DIAMOND CITY NEWS, LAS VEGAS, NV
રેપાપોર્ટ ગ્રૂપે તેના ગ્રીન સ્ટાર સોર્સ પ્રોગ્રામના પ્રારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે, જે પોલિશ્ડ હીરાના ઓરિજીનને તેમના રફ હીરાના મેન્યૂફેચરર્સ સુધી પહોંચાડવા માટે રચાયેલ પહેલ છે.
આ પ્રોગ્રામ હેઠળ, ઓકાવાન્ગો રફ હીરામાંથી નીકળતા પોલિશ્ડ હીરા, જેનું અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ (GIA) દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને GIA ડાયમંડ ઓરિજિન રિપોર્ટ (DOR) પ્રાપ્ત થયો છે, તેને હવે પ્રતિષ્ઠિત રેપાપોર્ટ ગ્રીન સ્ટાર સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફાઈડ હીરાને RapNet, Rapaportના ઓનલાઈન ડાયમંડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પણ નિયુક્ત કરવામાં આવશે.
રેપાપોર્ટ ગ્રૂપના ચૅરમૅન માર્ટિન રેપાપોર્ટ જણાવ્યું કે, “GIAની ડાયમંડ ઓરિજિન રિપોર્ટ સર્વિસ અને ઓકાવાંગોના એથિકલ સોર્સિંગ સાથેના સહયોગ દ્વારા, અમે પોલિશ્ડ હીરા માટે ગ્રીન સ્ટાર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં સક્ષમ છીએ. નૈતિક રીતે સોર્સ કરાયેલા ગ્રીન સ્ટાર સર્ટિફાઈડ હીરાની કિંમતના પ્રીમિયમને RapNet પ્રાથમિકતાની સાથે પ્રોત્સાહન આપશે.”
GIA ડાયમંડ ઓરિજિન રિપોર્ટ્સ ગ્રાહકો જે પારદર્શક અને ચકાસી શકાય તેવી ઓરિજીનની માહિતી શોધે છે તેમને આ માહિતી પીરસવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સેવા માટે રફ હીરાનું એનાલીસીસ બોત્સ્વાનાની GIA લેબોરેટરીમાં થાય છે, જેનાથી હીરા અને તેના ચકાસાયેલ સ્ત્રોત વચ્ચેના સીધા જોડાણને વધુ મજબૂત બનાવે છે.
ઓકવાન્ગો ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મેટલા માસીરે આ પ્રોગ્રામને તેમનો ટેકો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ઓકાવાંગો ડાયમંડ કંપની વૈશ્વિક હીરા ઉદ્યોગને બોત્સ્વાના નેટીક હીરાનો પુરવઠો સુનિશ્ચિત પ્રતિબદ્ધ છે અને જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા અને રેપાપોર્ટ ગ્રૂપ સાથે આ ક્ષેત્રે સહયોગ કરવામાં આનંદ અનુભવે છે. અમને GIA ડાયમંડ ઓરિજિન ગ્રેડિંગ રિપોર્ટ્સ અને રેપાપોર્ટ ગ્રીન સ્ટાર ડાયમંડ પ્રોગ્રામ્સને સમર્થન આપવા માટે ગર્વ છે.”
ગ્રીન સ્ટાર સોર્સ પ્રોગ્રામની રજૂઆત કરીને, રેપાપોર્ટ હીરા ઉદ્યોગમાં નૈતિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને પારદર્શક સોર્સિંગ માહિતીની વધતી માંગને પહોંચી વળવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલ માત્ર પુરવઠા શૃંખલાની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે એટલું જ નહીં પરંતુ ઉદ્યોગને જવાબદાર સોર્સિંગ ધોરણોને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરતી વખતે ગ્રાહકોને માહિતગાર પસંદગીઓ કરવા માટે સક્ષમ બનાવે છે.
માર્ટિન રેપાપોર્ટને ગ્રીન સ્ટાર સોર્સ પ્રોગ્રામના પ્રારંભની જાહેરાત કરતા જુઓ :
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM