જાણીતી કંપની પેટ્રા ડાયમંડએ તાન્ઝાનિયામાં આવેલી પોતાની માલિકીની વિલિયમસન ખાણનો 50 ટકાથી થોડો ઓછો હિસ્સો 15 મિલિયન ડોલરમાં તાઈફા માઈનિંગ કંપનીને વેચવાનો નિર્ણય લીધો છે. તાઈફા માઈનિંગ આ ખાણની ડિપોઝિટમાં ટેકનિકલ સેવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.
માઈનીંગ કંપનીએ ગઈ તા. 31મી મેના રોજ આ અંગે માહિતી આપતા કહ્યું કે, અમે એક કરાર હેઠળ વિલિયમસન ડાયમંડ્સ લિમિટેડની અડધી માલિકી પિંક ડાયમંડ્સ ઈન્વેસ્ટમેન્ટને સોંપી રહ્યા છે, જે પેટ્રા ડાયમંડ્સ કંપની અને તાન્ઝાનિયા સરકારનું સંયુક્ત સાહસ છે. કારણ કે અમે બંને ખાણની અંદરની ડિપોઝિટની સંયુક્ત માલિકી ધરાવવા સાથે તેનું સંચાલન કરીએ છીએ.
પિંક ડાયમંડ્સ ખરીદેલા હિસ્સાનું પેમેન્ટ ડબલ્યુડીએલ દ્વારા લેણી કરાયેલી શેરહોલ્ડરોની લોન લઈને અને ડબલ્યુડીએસને આપવામાં આવેલી ભૂતકાળની સર્વિસ માટે તૈફાને પેમેન્ટ કરશે. પેટ્રા આગામી પાંચ વર્ષમાં ડબલ્યુડીએલ પાસેથી તેનું પેમેન્ટ તબક્કાવાર હપ્તા સિસ્ટમથી મેળવશે.
ઉલ્લેખનીય છે કે પેટ્રાએ 2021માં તાન્ઝાનિયા સરકાર સાથે ડબલ્યુડીએસમાં માઈનર્સનો હિસ્સો 75 ટકાથી ઘટાડી 63 ટકા કરવા માટે કરાર કર્યો હતો, જ્યારે તેમાં સરકારનો હિસ્સો તેના મૂળ 25 ટકાથી વધીને 37 કરાયો હતો. એકવાર વ્યવહાર પૂરા થયા બાદ પછી પેટ્રાનો હિસ્સો અડધો થઈને 31.5 ટકા થઈ જશે, જેમાં પિંક ડાયમંડ્સનો હિસ્સો અન્ય 31.5 ટકા રહેશે. જોકે પેટ્રા ડાયમંડસ એસેટમાં પોતાનું નિયંત્રણ જાળવી રાખશે.
એકવાર ટ્રાન્ઝેક્શન પુરા થયા પછી પેટ્રા ડાયમંડ્સ ખાણની જાળવણી માટે સક્ષમ બનશે. આ ખાણ નવેમ્બરથી બંધ છે જ્યારે તેની ટેલિંગ્સ સ્ટોરેજ ફેસિલિટી પરની દિવાલ તૂટી પડી હતી.
પેટ્રા ડાયમંડ્સના સીઈઓ રિચાર્ડ ડફીએ આ મામલે જણાવ્યું હતું કે, નવું માળખું ડબલ્યુડીએસમાં અમારો હિસ્સો ઘટાડશે. અમારા હેતુને અનુરૂપ અમારા એક્સપોઝરને તે મર્યાદિત કરશે. નિયંત્રણ જાળવી રાખશે અને અપસાઈડનો હિસ્સો પણ જાળવી રાખશે. તાઈફા ભાગીદારીમાં નોંધપાત્ર સ્થાનિક ખાણકામનો અનુભવ લાવશે. અમને વિલિયમસનના તમામ હિતધારકોના લાભ માટે ઓરબોડીને ઓપ્ટિમાઈઝ કરવામાં મદદરૂપ બનશે. બંને ટૂંકા ગાળામાં ખાણમાં કામગીરીને પુન: શરૂ કરીને તેને આગળ વધારવા માટે પોઝિટિવ વાતાવરણ ઊભું કરશે તેવી અમે આશા રાખીએ છીએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM