટકા વેચાણ ઘટ્યું છે. વર્ષ 2022ની ચોથી સાઈટ સાથે સરખામણી કરવામાં આવે તો વર્ષ 2023ની ચોથી સાઈટમાં ડિ બિયર્સ દ્વારા થયેલા રફ ડાયમંડના વેચાણમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ડિ બિયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે આ મામલે કહ્યું કે, ચોથી સાઈટમાં રફ ડાયમંડના વેચાણમાં અગાઉની સાઈટની સરખામણીએ થોડો ઘટાડો નોંધાયો છે. કારણ કે છેલ્લાં કેટલાંક સમયથી ઉદ્યોગ પરંપરાગત રીતે વર્તી રહ્યું નથી. પોલિશ્ડની ડિમાન્ડમાં ઘટાડાના પગલે ઉત્પાદકો દ્વારા રફ ડાયમંડની ખરીદી ઘટાડવામાં આવી છે. મંદ અર્થતંત્રની અસર રફ ડાયમંડના વેચાણ પર વ્યાપક રીતે પડી છે. ચીન તરફથી સારી માંગની અપેક્ષા હતી પણ તેનાથી વિપરીત ચીની બજારોની માંગની રિકવરી ધીમી રહી હતી તેના લીધે રફ ડાયમંડનું વેચાણ પ્રભાવિત થયું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM